Saturday, May 4, 2024
More
    હોમપેજદેશછત્તીસગઢના રસ્તાઓ પર મંત્રીઓના કાફલા સામે યુવાનો થયા સાવ નગ્ન: કોંગ્રેસ સરકાર...

    છત્તીસગઢના રસ્તાઓ પર મંત્રીઓના કાફલા સામે યુવાનો થયા સાવ નગ્ન: કોંગ્રેસ સરકાર પર SC-STની નોકરીઓ અન્યોને આપવાનો આરોપ

    વિધાનસભાના ચોમાસુ સત્ર વચ્ચે ST-SC યુવાનોએ રાજધાનીના રસ્તાઓ પર નગ્ન થઈને પ્રદર્શન કર્યું છે. મંત્રીઓનો કાફલો માર્ગો પરથી પસાર થઈ રહ્યો હતો. SC-ST યુવાનોએ નકલી જાતિ પ્રમાણપત્રો સાથે નોકરી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ સાથે આ પ્રદર્શન કર્યું હતું.

    - Advertisement -

    છત્તીસગઢમાં એસસી-એસટી સમુદાયના યુવાનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે (18 જુલાઈ, 2023) સવારે, રાજ્યના રસ્તાઓ પર એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું જ્યારે દલિત-આદિવાસી યુવાનોએ નગ્ન થઈને વિરોધ કરવાનું શરૂ કર્યું. વિરોધ કરી રહેલા યુવાનો સંપૂર્ણ નગ્ન હતા અને રાજ્યની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલ છત્તીસગઢના મુખ્યમંત્રી છે અને આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.

    અહેવાલો મુજબ રાયપુરના રસ્તા પર 50થી વધુ SC-ST યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ યુવકો સંપૂર્ણપણે નગ્ન થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યાંથી પસાર થતા લોકો પણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ-પ્રશાસન તેમને હટાવવાના પ્રયાસો કરતા રહ્યા. આ યુવાનોનું કહેવું છે કે અનામત બેઠકો પર ઉમેદવારોને અનામત વગર નોકરી આપવામાં આવી છે. આ યુવાનોએ અમાનસિવનીથી વિધાનસભા તરફ કૂચ કરી હતી. તેઓએ હાથમાં પ્લેકાર્ડ લીધા હતા.

    આ પ્લેકાર્ડ પર સ્લોગન લખવામાં આવ્યા હતા જેમાં તેમના પર નકલી જાતિ પ્રમાણપત્ર બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેટલાક યુવકોએ આ પ્લૅકાર્ડ હાથમાં પકડી રાખ્યા હતા જ્યારે કેટલાકે તેનો ઉપયોગ પોતાના પ્રાઈવેટ પાર્ટને ઢાંકવા માટે કર્યો હતો કારણ કે તેઓ સંપૂર્ણપણે નગ્ન હતા. વિધાનસભા નજીક બેરિકેડિંગ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાંથી વિરોધ કરી રહેલા યુવાનોને કસ્ટડીમાં લીધા હતા. યુવાનોનું કહેવું છે કે છત્તીસગઢમાં બિન અનામત લોકો ઉપરથી નીચે સુધી નોકરીઓમાં અનામત સીટો પર કબજો જમાવી રહ્યા છે.

    - Advertisement -

    વિરોધ કરી રહેલા યુવાનોએ અગાઉ એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી હતી, જેમાં નગ્ન પ્રદર્શનની વાત પણ કરવામાં આવી હતી. હજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ વિસ્તારમાં વીઆઈપી મૂવમેન્ટ હતી. આ પ્રદર્શનકારીઓ પણ નેતાઓના કાફલાની પાછળ દોડ્યા હતા. કોંગ્રેસ તેને ડો.રમણ સિંહના મુખ્યમંત્રીપદનો મામલો ગણાવી રહી છે, જ્યારે યુવાનો પૂછી રહ્યા છે કે સાડા ચાર વર્ષમાં કોંગ્રેસે આના પર શું કર્યું. મે 2022માં આ યુવકોએ આ મુદ્દે ઉપવાસ પણ કર્યા હતા.

    ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, “છત્તીસગઢમાં અનુસૂચિત જાતિના શોષણનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે! વિધાનસભાના ચોમાસુ સત્ર વચ્ચે એસસી-એસટી યુવાનોએ રાજધાનીના રસ્તાઓ પર નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. મંત્રીઓનો કાફલો માર્ગો પરથી પસાર થઈ રહ્યો હતો. SC-ST યુવાનોએ નકલી જાતિ પ્રમાણપત્રો સાથે નોકરી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ સાથે આ પ્રદર્શન કર્યું હતું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં