Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબ્રિટનમાં ધારદાર છરા લઈને હિન્દુઓને નિશાને લેતા પાકિસ્તાની કટ્ટરપંથીઓ, ટોળાએ હિંદુ મકાનો...

    બ્રિટનમાં ધારદાર છરા લઈને હિન્દુઓને નિશાને લેતા પાકિસ્તાની કટ્ટરપંથીઓ, ટોળાએ હિંદુ મકાનો પર હુમલા કર્યા, ભાગવા ધ્વજ ઉખાડયા: વિડીયો વાયરલ

    બ્રિટનમાં હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા પાછળ વિદેશી મીડિયા ધ ઈન્ડિપેન્ડન્ટના પત્રકાર સની હુંદલનું નામ સામે આવી રહ્યું છે. સનીએ 30 ઓગસ્ટે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કરીને હિન્દુત્વને વચ્ચે લાવ્યું હતું.

    - Advertisement -

    બ્રિટનમાં પાકિસ્તાનીઓ દ્વારા છરાઓ સાથે હિંદુઓ ઉપર હુમલા સતત ચાલુ હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. પાકિસ્તાની ઇસ્લામિક કટ્ટરપંથીઓ ટોળાં ભેગા કરી રહ્યાં છે અને હિંદુઓના ઘરોને નિશાન બનાવી રહ્યા છે. તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો અને મોઢા પર ભારતીય હિંદુઓ માટે માં-બહેનની ગાળો છે. શેરીઓમાંથી પોલીસ ગેરહાજર છે અને તેમને કોઈ રોકવા વાળું પણ નથી. તે જ સમયે સોશિયલ મીડિયા પર વામપંથીઓ હુમલા માટે હિન્દુઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.

    હિન્દુઓ પર હુમલાના વીડિયો

    આ હુમલાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કટ્ટરપંથીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર એકઠા થઈ રહ્યા છે. હિંદુ લોકો તેમના ઘરમાંથી તેમનો વીડિયો બનાવી રહ્યા છે અને તે જોઈને આશ્ચર્ય થાય છે કે પોલીસ પણ આ કટ્ટરપંથીઓને રોકી નથી રહી, કેવી રીતે તેઓ હાથમાં હથિયાર લઈને મુક્તપણે ફરતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    વીડિયોમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ હિંદુઓને માર મારતા, તેમના ઘરોમાં તોડફોડ કરતા, ઘરની બહારના ભગવા ધ્વજને ઉખાડી નાખતા જોવા મળે છે. વીડિયો બનાવનારાઓ એકબીજાને કહી રહ્યા છે કે આ તોફાનીઓ મુસ્લિમ છે. તેમના હાથમાં છરી જેવા ધારદાર હથિયારો છે.

    કેટલાક અન્ય વિદેશીઓ પણ આ વીડિયો વિશે એવું જ કહી રહ્યા છે કે કેવી રીતે ઈંગ્લેન્ડમાં મુસ્લિમ ટોળા દ્વારા હિંદુઓનો શિકાર થઈ રહ્યો છે અને મુખ્ય પ્રવાહના મીડિયાએ તેને આવરી લેવાને બદલે આંખ આડા કાન કરી રહી છે.

    યુઝર્સ આને પૂર્વયોજિત હુમલો ગણાવી રહ્યા છે. તેઓ કહે છે કે, “હુમલો સુનિયોજિત હતો. આ બધું અચાનક નથી બન્યું. એ લોકો શસ્ત્રો લઈને અને પૂરી તૈયારી સાથે આવ્યા હતા. પોલીસની સામે વંશીય ટીપ્પણી કરીને લોકોને મારી નાંખવાની ધમકીઓ આપી રહ્યા હતા.”

    હિંદુઓને નફરત કરનાર પત્રકાર આ હુમલા માટે જવાબદાર છે

    તમને જણાવી દઈએ કે બ્રિટનમાં હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા પાછળ વિદેશી મીડિયા ધ ઈન્ડિપેન્ડન્ટના પત્રકાર સની હુંદલનું નામ સામે આવી રહ્યું છે. સનીએ 30 ઓગસ્ટે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કરીને હિન્દુત્વને વચ્ચે લાવ્યું હતું. વીડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં સનીએ લખ્યું, “લેસ્ટરમાં હિન્દુત્વવાદી જૂથોએ રસ્તાઓ પર હંગામો મચાવ્યો. આ આશ્ચર્યજનક વાત છે.”

    હવે આ ટ્વીટ હિન્દુઓ પર હુમલા પાછળનું કારણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સની હુંદલ ઘણીવાર ભારતીયો અને હિન્દુઓને નિશાન બનાવે છે. તેના કારણે જ પાકિસ્તાની મુસ્લિમો હિંદુઓ અને તેમના ઘરોને નિશાન બનાવી રહ્યા છે.

    વાયરલ ટ્વિટમાં એક પાકિસ્તાનીએ વાસ્તવિકતા કહી, મુસ્લિમો બોલ્યા- આ બ્રિટેનની ઘટના નથી

    આ દાવાઓની સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્વીટ એક પાકિસ્તાની દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે આ ઉપદ્રવ પાછળ લોકો માને છે કે હિંદુઓ એક નિર્દોષ મુસ્લિમને માર મારે છે. પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાની “નિર્દોષ” ન હતો. જ્યારે પાકિસ્તાન મેચ હારી ગયું અને ભારતીયો ઉજવણી કરવા લાગ્યા ત્યારે તે વ્યક્તિ તેમની પાસે ગયો અને ‘હિંદુસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન ઝિંદાબાદ’ કહેવા લાગ્યો. તેણે ઈશારામાં તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. ત્યાં અન્ય પાકિસ્તાનીઓ હતા પરંતુ કોઈ ભારતીય દ્વારા કોઈને કંઈજ કહેવામાં નહોતું આવ્યું.

    મળતી માહિતી મુજબ આ ટ્વીટ લેસ્ટરની ઘટનાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે. જો કે કેટલાક મુસ્લિમો આ પોસ્ટને નકલી ગણાવી રહ્યા છે. પોસ્ટનું સત્ય શું છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ કટ્ટરપંથીઓ દ્વારા બ્રિટનમાં હિંદુઓ પર હુમલાઓ સતત થઈ રહ્યા છે, તે વાસ્તવિકતા છે અને તેના પુરાવા સોશિયલ મીડિયા પર પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં