Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ72 હુરોને ગમાડવા માટે સજી ધજીને ભારતમાં પ્રવેશી રહ્યો હતો આતંકી, જીવતો...

    72 હુરોને ગમાડવા માટે સજી ધજીને ભારતમાં પ્રવેશી રહ્યો હતો આતંકી, જીવતો પકડાયો: કહ્યું- પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને ઉડાડવા માટે મોકલ્યો હતો

    આતંકવાદી તબરક હુસૈને ભારતમાં પ્રવેશતા પહેલા પોતાના શરીરના વાળ કપાવ્યા હતા. નખ પણ કાપ્યા હતા. જ્યારે તે હુરોને મળે ત્યારે તે સુંદર દેખાવા માંગતો હતો.

    - Advertisement -

    પાકિસ્તાની સેનાએ આતંકી તબરક હુસૈનને ફિદાયીન મિશન પર મોકલ્યો હતો. ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે તે જીવતો પકડાયો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાના કર્નલ યુનુસે તેને અને તેના સહયોગીઓને આત્મઘાતી મિશન પર મોકલ્યા હતા. ભારતીય સેનાને નિશાન બનાવવા માટે 30 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

    આતંકવાદી તબરક હુસૈન 21 ઓગસ્ટ 2022ના રોજ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે એલઓસી પર વાયર કાપી રહ્યો હતો. તેની સાથે 4-5 બીજા આતંકીઓ પણ હતા. ભારતીય સૈનિકોને જોતા જ તેઓ દોડવા લાગ્યા હતા. પરંતુ ફાયરિંગમાં તબરકને ગોળી વાગી અને તે પકડાઈ ગયો હતો. તેના સાથી આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

    તબરકે કહ્યું છે કે ભારતીય સેનાની ચોકીઓ તેની ટુકડીનું નિશાન હતું. બે સૈન્ય ચોકીઓની રેકી પણ કરવામાં આવી હતી. તે પાકિસ્તાનના કોટલી જિલ્લાનો રહેવાસી છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાની સેના ત્યાંના સામાન્ય લોકોને ભારતીય સરહદમાં ઘૂસવા માટે ઉશ્કેરે છે. તેમનું બ્રેનવોશ કરવામાં આવે છે. તેમને પૈસાની લાલચ આપવામાં આવે છે. જે લોકો ઘુસણખોરી કરવા તૈયાર નથી તેમની સાથે પાકિસ્તાની સેના ખરાબ રીતે વર્તે છે.

    - Advertisement -

    આતંકી તબરક હુસૈનને 72 હૂરો સામે સારું દેખાવવું હતું એટલે ભારતમાં પ્રવેશતા પહેલા તેણે બોડી શેવ કરાવ્યું હતું. તેણે પોતાના નખ પણ કાપ્યા હતા. જ્યારે તે હુરોને મળે ત્યારે તે સુંદર દેખાવા માંગતો હતો.

    બ્રિગેડિયર કપિલ રાણાએ બુધવારે (24 ઓગસ્ટ 2022) કહ્યું કે તબરક હુસૈન એક અનુભવી આતંકવાદી માર્ગદર્શક છે. તેની 2016માં તેના ભાઈ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને નવેમ્બર 2017માં રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તે પકડાયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં