ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને ઉભી થયેલી અવ્યવસ્થા બાદ ઉત્તરાખંડ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અધિકારીઓને સતત મોનીટરીંગ કરવાના નિર્દેશ પણ આપવામાં અવાય છે. આ સાથે જ યાત્રીઓને આગ્રહ કરીને કહેવામાં અવાયું છે કે તેઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ જ ચારધામ યાત્રાએ આવે. આ સાથે જ પ્રશાસન દ્વારા યાત્રાધામના મંદિર પરિસરના 200 મીટરના દાયરામાં મોબાઈલ ફોનના ઉપયોગને વર્જિત કરી દીધો છે.
આ મામલે ઉત્તરાખંડના મહાસચિવ રાધા રતૂડીએ મીડિયાના માધ્યમથી યાત્રીઓને જણાવ્યું હતું કે, “ગંગોત્રી, યમુનોત્રી અને બદ્રીનાથજીના કપાટ ખુલ્ય બાદ ચારધામની યાત્રા ચરમ પર છે. આખા દેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગત વર્ષની તુલનામાં બે-ગણા શ્રધ્ધાળુઓ આ વખતે અહીં આવ્યા છે. તેના માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેનાથી તમામ શ્રધ્ધાળુઓ સુરક્ષિત રહે અને યાત્રા સુગમ રહે. વ્યવસ્થાના ભાગરૂપે પર્યટન વિભાગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ જ યાત્રાળુઓએ ઉત્તરાખંડમાં આવવાનું રહેશે.”
"सभी श्रद्धालुओं की सुरक्षा एवं सुगम यात्रा के लिए प्रशासन द्वारा यह व्यवस्था बनाई गई है कि पर्यटन विभाग की वेबसाइट पर रजिस्ट्रेशन के बाद ही श्रद्धालु यात्रा पर आएं।" : श्रीमती राधा रतूड़ी, मुख्य सचिव, उत्तराखण्ड pic.twitter.com/5PxQweLZVp
— Uttarakhand DIPR (@DIPR_UK) May 16, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “યાત્રાળુઓની સુખાકારી અને વ્યવસ્થાની દ્રષ્ટીએ પણ તે જરૂરી છે કે યાત્રાળુઓ નોંધણી બાદ જ ઉત્તરાખંડ આવે. અમે આ માટે તમામ પ્રદેશોના સચિવોને પત્ર લખીને સૂચિત કરી રહ્યા છીએ કે તેમના પ્રદેશમાં જાહેર કરી દેવામાં આવે કે કોઈ પણ શ્રદ્ધાળુ અનરજીસ્ટર્ડ રીતે કે પછી અનરજીસ્ટર્ડ વાહન લઈને ઉત્તરાખંડમાં ન આવે. ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવશે. વગર રજીસ્ટ્રેશન માટે આવનાર લોકોને પરત મોકલી દેવામાં આવશે. સાથે જ યાત્રામાં ખલેલ ન પહોંચે તે માટે ચારો ધામના મંદિર પરિસરના 200 મીટરના દાયરામાં મોબાઈલ ફોન વર્જિત કરી દેવામાં આવ્યા છે. નિર્દેશનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ સહિત પ્રશાસનિક નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. યાત્રાના તમામ પડવોમાં યાત્રાળુઓ માટે પીવાના પાણી, ભોજન અને શૌચાલય સહિતની પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.”
સોશિયલ મીડિયામાં રીલ બનાવી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે પણ લાલ આંખ
આટલુજ નહીં, ઉત્તરાખંડ પ્રશાસને સોશિયલ મીડિયામાં રીલ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરતા યુઝરો વિરુદ્ધ પણ લાલ આંખ કરવામાં આવી છે. આ મામલે સચિવ રાધા રતૂડીએ કહ્યું હતું કે, “જે લોકો રીલ્સ બનાવીને ખોટો સંદેશ આપી રહ્યા છે, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. કારણકે તે પણ એક ગુનો છે અને અમે તેમના પર FIR કરીશું. કારણકે જો તમે યાત્રા માટે જઈ રહ્યા છો, શ્રધ્ધા અને આસ્થા સાથે એક મંદિરમાં જઈને રીલ્સ બનાવી રહ્યા છો તે ખૂબ જ ખોટી બાબત છે. તેનો અર્થ તે થયો કે તમે આસ્થાથી નથી જઈ રહ્યા, એમ જ ફરવા જઈ રહ્યા છે. આમ કરીને તમે તેવા લોકોને અડચણ રૂપ થઈ રહ્યા છો જેઓ આસ્થ અને શ્રધ્ધાથી આવી રહ્યા છે.”
— Uttarakhand DIPR (@DIPR_UK) May 16, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “કોઈની પણ આસ્થાને ઠેસ ન પહોંચે, જે લોકો પૂર્ણ શ્રધ્ધાથી મંદિરમાં જઈ રહ્યા છે તેમને ખલેલ ન કરવામાં આવે. જે લોકો રીલ્સ બનાવીને ખોટી અફવાહો ફેલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.” આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશના વિભિન્ન ભાગોથી આવતા લોકો આટલું ઊંચાઈ પર આવીને અસ્વસ્થ થાય છે. જે લોકોને કાર્ડિયાક ઈશ્યુ હોય તેઓ પોતાનું મેડીકલ પરિક્ષણ કરીને પછી જ આવે. સાથે જ અહીં આવીને જો કોઈ ત્કીફ જણાય તો પ્રશાસન દ્વારા નિયુક્ત ચિકિત્સકને મળીને તરત જ હેલ્થ ચેકઅપ કરાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્તરાખંડ પ્રશાસન નથી ઇચ્છતું કે યાત્રામાં આવનાર એક પણ શ્રદ્ધાળુ અસ્વસ્થ થાય.