કેનેડાનાં (Canada) હિંદુ સમૂહોનો આરોપ છે કે મંદિરોની સુરક્ષા માટે ત્યાંની પોલીસ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, પીલ પોલીસે (Peel Police) સુરક્ષા પૂરી પાડવા માટે હિંદુ સંગઠનો પાસેથી 70,000 ડોલરની માંગણી કરી હતી, જેને લઈને નવો વિવાદ સર્જાયો છે.
સંગઠનોનું કહેવું છે કે ટ્રુડો સરકાર તેમના મૂળભૂત અધિકારો પર તરાપ મારી રહી છે અને તેઓ પણ એક કરદાતા છે તો આખરે પોલીસ પૈસા શા માટે માંગી રહી છે. સમૂહોએ કહ્યું કે, પીલ પોલીસ અમારી સમસ્યાઓનું સમાધાન કરવાના સ્થાને દબાણ કરી રહી છે.
આ માટે ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા પોલીસ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. ખાલિસ્તાનીઓ એક પછી એક હિંદુ મંદિરોના કાર્યક્રમો રદ કરવામાં આવે તે માટે કાવતરાં કરી રહ્યાં છે અને તેમાં સહકાર મળી રહ્યો છે પોલીસનો પણ.
ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એક લઘુમતી સમુદાયની સુરક્ષા કરવા માટે પોલીસ પૈસા માંગી રહી હોય તેવો આ વિશ્વનો એકમાત્ર કિસ્સો છે.