Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસૈફે હિંદુ યુવતીનો બળાત્કાર કર્યો, અબ્બા અને તેના સાથીએ પણ શરીર ચુથ્યું...

  સૈફે હિંદુ યુવતીનો બળાત્કાર કર્યો, અબ્બા અને તેના સાથીએ પણ શરીર ચુથ્યું ; ગૌ માસ ખવડાવી કલમા પઢાવ્યા

  દિલ્હીની હિંદુ યુવતી સાથે મિત્રતા બાંધીને ત્યારબાદ બળાત્કાર કરી અને પોતાના ઘેર લઇ જઈને પરિવારના સભ્યો દ્વારા પણ બળાત્કાર કરાવવાનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.

  - Advertisement -

  હિંદુ યુવતીનો બળાત્કાર બાદ સૈફે તેના પિતા અને એના મિત્રો પાસે પણ બળાત્કાર કરાવ્યો, પીડિતાનો આરોપ છે કે વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યા બાદ સૈફ તેને બિહારના રોહતાસ લઈ ગયો હતો. જ્યાં સૈફના પિતા અને તેના સાથીઓએ 4 દિવસ સુધી હિંદુ યુવતીનો બળાત્કાર કર્યો.

  લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૈફ અન્સારી પર એક હિંદુ યુવતીનો તેના અને તેના પરિવારના સભ્યો દ્વારા બળાત્કાર, બળજબરીથી તેનું ધર્માંતરણ, ગૌમાંસ ખવડાવવા અને કલમાનો પાઠ કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

  આરોપી સૈફ અંસારી મૂળ બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી છે. તેના પર પીડિતાને દિલ્હી, ગુરુગ્રામ અને બિહારમાં બંધક રાખવાનો પણ આરોપ છે. પીડિતાએ 13 મે 2022ના રોજ ગુરુગ્રામમાં આ સંબંધમાં એફઆઈઆર નોંધાવી હતી. હવે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

  - Advertisement -

  જાગરણ ના અહેવાલ મુજબ પીડિત યુવતીની ઉમર આશરે 26 વર્ષની છે, અને તે ગુરુગ્રામ ખાતે નોકરી કરતી હતી.નોકરી આવવા જવા માટે પીડિતા મેટ્રોનો ઉપયોગ કરતી હતી, આ દરમિયાન ઇફકો ચોક મેટ્રો ખાતે યુવતીની મુલાકાત આરોપી સૈફ સાથે થઇ હતી. સૈફ તે સમયે મેટ્રો બહાર બસ સ્ટેશન પર નોકરી કરતો હતો, બાદમાં તેણે યુવતીને પોતાની નોકરી છૂટી ગઈ હોવાના બહાને વાત કરી અને પીડિતની ઓફિસમાં નોકરી માટે ભલામણ કરવા કહ્યું હતું, આ દરમિયાન બંને વચ્ચે નંબરોની આપ લે થઇ હતી, અને ધીરે ધીરે સૈફે યુવતીને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવવાની કોશીસ કરી હતી, અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

  જોકે મળતી માહિતી મુજબ પીડિતાએ પોતે હિન્દુ હોવાથી સૈફના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેમ છતાં સૈફ પીડિતાનો પીછો કરતો રહ્યો. 6 સપ્ટેમ્બર 2021ના રોજ સૈફે રડવાનું નાટક કરીને પોતે પોતાના ગામ બિહાર જતો હોવાના બહાને યુવતીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશને બોલાવી હતી. ત્યાર બાદ યુવતીને જમવા લઇ ગયો હતો, જમ્યા બાદ પીડિતાની તબિયત લથડતા સૈફ તેણે હોટેલમાં લઇ ગયો હતો જ્યાં તેણે યુવતી ની મારજુડ કરી તેના ઉપર બળાત્કાર કરીને વિડીયો બનાવી લીધો હતો, આટલેથી ન અટકતા તેણે હેવાન બનીને યુવતીના શરીર ઉપર ડામ પણ દીધા હતા.

  પીડિતાનો આરોપ છે કે વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કર્યા બાદ સૈફ તેને બિહારના રોહતાસ લઈ ગયો હતો. તે કોડીગોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુધુઆ ગામનો રહેવાસી છે. ત્યાં 4 દિવસ સુધી સૈફના પિતા અને તેના અન્ય સાગરીતો પર પીડિતાનો બળાત્કાર કરવાનો આરોપ છે. આ પછી સૈફ યુવતી સાથે ગુરુગ્રામ આવ્યો હતો. સૈફે પીડિતાને ગુરુગ્રામમાં તેની ફોઈના ઘરે રાખી હતી. અહીં પણ તેણે યુવતી સાથે અનેક વાર બળાત્કાર કર્યો હતો.

  ફરિયાદ અનુસાર, ડિસેમ્બર 2021માં સૈફ અને તેના સંબંધીઓએ પીડિતા પર કલમા ​​વાંચવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં આરોપીઓએ તેને કોથળામાં બાંધીને ફેંકી દેવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીના ગળા પર છરી રાખી મુસ્લિમ બની જવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન સૈફની કાકીએ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું અને કલમાનો પાઠ કરાવ્યો હતો.

  આખરે, લગભગ 8 મહિના પછી, પીડિતા આરોપીની કાકીના ઘરેથી ભાગીને પોલીસ સુધી પહોંચવામાં સફળ થઇ હતી. ગુરુગ્રામ પોલીસે સૈફ, તેના પિતા શાહિદ અંસારી, તેની કાકી, તેના કાકા અને સૈફના અડધો ડઝન જેટલાં મિત્રો વિરુદ્ધ FIR નોંધી અને કેસને દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.અન્ય એક રિપોર્ટ અનુસાર આરોપી સૈફે આ પહેલા પણ તેના ગામની એક યુવતી સાથે આવું જ કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. ગામલોકોની નારાજગીને કારણે તે લગભગ દોઢ વર્ષથી દિલ્હીમાં રહેવા લાગ્યો. સૈફની માતાએ 10 વર્ષ પહેલા તેના પિતાને મુકીને અન્ય કોઈ સાથે લગ્ન કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

  જ્યારે ઑપઈન્ડિયા એ ઘટના અંગે પૂછપરછ કરવા માટે દિલ્હી પોલીસના DCP સેન્ટ્રલને ફોન કર્યો ત્યારે તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. પોલીસ સાથે વાત થતાં જ અમે આપને સંપૂર્ણ માહિતીથી આવગત કરાવીશું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં