Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદ: બરેલીના ચાંદે વિશાલ બનીને મુરાદાબાદની એક હિન્દૂ છોકરી ફસાવી તેના...

    લવ જેહાદ: બરેલીના ચાંદે વિશાલ બનીને મુરાદાબાદની એક હિન્દૂ છોકરી ફસાવી તેના પર બળાત્કાર કર્યો, પછી કહ્યું ‘તું મુસ્લિમ બન તો જ હું લગ્ન કરીશ’

    પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે 1 મહિના પહેલા તેને ખબર પડી કે તે જે યુવકને વિશાલ માનીને પ્રેમ કરે છે તે ખરેખર મુસ્લિમ યુવક ચાંદ છે. ચાંદ પીલીભીતનો રહેવાસી છે અને પરિણીત છે. ઉપરાંત તે બે બાળકોનો પિતા છે.

    - Advertisement -

    બરેલીમાં મુસ્લિમ ચાંદે વિશાલ બનીને મુરાદાબાદની એક હિન્દૂ યુવતીને ફસાવી હતી. આરોપ છે કે નિકટતા વધારીને આરોપીએ યુવતી સાથે ઘણી વખત સંબંધો બાંધ્યા હતા. પછી વારંવાર મળવાનું દબાણ ઊભું થવા લાગ્યું. તેને બરેલી લાવવામાં આવી અને એક હોટલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પછી તેણે યુવતીને તેનું અસલી નામ ચાંદ હોવાનું જણાવ્યું. કહ્યું તું મુસલમાન બન પછી જ હું તારી સાથે લગ્ન કરીશ.

    બરેલી જિલ્લામાં ફરી એકવાર બરેલીમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદ મુજબ પીલીભીતના મેડિકલ સ્ટોરના માલિક મુસ્લિમ ચાંદે વિશાલ બનીને, હિન્દૂ હોવાનો ડોળ કરીને તેને પોતાના પ્રેમની જાળમાં ફસાવી. બાદમાં ધર્મ બદલવાનું દબાણ કરવામાં આવ્યું હતું. યુવતીની ફરિયાદના આધારે બરેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

    જાણો સમગ્ર ઘટનાક્રમ

    મળતી જાણકારી મુજબ બરેલીની કોતવાલી પોલીસને ફોન કરીને એક યુવતીએ મદદ માટે ફોન કર્યો અને કહ્યું કે પીલીભીતના રહેવાસી વિશાલ ઉર્ફે ચાંદ તેને બરેલીના એક ગેસ્ટ હાઉસમાં જબરજસ્તી લઈ આવ્યો છે. અહીં તેણે તેના પર બળાત્કાર કર્યો છે અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો છે. યુવતીના ફોન બાદ પોલીસે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો અને યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. જ્યાં પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસે પીલીભીતના રહેવાસી વિશાલ ઉર્ફે ચાંદ વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -

    પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે 1 મહિના પહેલા તેને ખબર પડી કે તે જે યુવકને વિશાલ માનીને પ્રેમ કરે છે તે ખરેખર મુસ્લિમ યુવક ચાંદ છે. ચાંદ પીલીભીતનો રહેવાસી છે અને પરિણીત છે. ઉપરાંત તે બે બાળકોનો પિતા છે. આ વાતની જાણ થતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

    પીડિતાએ જણાવ્યું કે જો તે આ મામલે ફરિયાદ કરવા માંગી તો ત્યારે ચાંદે તેના અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે તેણે તેના વિશે કોઈને ફરિયાદ કરી ન હતી. પીડિતાએ જણાવ્યું કે બુધવારે ફરી આરોપી વિશાલ ઉર્ફે ચાંદ તેને બરેલીના ગેસ્ટ હાઉસમાં લઈ આવ્યો હતો. અહીંથી તેણે કોઈ રીતે પોલીસનો સંપર્ક કર્યો અને મદદ માટે આજીજી કરી હતી.

    સીઓ શ્વેતા યાદવે જણાવ્યું કે મુરાદાબાદની એક યુવતીએ પીલીભીતમાં મેડિકલ સ્ટોર ચલાવતા વિશાલ ઉર્ફે ચાંદ વિરુદ્ધ અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે 6 મહિના પહેલા પીલીભીતમાં રહેતા એક યુવકે પોતાનું નામ વિશાલ અને પોતે ડોક્ટર હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ યુવતી તેને હિન્દુ ધર્મનો વિશાલ માનીને તેના પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં