Monday, June 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ 'હમારે બારહ'ની ટીમે મુંબઈ પોલીસમાં દાખલ કરી ફરિયાદ: ટ્રેલર રિલીઝ થયા...

    ફિલ્મ ‘હમારે બારહ’ની ટીમે મુંબઈ પોલીસમાં દાખલ કરી ફરિયાદ: ટ્રેલર રિલીઝ થયા બાદ મળી હતી ‘સર તન સે જુદા’ અને રેપની ધમકીઓ

    ઇસ્લામવાદીઓએ કલાકારો અને ક્રૂ મેમ્બરોને ડરાવવા માટે ISISના ઝંડા અને 'અલ્લાહુ અકબર'ના નારાની સાથે વાસ્તવિક 'સર કલમ' કરવાની ફૂટેજ પણ પોસ્ટ કરી છે. આ સાથે એવી ચેતવણી આપવામાં આવી છે કે, જો ફિલ્મ રિલીઝ થઈ તો આ તમામ કલાકારોની પણ આવી જ હાલત કરવામાં આવશે.

    - Advertisement -

    આગામી સમયમાં રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘હમારે બારહ’ની ટીમે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ દાખલ કરવાનું કારણ છે, ઇસ્લામી કટ્ટરપંથીઓની ધમકીઓ. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદથી જ ફિલ્મના નિર્માતાઓથી લઈને ક્રૂ મેમ્બરોને પણ ‘સર તન સે જુદા’ અને રેપની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ધમકીઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવી રહી છે. જેના કારણે ફિલ્મના નિર્માતાઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

    ફરિયાદ અંગે ફિલ્મ ‘હમારે બારહ’ની ટીમે કહ્યું કે, “ન માત્ર અમને, પરંતુ અમારા પરિવારના સભ્યો અને મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પરંતુ પોલીસે અમને વિશ્વાસ અપાવ્યો છે કે તમે મહારાષ્ટ્રમાં છો, તમારી સાથે કોઈ અનિચ્છનિય ઘટના નહીં બને.” આ સાથે જ પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.

    7 જૂનના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં મુસ્લિમ મહિલાઓની સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને નિર્દેશક કમલ ચંદ્રા અને એક્ટર અન્નુ કપૂર તથા અદિતી ધીમાનને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી.

    - Advertisement -

    કટ્ટરપંથી સંગઠન ‘તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના’ના સમર્થકો સોશિયલ મીડિયામાં ફિલ્મ નિર્માતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેઓ ધમકી આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. કલાકારોને ધમકી આપવા માટે ISIS દ્વારા કરવામાં આવેલી નિર્દયી હત્યાના વિડીયોની સાથે ઇસ્લામી ગીતો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે. ઘણા વિડીયોમાં તો કલાકારોના ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

    કટ્ટરપંથી તત્વોએ કલાકારો અને ક્રૂ મેમ્બરોને ડરાવવા માટે ISISના ઝંડા અને ‘અલ્લાહુ અકબર’ના નારાની સાથે વાસ્તવિક ‘સર કલમ’ કરવાની ફૂટેજ પણ પોસ્ટ કરી છે. આ સાથે એવી ચેતવણી આપવામાં આવી છે કે, જો ફિલ્મ રિલીઝ થઈ તો આ તમામ કલાકારોની પણ આવી જ હાલત કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ નિર્માતાઓના પર્સનલ કોન્ટેક્ટ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ પણ સોશિયલ મીડિયા પર લીક કરી દેવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, હમારે બારહ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી તરત જ ફિલ્મ બનાવનાર તેમજ તેમાં કામ કરનાર અભિનેતાઓને આ પ્રકારની ધમકીઓ મળવાનું શરૂ થઇ ચૂક્યું હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કટ્ટરપંથી મૌલાનાઓના પ્રભાવમાં આવીને મુસ્લિમ મહિલાઓ પર અત્યાચાર થાય છે. ફિલ્મમાં તેમની પરિસ્થિતિઓ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં બૉલીવુડ એક્ટર અન્નૂ કપૂર, અશ્વિની કાલસેકર અને મનોજ જોશી મુખ્ય પાત્રોમાં છે. આ ફિલ્મ 7 જૂનના રોજ રીલીઝ થવાની છે. તેનું પ્રીમિયર 77માં કાન્સ ફિલ્મ સમારોહમાં પણ થયું હતું. પહેલાં આ ફિલ્મનું નામ ‘હમ દો હમારે બારહ’ હતું, હવે આ ફિલ્મનું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નિર્દેશ બાદ ‘હમારે બારહ’ કરી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં