Friday, November 15, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનારાઓ વિરુદ્ધ AMCએ શરૂ કર્યું અભિયાન, ગંદકી...

    અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનારાઓ વિરુદ્ધ AMCએ શરૂ કર્યું અભિયાન, ગંદકી કરતા ઝડપાયા તો ઘરે આવશે મેમો

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાઓ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાથી આવા તત્વો પર નજર રાખવામાં આવશે. જેવું કોઈ વ્યક્તિ થૂંકતું ઝડપાશે કે તરત જ તેના ઘરે 100 રૂપિયાનો મેમો મોકલી દેવામાં આવશે.

    - Advertisement -

    અમદાવાદમાં પાન-મસાલા ખાઈને જ્યાં-ત્યાં પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો માટે ચેતવા જેવા સમાચાર છે. શહેરની સ્વચ્છતાને જાળવવા અનેક પ્રયાસો છતાં કેટલાક લોકો દ્વારા અમદાવાદની (Ahmedabad) સુંદરતાને લગાવવામાં આવતા’ડાઘ’ને ડામવા અમદાવાદ મહાનગરપાલિકાએ (Ahmedabad Municipal Corporation) નવું અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત હવે પાન-મસાલા ખાઈ ગંદકી કરતા લોકોને સીધા ઘરે જ મેમો મોકલી દેવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટ્રાફિક પોલીસની જેમ જ CCTV મારફતે અમદાવાદીઓ પર બાજ નજર રાખશે. જેમ ટ્રાફિકના નિયમભંગ બદલ મેમો ઘરે આવી જાય છે, તેવી જ રીતે વાહનોમાંથી થૂંકની પિચકારીઓ મારીને રસ્તાઓ અને જાહેર સ્થળોને ગંદકીથી ભરી દેતા લોકોને પણ હવે ઘરે મેમો ફટકારવામાં આવશે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાઓ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાથી આવા તત્વો પર નજર રાખવામાં આવશે. જેવું કોઈ વ્યક્તિ થૂંકતું ઝડપાશે કે તરત જ તેના ઘરે 100 રૂપિયાનો મેમો મોકલી દેવામાં આવશે. જો જે-તે વ્યક્તિ દ્વારા દંડની રકમ નહીં ભરવામાં આવે તો ધારાધોરણો અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

    - Advertisement -

    આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતાં કહ્યું હતું કે, “અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ વાહન ઉપરથી રોડ ઉપર થૂંકશે તેનું મોનિટરિંગ કરીને તેમના વાહન નંબરના આધારે દંડનો મેમો સીધો જ તેમના ઘરે મોકલી આપવામાં આવશે. આ મેમો આધારે અને ₹100નો દંડ AMC દ્વારા વસૂલવામાં આવશે. આ આખા અભિયાન પાછળનો આશય આપણું શહેર અને તેના રોડ રસ્તાને સ્વરછ રાખવાનો છે.”

    નોંધવું જોઈએ કે જેમ જેમ વ્યક્તિ થૂંકતો ઝડપાશે તેમ-તેમ દંડની રકમ પણ વધતી જશે. આવી રીતે જ અમદાવાદમાં જ્યાં-ત્યાં થૂંકતા લોકો વિરુદ્ધ અભિયાન ઘણા લાંબા સમયથી ચાલુ જ છે. વર્ષ 2023-24માં અમદાવાદમાં જાહેરમાં થૂંકતા 4749 લોકોને મેમો ફટકારી દંડિત કરવામાં આવ્યા હતા. જોકે નિયમને વધુ કડકાઈથી અમલમાં મૂકવા માટે AMC આ નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં