Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાતસુરતના ભટારમાં નોનવેજની લારી ચલાવતા શોયેબ શેખે હિંદુ સગીરાને ફસાવી, 10 મહિના...

    સુરતના ભટારમાં નોનવેજની લારી ચલાવતા શોયેબ શેખે હિંદુ સગીરાને ફસાવી, 10 મહિના સુધી બળજબરીથી શરીર ચૂંથ્યું: જાહેર બગીચામાં પણ કર્યો બળાત્કાર, થઇ ધરપકડ

    જો એ શાળાએ કે ટ્યુશન જવા ઘરની બહાર નીકળશે તો શોયેબ ફરી તેને પકડી લેશે અને તેના પર બળાત્કાર કરશે એ ડરના કારણે છેલ્લા 15 દિવસથી સગીરાએ શાળાએ અને ટ્યુશને જવાનું બંધ કરી દીધું હતું.

    - Advertisement -

    સુરતમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓ અને સગીરાઓને ફસાવીને તેમના શરીર ચૂંથવાની જાણે સ્પર્ધા ચાલી રહી હોય એમ રોજ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક તાજો કિસ્સો સુરતના જ ભટારમાં સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ યુવક શોયેબ શફી શેખે હિંદુ સગીરાને ફસાવી હતી અને 10 મહિના સુધી જુદી જુદી જગ્યાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યા હતા.

    અહેવાલો અનુસાર આરોપી યુવક શોયેબ શફી શેખ સુરતના ભટારમાં રહે છે અને નોનવેજની લારી ચલાવે છે. તે એક સ્થાનિક હિંદુ સગીરા પાછળ પડ્યો હતો. તે જયારે શાળાએ જતી ત્યારે તેનો પીછો કરતો હતો. કોઈક રીતે તેણે પીડિતાનો નંબર મેળવી લીધો અને તેને વોટ્સએપમાં કોલ મેસેજ કરવા લાગ્યો હતો. આગળ જતા તેણે તે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

    તારા પરિવાર કરતા સારી રીતે રાખીશ

    સગીરા જયારે શરૂઆતમાં તેની વાતોમાં ના આવી, તો તેણે તેને, “હું તને પ્રેમ કરું છું, તારા પરિવાર કરતા સારી રીતે રાખીશ” જેવી વાતો કરીને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે તે તેમાં સફળ રહ્યો અને એક વાર જયારે પોતાના ઘરે કોઈ નહોતું ત્યારે સગીરાને કોઈક બહાને પોતાના ઘરે બોલાવી અને તેના પર પ્રથમવાર બળજબરીથી બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ પીડિતા ગર્ભવતી બની ગઈ હતી તો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં શંકા ગઈ તો પરિજનોએ પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી.

    - Advertisement -

    જે બાદ 10 મહિના સુધી શોયેબ અવારનવાર સગીરાને પોતાના ઘરે લઇ જતો અને દુષ્કર્મ કરતો રહ્યો. યુવતીની માતાએ કરેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપી આ સગીરાને સુરતના અલથાણ ગાર્ડનમાં પણ મળવા બોલાવતો હતો અને ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ કર્યા હતા.

    સગીરાએ શાળાએ જવાનું બંધ કરી દેતા ભાંડો ફૂટ્યો

    10 મહિનાથી શોયેબ દ્વારા જબરદસ્તી બળાત્કારનો ભોગ બનતી સગીરા આખરે તેનાથી ત્રાસી ગઈ હતી. તેને ડર લાગતો હતો કે જો એ શાળાએ કે ટ્યુશન જવા ઘરની બહાર નીકળશે તો શોયેબ ફરી તેને પકડી લેશે અને તેના પર બળાત્કાર કરશે. માટે છેલ્લા 15 દિવસથી સગીરાએ શાળાએ અને ટ્યુશને જવાનું બંધ કરી દીધું હતું.

    દીકરીમાં આ પરિવર્તન આવતા તેની માતાને શંકા જતા પુછપરછ કરી, તો સગીરા તમામ આપવીતી તેમને જણાવી હતી. સત્ય જાણીને ડઘાઈ ગયેલી માટે તુરંત જ ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી સામે ફરિયાદ કરી હતી.

    પોલીસે માતાની અરજી પર આરોપી સામે બળાત્કાર અને POCSO અંતર્ગત ફરિયાદ નોંધી અને શોયેબ શફી શેખની ધરપકડ કરી હતી. હાલ આ વિષયમાં વધુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં