Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોવાની શાળામાં ભણતી જોડકી મુસ્લિમ બહેનોનો ઈન્સ્ટાગ્રામ પર ત્રાસ: ભગવાન શ્રીરામ, મહાદેવ...

    ગોવાની શાળામાં ભણતી જોડકી મુસ્લિમ બહેનોનો ઈન્સ્ટાગ્રામ પર ત્રાસ: ભગવાન શ્રીરામ, મહાદેવ અને હિંદુ ધર્મને ગાળો ભાંડવા બદલ થઈ અટકાયત

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હિંદુ ધર્મ વિરુદ્ધ નફરત અને ઝેર ફેલાવવા માટેનો અડ્ડો બની ચુક્યું છે. તેના પર હિંદુઓ વિરુદ્ધ આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરવા પર ત્વરિત કાર્યવાહી નથી કરવામાં આવતી

    - Advertisement -

    ગોવાની જોડકી મુસ્લિમ બહેનોની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, આરોપ છે કે આ બન્ને બહેનો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર સતત હિંદુ દેવી દેવતાઓ અને હિંદુ ધર્મ વિષે આપત્તિજનક પોસ્ટ કરી રહી હતી. તેમની આ કરતુત ગોવા પોલીસની નજરમાં આવતા જ ક્રાઈમ બ્રાંચે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો છે. હાલ ક્રાઈમ બ્રાંચ તેમની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી રહી છે.

    આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ગત 18 એપ્રિલે એક ટ્વિટ કરીને ગોવાની જોડકી મુસ્લિમ બહેનોની કેટલીક આપત્તિજનક પોસ્ટોના સ્ક્રીનશોટ અને તેમના એકાઉન્ટની લીંક શેર કરી હતી. આ યુઝરે દાવો કર્યો હતો કે, શાળામાં ભણતી આ બંને બહેનો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માત્ર હિંદુઓ સાથે ગાળાગાળી જ નથી કરી રહી, પરંતુ સતત તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું કામ પણ કરી રહી છે.

    શ્રીરામથી માંડીને ભગવાન શંકરને ગાળો આપતી ગોવાની બહેનો (ફોટો સાભાર ऑपइंडिया)

    આ ટ્વિટ બાદ ગોવા પોલીસે ઘટના પર સંજ્ઞાન લઈને બન્ને બહેનોની અટકાયત કરી હતી, જોકે હાલ આ બહેનોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપલબ્ધ નથી.

    - Advertisement -

    નોંધનીય છે કે જે ટ્વિટમાં ગોવાની જોડકી મુસ્લિમ બહેનોની કરતૂતો અને તેમની હિંદુ ધર્મ પ્રત્યેની ઘૃણાની માહિતી આપવામાં આવી હતી, તેના પર રીપ્લાય આપતા IPS અધિકારી નિધિન વલસને જણાવ્યું હતું કે આ મામલે FIR દાખલ કરવામાં આવી રહી છે. જે બાદ 25 એપ્રિલ 2023ના રોજ તેમણે પોસ્ટને ક્વોટ કરીને જાણકારી આપી હતી કે આરોપિત જોડકી બહેનોની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે અટકાયત કરી છે.

    IPS નિધિને લખ્યું હતું કે, “તાજેતરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી સામગ્રીઓ પોસ્ટ કરવા બદલ બદલ ગોવાની 2 જોડકી મુસ્લિમ બહેનોની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીનીઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે.”

    ગોવા પોલીસની કાર્યવાહી (સાભાર ऑपइंडिया)

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હિંદુ ધર્મ વિરુદ્ધ નફરત અને ઝેર ફેલાવવા માટેનો અડ્ડો બની ચુક્યું છે. તેના પર હિંદુઓ વિરુદ્ધ આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરવા પર ત્વરિત કાર્યવાહી નથી કરવામાં આવતી અને આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ હિંદુ વિરોધ કરવાનું મોટું હબ બનીં ચુક્યું છે. અના પર ઑપઈન્ડિયાએ પહેલા પણ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે રીપોર્ટમાં અમે અનેક ઈન્સ્ટાગ્રામ પેજ અને યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવતી વાંધાજનક સામગ્રી વિશે માહિતી આપી હતી.

    ઈન્સ્ટાગ્રામ યુઝર્સ સતત હિંદુ દેવી દેવતાઓના નામ પર આપત્તિજનક પોસ્ટ કરી રહ્યાં હતા, દેવી દેવતાઓને અભદ્ર ભાષામાં ગાળો આપવાની સાથે ઇસ્લામિક હસ્તીઓને શ્રેષ્ઠ દેખાડવામાં આવી રહ્યા હતા. એક પેજનું નામ જ માતા સીતાને અશ્લીલ ગાળો આપતું રાખવામાં આવ્યું હતું, સાથે જ હિંદુઓને “હીજડા” કહેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત હિન્દુઓને અભદ્ર અને અશ્લીલ ભાષાઓમાં ગાળો ભાંડવામાં આવી હતી. આપ આ ઘટનાનો અહેવાલ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

    સંપાદકીય નોંધ: ઉપરોક્ત ઘટનામાં ગોવાની જોડકી બહેનો DAV સ્કુલમાં ભણે છે, બંને સગીર વયની હોવાના કારણે તેમના નામોનો ઉલ્લેખ લેખમાં નથી કરવામાં આવ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં