Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોધરાના મુહમ્મદ અબ્દુલે દીકરીની ઉંમરની યુવતી સાથે બળાત્કાર કરી વિડીયો બનાવી પીડિતાના...

    ગોધરાના મુહમ્મદ અબ્દુલે દીકરીની ઉંમરની યુવતી સાથે બળાત્કાર કરી વિડીયો બનાવી પીડિતાના મંગેતરને મોકલ્યો: જાન માંડવે આવતા પહેલા જ પાછી વળી ગઈ

    છેલ્લા અઢી વર્ષથી પણ વધારે સમય સુધી આરોપીએ પીડિતાને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી એકલતાનો લાભ લઇ અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો. આ દરમિયાન ગોધરાના અબ્દુલે યુવતીના બળાત્કારનો વિડીયો પણ બનાવ્યો હતો.

    - Advertisement -

    પંચમહાલથી લોહી ઉકળી ઉઠે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં ગોધરાના મુહમ્મદ અબ્દુલે યુવતીના બળાત્કારનો વિડીયો બનાવી લગ્ન તોડાવ્યા અને ગર્ભવતી કરી નાંખી છે. થોડા સમય પહેલા મુહમ્મદ અબ્દુલ મિસ્ત્રી દ્વારા પીડિતા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે યુવતીએ આ વાતની ફરિયાદ પોલીસમાં કરી ન હતી. તેવામાં યુવતીના લગ્ન યોજાતા જાન ઘર આંગણા સુધી પહોંચે અને લગ્ન થાય તે પહેલા જ અબ્દુલે વિડીયો ફરતો કરી દેતા લગ્ન થઈ શક્યા ન હતા. આખરે આ મામલે હવે પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    એક મીડિયા રીપોર્ટ અનુસાર પીડિતાના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. અને પીડિતા પણ પિતાને મદદ કરવા આજૂબાજૂના ઘરે જઈ ઘરકામ કરે છે. તેવામાં તેના પડોશમાં રહેતો અબ્દુલ મિસ્ત્રી પણ પીડિતાને પોતાના ઘરે વાસણ, કપડાં અને ઘરની સાફ-સફાઈ કરવા માટે બોલાવતો હતો. છેલ્લા અઢી વર્ષથી પણ વધારે સમય સુધી આરોપીએ પીડિતાને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી એકલતાનો લાભ લઇ અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો. આ દરમિયાન ગોધરાના અબ્દુલે યુવતીના બળાત્કારનો વિડીયો પણ બનાવ્યો હતો.

    બળાત્કારનો ભોગ બનેલી યુવતી ગર્ભવતી

    વિડીયો બનાવ્યા બાદ આરોપી દ્વારા તેને કહેવામાં આવ્યું કે, “તું કોઈને કહીશ તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ.” વિડીયો વાયરલ ના થાય તેની બીકે પીડિતા ચુપ રહીને બળાત્કારનો ભોગ બનતી રહી હતી. તેવામાં તેના લગ્ન ગોઠવાતા આરોપીએ તેના વિડીયો અને ફોટો તેના થનાર પતિને મોકલી આપ્યા અને થતા પહેલા જ અટકી ગયા. દરમિયાન પીડિતાની તબીયાત લથડતા તેને દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે પીડિતા ગર્ભવતી છે. ઉલ્લેખનીય છે કે બળાત્કાર કરનાર આરોપી મુહમ્મદ અબ્દુલ મિસ્ત્રી પીડિતાના પિતાના ઉંમરનો છે.

    - Advertisement -

    આ બાબતે ભોગ બનનાર પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી તેમના પડોશીના ત્યાં ઘરકામ કરવા માટે જતી હતી. ત્યારે પડોશીએ દીકરીનો એકલતાનો લાભ લઈને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો અને ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે તેઓ કોઈ કામ અર્થે વડોદરા ગયા ત્યારે તેમને આ વાયરલ થયેલા વિડીયો વિશે જાણ થઈ હતી.

    આ મામલે આરોપી અબ્દુલને કડકમાં કડક સજા થાય તેવી તેમની માંગ છે. આરોપીના બહેનનો દીકરો પણ તેના આ બળાત્કારના કૃત્યમાં શામેલ હોવાનું પીડિતાના પિતાએ જણાવ્યું હતું. હાલ પીડિત પરિવારે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં