Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબર્મિંગહામમાં કટ્ટરવાદીઓનું ટોળું 'અલ્લાહ-હુ-અકબર' નારા સાથે હિન્દુ મંદિર પર તૂટી પડ્યું, પીએમ...

    બર્મિંગહામમાં કટ્ટરવાદીઓનું ટોળું ‘અલ્લાહ-હુ-અકબર’ નારા સાથે હિન્દુ મંદિર પર તૂટી પડ્યું, પીએમ મોદીની માતાને અપશબ્દો કહ્યા: વીડિયો વાયરલ

    બ્રિટનના લેસ્ટર બાદ હવે બર્મિંગહામથી પણ હિંદુઓ પર મુસ્લિમોના હુમલાના વિડીઓઝ સામે આવ્યા છે જેમાં કટ્ટરવાદીઓ હિંદુ ધર્મ તેમજ નરેન્દ્ર મોદીના માતાનું પણ અપમાન કરતાં જોવા મળી રહ્યાં છે.

    - Advertisement -

    28 સપ્ટેમ્બર 2022ના રોજ યુકેના બર્મિંગહામમાં હિન્દુ મંદિર પર કટ્ટરવાદીઓનો હુમલો થયો હતો, જે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ઇસ્લામિક ટોળાએ મંદિરની અંદર હાજર હિન્દુઓને ગૌમૂત્ર પીનારા કહીને તેમની મજાક ઉડાવી અને માર માર્યો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોરોએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા. બર્મિંગહામમાં હિન્દુ મંદિર હુમલો ત્યારે સુરક્ષા માટે પહોંચેલા પોલીસ ફોર્સ સાથે પણ મુસ્લિમોએ દુર્વ્યવહાર કર્યો હતો.

    આ વીડિયો ટ્વિટર યુઝર @INSIGHT_UK દ્વારા શેર કરવામાં આવ્યો છે. પહેલો વીડિયો 2:10 મિનિટનો છે. આમાં વીડિયો બનાવનાર વ્યક્તિએ હિંદુઓને પેશાબ પીનારા અને બાસ્ટર્ડ કહ્યા છે. બાદમાં તેણે હિન્દુઓને ગાયનું મૂત્ર પીવા કહ્યું હતું. આ જ વીડિયોમાં હુમલાખોરો મંદિરમાં હાજર હિંદુઓને માં-બહેન પર અપશબ્દો બોલતા પણ સાંભળી શકાય છે.

    અડધા વીડિયો પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હુમલાખોરોને મંદિરમાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો તે પણ જોઈ શકાય છે. આ દરમિયાન સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો માત્ર પોલીસકર્મીઓને ધક્કો જ નથી મારી રહ્યા પરંતુ મહિલા પોલીસકર્મીઓ પર બોટલો પણ ફેંકે છે. જોકે તે બોટલ પોલીસકર્મીને વાગી ન હતી. આમાં પોલીસ વીડિયો બનાવનાર પાસે આવી અને મંદિરની દિવાલ પરથી ભીડનો પીછો કરતી જોવા મળે છે. પોલીસ દ્વારા તેઓને ધક્કો મારતાની સાથે જ તેઓ ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવવા લાગ્યા હતા. વીડિયોના 1:34ના ટાઈમસ્ટેમ્પ પર કોઈએ મહિલા પોલીસ કર્મચારીઓ પર બોટલ ફેંકી હતી.

    - Advertisement -

    આ જ હેન્ડલ દ્વારા શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં મુસ્લિમ ટોળાને હિંદુઓને જાતિવાદી કહેતા સાંભળી શકાય છે. આ દરમિયાન અલ્લાહ-હુ-અકબરના નારા પણ લાગ્યા હતા. આ વીડિયોમાં રેકોર્ડિંગ કરનાર વ્યક્તિએ કેમેરો પોતાની તરફ ફેરવ્યો અને ફરીથી હિંદુઓને પેશાબ પીનારા કહીને ખરાબ અપશબ્દો કહ્યા હતા. દરમિયાન વીડિયો બનાવનારે તેનો ચહેરો ઢાંકી દીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો મહિલા પોલીસ અધિકારીઓ સામે પણ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ વીડિયો પણ 2 મિનિટ 20 સેકન્ડનો છે.

    આ જ હેન્ડલથી શેર કરવામાં આવેલો ત્રીજો વીડિયો પણ 2:20 મિનિટનો છે. જેમાં વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતાને અપશબ્દો કહ્યા છે. આ વીડિયોમાં હિંદુઓને પેશાબ પીનારા કહીને અન્ય અપશબ્દો પણ આપવામાં આવ્યા છે. આ જ વીડિયોમાં એક વ્યક્તિ મંદિરની દિવાલ પર ચડતો પણ જોઈ શકાય છે. મંદિરની બહાર હુમલાખોર ટોળાએ કાળા માસ્ક પહેરેલા છે. પોલીસકર્મીઓ તેમને હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે પરંતુ હુમલાખોર ટોળું પોલીસ સાથે સંકળાયેલું હોય તેવું લાગે છે.

    હુમલાનો ભોગ બનેલા બર્મિંગહામ મંદિરના કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરા આવવાના હતાં. હુમલાખોરોએ આ મુલાકાતને બહાનું બનાવી હતી. જો કે સાધ્વી ઋતંભરા નાદુરસ્ત તબિયતના કારણે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં ન હતાં. સાધ્વીની ગેરહાજરી છતાં હુમલાખોર ટોળાએ હિંદુઓને ડરાવવા માટે આવું કૃત્ય કર્યું હતું.

    બ્રિટનમાં ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ સમુદાય પર સતત હુમલા

    છેલ્લા કેટલાક દિવસોથી બ્રિટનના વિવિધ ભાગોમાં હિંદુ સમુદાયના લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે . ભારત સામે ટી20 ક્રિકેટમાં પાકિસ્તાનની હારને આ હુમલા માટે બહાના તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે બાદમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું, તેમ છતાં હુમલાખોરો અટક્યા નહોતા અને હિંદુઓ પર તેમના હુમલા ચાલુ રહ્યા હતા. આ હુમલાઓને કારણે ઘણા હિંદુ પરિવારો લેસ્ટર છોડી દેવા મજબુર થયા છે, જેઓ હજુ પાછા ફર્યા નથી. હિંદુ સમાજના ઘરો જ નહીં પરંતુ તેમની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે તે છતાં ઘણા મીડિયા સંગઠનોએ આ હુમલાને ફક્ત હિન્દુઓ પર જ દોષી ઠેરવતા દેખાયા.

    હિંદુઓને ગૌમૂત્ર પીનારા તરીકે વર્ણવવા આતંકવાદીઓની ભાષા

    હિંદુઓને ગૌમૂત્ર પીનારા તરીકે વર્ણવવા આતંકવાદીઓની ભાષા છે. વર્ષ 2019 માં જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામાના આતંકવાદી હુમલા બાદના વીડિયોમાં એક આતંકવાદી હિન્દુઓને ગૌમૂત્ર પીતા કહેતો સાંભળવામાં આવ્યો હતો. આતંકીનું નામ આદિલ અહમદ ડાર હતું, જે પુલવામા આતંકી હુમલામાં પોતાની સંડોવણીની કબૂલાત કરી રહ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં