Friday, April 26, 2024
More
    હોમપેજરાજકારણMCD ચૂંટણીમાં ટિકિટ ન અપાતા અસંતુષ્ટ AAP નેતા અને પૂર્વ કોર્પોરેટર હસીબ-ઉલ-હસન...

    MCD ચૂંટણીમાં ટિકિટ ન અપાતા અસંતુષ્ટ AAP નેતા અને પૂર્વ કોર્પોરેટર હસીબ-ઉલ-હસન ટાવર પર ચઢ્યા: જુઓ વાઇરલ વિડીયો

    હસને વધુમાં આરોપ લગાવ્યો કે પાર્ટીના નેતાઓ આતિષી, દુર્ગેશ પાઠક અને સંજય સિંહે ટિકિટની ફાળવણી માટે ત્રણ કરોડ માંગ્યા હતા અને તેમની પાસે ચૂકવવાના પૈસા નહોતા એટલે તેમને ટિકિટ ન અપાઈ.

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) એ 12 નવેમ્બરે તેની પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડ્યા પછી રવિવારે પાર્ટીની ટિકિટોને લઈને નાટક વધુ તીવ્ર બન્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી પહેલા એક વિચિત્ર ઘટનાક્રમમાં, AAP નેતા (નામ હસીબ-ઉલ-હસન) શાસ્ત્રી પાર્કના ટાવર પર ચઢી ગયા હતા, જ્યારે તેમને 4 ડિસેમ્બરે યોજાનારી આગામી ચૂંટણી માટે ટિકિટ નકારવામાં આવી હતી.

    આ વિચિત્ર છતાં રમૂજી કૃત્યમાં, ભૂતપૂર્વ AAP કાઉન્સિલર આગામી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે તેમની પાર્ટી દ્વારા ટિકિટ વિતરણથી કથિત રીતે નાખુશ હતા. તે પછી તેઓ ટ્રાન્સમિશન ટાવર પર ચડતા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે સ્થાનિકો, પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડ હાજર હતા.

    પક્ષ દ્વારા તેમને આગામી ચૂંટણીમાં ટિકિટ મળવાનું વચન આપવામાં આવ્યું હોવાનો દાવો કરીને હસને શનિવારે પાર્ટી કાર્યાલયમાં પોતાના તમામ અંગત દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમ છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના દસ્તાવેજો તેમને પરત કરવામાં આવ્યા ન હતા તેથી તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે નહીં.

    - Advertisement -

    તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે પાર્ટીના નેતાઓ આતિષી, દુર્ગેશ પાઠક અને સંજય સિંહે ટિકિટની ફાળવણી માટે ત્રણ કરોડ માંગ્યા હતા અને તેમની પાસે ચૂકવવાના પૈસા નહોતા એટલે તેમને ટિકિટ અપાઈ ન હતી.

    આપ અને ભાજપે બહાર પડી હતી ઉમેદવારોની યાદી

    આમ આદમી પાર્ટી (AAP) એ રવિવારે 4 ડિસેમ્બરે યોજાનારી દિલ્હીના 250 વોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી માટે 117 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. “આગામી MCD ચૂંટણીઓ માટે અમારા ઉમેદવારોની 2જી યાદી અહીં છે! બધાને અભિનંદન. દિલ્હી ભાજપ દ્વારા ભેટમાં આપેલા ‘3 કચરાના પહાડો’ સાફ કરવા માટે ‘ઝાડુને મત આપશે’,” AAP એ ઉમેદવારોની યાદી સાથે ટ્વિટ કર્યું હતું.

    ભાજપ દ્વારા નાગરિક સંસ્થાની ચૂંટણી માટે 232 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કર્યાના થોડા સમય બાદ AAPની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. 14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે અને 16 નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં