Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખેલાડીને કરવીતી સચિનની હત્યા,પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે કર્યો સનસનાટીભર્યો ખુલાસો

    ખેલાડીને કરવીતી સચિનની હત્યા,પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે કર્યો સનસનાટીભર્યો ખુલાસો

    શોએબ અખ્તરે કહ્યું કે વર્ષ 2006માં તે સચિનને આઉટ કરવા નહિ, પરંતુ કોઈ પણ સંજોગોમાં ગંભીર ​​ઇજા પહોંચાડવા માંગતો હતો.

    - Advertisement -

    ખેલાડીને કરવીતી સચિનની હત્યા, જી હા આ પાકિસ્તાની ફાસ્ટ બોલર સચિનને કોઈ પણ કીમતે મારવા માંગતો હતો, ક્રિકેટની રમતમાં સચિન તેંડુલકરને આઉટ કરવું એ દરેક બોલરનું સપનું હતું અને દરેક બોલર ચોક્કસપણે પોતાની કારકિર્દીમાં એકવાર આમ કરવા માંગતા હતા. પરંતુ, પાકિસ્તાનના આ ખેલાડીને કરાવવીહતી સચિનની હત્યા,

    ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. શોએબ અખ્તરે કહ્યું કે વર્ષ 2006માં તે સચિનને આઉટ કરવા નહિ, પરંતુ કોઈ પણ સંજોગોમાં ગંભીર ​​ઇજા પહોંચાડવા માંગતો હતો. અખ્તરે હવે સ્પોર્ટ્સકીડા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે 2006માં કરાચીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી ત્યારે તેનો ઈરાદો સચિનને ​​આઉટ કરવાનો નહોતો, પરંતુ તેને ઈજા પહોંચાડવાનો હતો. અખ્તરે કહ્યું, “હું પહેલીવાર આ વાતનો ખુલાસો કરી રહ્યો છું. હું ખરેખર સચિનને ​​મારવા માંગતો હતો. મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ પણ ભોગે સચિનને ​​નુકસાન પહોંચાડવું છે.

    શોએબ અખ્તરે પોતાના ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “ઇંઝમામે મને ઘણી વખત કહ્યું કે બોલ સ્ટમ્પ ટુ સ્ટમ્પ રાખ, પરંતુ હું સચિનને ​​નુકસાન પહોંચાડવાનો ઇરાદો ધરાવતો હતો. મેં તેના હેલ્મેટ પર બોલ માર્યો, અને તેને બોલ વાગ્યો પણ ખરો, અને મને લાગ્યું કે સચિન મરી ગયો છે. પરંતુ પછી જ્યારે મેં ધ્યાનથી વિડિયો જોયો ત્યારે મને જાણવા મળ્યું કે સચિને તેનું માથું બચાવી લીધું હતું.

    - Advertisement -

    અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સચિનને ​​ઈજા પહોંચાડવાના મારા પ્રયાસો ચાલુ હતા ત્યારે મોહમ્મદ આસિફે અન્ય ભારતીય બેટ્સમેનોને ખુબ હેરાન કર્યા હતા. શોએબે કહ્યું હતું કે, “મેં ફરી સચિન તેંડુલકરને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ભારતીય બેટ્સમેનો આસિફની બોલિંગનો શિકાર બન્યા હતા. મને ભાગ્યે જ યાદ છે કે તે દિવસે આસિફ કરતા સારી બોલિંગ કોઈએ કરી હતી.”

    આ એ ટેસ્ટ મેચ હતી જેમાં ઈરફાન પઠાણે પહેલી જ ઓવરમાં સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. આ ટેસ્ટમાં ભારતનો 341 રને પરાજય થયો હતો અને ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી ભારત પાછળ રહી ગયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં