Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ આવતી વિસ્તારાની ફ્લાઈટમાં ઇટાલિયન મહિલાની ધમાલ: કપડા ઉતારીને એયરહોસ્ટેસ પર થૂંકી,...

    મુંબઈ આવતી વિસ્તારાની ફ્લાઈટમાં ઇટાલિયન મહિલાની ધમાલ: કપડા ઉતારીને એયરહોસ્ટેસ પર થૂંકી, મુક્કો માર્યો અને ગાળો પણ આપી

    જયારે આ પ્લેન મુંબઈ પહોંચ્યું ત્યારે અધિકારીઓએ આ મહિલાને પોલીસને સોંપી દીધી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાંથી તેને જામીન મળી ગયા હતા.

    - Advertisement -

    મુંબઈ આવતી ફ્લાઈટમાં ઈટાલિયન મહિલાએ એયરહોસ્ટેસને મુક્કો માર્યો હોવાની ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે. આ પહેલી વાર નથી કે ઉડતા પ્લેનમાં કોઈ મુસાફરે હંગામો કર્યો હોય, પણ આ વખતે હંગામો ઉભો કરનાર એક ઈટાલિયન મહિલા છે, જેણે દારૂના ચિક્કાર નશામાં આખું પ્લેન માથે લીધું હતું. વાત એ હદે વધી ગઈ કે કૃ મેમ્બર્સે તેને ખુરશી સાથે બાંધવી પાડી હતી.

    અહેવાલો અનુસાર મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં મહિલા પેસેન્જરે નશામાં ધૂત થઈને હોબાળો મચાવ્યો હતો. આ ઈટાલિયન મહિલાએ એયરહોસ્ટેસને મુક્કો માર્યો અને કેબિન ક્રૂના સભ્યો પર હુમલો પણ કર્યો હતો અને તેમના પર થૂંકી પણ હતી. તેને રોકવાનો પ્રયાસ કરતાં આ ઈટાલિયન મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને પોતાના કપડા ઉતારી દીધા અને અર્ધ નગ્ન અવસ્થામાં પ્લેનમાં હોબાળો કરવા લાગી. પ્લેન મુંબઈમાં ઉતર્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. ઘટના સોમવાર (30 જાન્યુઆરી 2023)ની છે.

    વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 256 અબુ ધાબીથી મુંબઈ આવી રહી હતી. આ દરમિયાન મહિલા પેસેન્જર ઈકોનોમી ક્લાસમાં હોવા છતાં બિઝનેસ ક્લાસમાં બેઠી હતી. જ્યારે સ્ટાફે તેને તેની પોતાની સીટ પર જવાનું કહ્યું ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. હાલ મહિલાની ઓળખ પાઓલા પેરુચિયો તરીકે થઈ છે અને તે ઈટાલીની નાગરિક છે.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર આ મામલામાં મુંબઈના સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે, “રાત્રે લગભગ 2.30 વાગ્યે ઈકોનોમી ક્લાસમાં બેઠેલી મહિલા અચાનક ઊભી થઈ અને દોડીને બિઝનેસ ક્લાસમાં બેસી ગઈ. કેબિન ક્રૂના બે સભ્યો તેની પાસે આવ્યા અને પૂછ્યું કે શું તેને મદદની જરૂર છે. જ્યારે તેણે જવાબ ન આપ્યો, ત્યારે તેઓએ તેને તેની બેઠક પર પાછા ફરવા વિનંતી કરી. આ સાથે તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. આ પછી તેણે ક્રૂમેમ્બર્સ સાથે મારામારી કરી અને કપડા ઉતારી દીધા હતા, જે બાદ તેને પકડીને પ્લેનની પાછળની સીટ પર બાંધી દેવામાં આવી હતી.”

    જયારે આ પ્લેન મુંબઈ પહોંચ્યું ત્યારે અધિકારીઓએ આ મહિલાને પોલીસને સોંપી દીધી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાંથી તેને જામીન મળી ગયા હતા. આ બાબતે સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું, “આરોપી મહિલા વિરુદ્ધ એરક્રાફ્ટ રૂલ્સ, 1937 અને આઈપીસીની કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તે દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. બાદમાં તેને 25,000 ના જામીન પર મુક્ત કરવામાં આવી હતી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં