Tuesday, May 7, 2024
More
    હોમપેજક્રાઈમશાકિબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી હિંદુ યુવતી, પંખે લટકેલી મળી લાશ...: જિમમાં...

    શાકિબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી હિંદુ યુવતી, પંખે લટકેલી મળી લાશ…: જિમમાં થઇ હતી મુલાકાત, આરોપી પકડાયો

    થોડા દિવસો પહેલાં જ પિંકીએ તેના પરિવારને જણાવ્યું હતું કે, શાકિબ અને તેના અબ્બા મુસ્તફા ખાન તેને આત્મહત્યા કરવા માટે મજબુર કરી રહ્યા છે. એટલું જ નહીં મુસ્તફા સામે પિંકી પર પોતાના પુત્રને છોડી દેવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી ગુરુવારે (31 ઓગસ્ટ, 2023) પિંકી ગુપ્તા નામની એક યુવતીની લટકતી લાશ મળી. મૃતક પિંકીના પરિવારજનોનું કહેવું છે કે, તે શાકિબ નામના છોકરા સાથે લગભગ 4 વર્ષોથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. મૃતક અને આરોપી શાકિબની મુલાકાત એક જિમમાં થઈ હતી. પિંકીના પરિવારજનોએ આરોપી પર તેમની પુત્રીની હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે FIR દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

    રિપોર્ટ અનુસાર, મામલો ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના વૈશાલી વિસ્તારમાં રહેતા રાજુ ગુપ્તાએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બહેન પિંકી આશરે 4 વર્ષથી ગાઝીપુરના રહેવાશી શાકિબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, શાકિબ તેની બહેનને દરરોજ ત્રાસ આપતો હતો અને આપઘાત કરવા માટે ઉશ્કેરતો હતો.

    થોડા દિવસો પહેલાં જ પિંકીએ તેના પરિવારને જણાવ્યું હતું કે, શાકિબ અને તેના અબ્બા મુસ્તફા ખાન તેને આત્મહત્યા કરવા માટે મજબુર કરી રહ્યા છે. એટલું જ નહીં મુસ્તફા સામે પિંકી પર પોતાના પુત્રને છોડી દેવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. પિંકીના ભાઈ રાજુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેની બહેને 31 ઓગસ્ટની રાત્રે અંદાજે 10:30 વાગ્યે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઑપઈન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ગાઝિયાબાદ પોલીસે રાજુ ગુપ્તાની ફરિયાદ બાદ શાકિબ અને મુસ્તફા ખાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે ACP ઈન્દિરાપુરમે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ 31 ઓગસ્ટની રાત્રે 11થી 11:30 વચ્ચે થઇ હતી.

    તેમણે ઉમેર્યું કે, સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. રૂમની તપાસ દરમિયાન પોલીસને પિંકીની એક ડાયરી મળી હતી. પિંકી વર્ષ 2021થી આ ડાયરીની સંભાળ રાખતી હોવાનું બહાર આવ્યુ હતું. ડાયરીમાં ઘણાં પાનાં લખેલાં મળ્યાં છે. જેને વાંચીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. જ્યારે મુખ્ય આરોપી શાકિબની ધરપકડ કરી લેવામાં આવી છે.

    ઑપઈન્ડિયાએ આ મામલે ફરિયાદી રાજુ ગુપ્તા સાથે પણ વાત કરી હતી. ગુપ્તાએ જણાવ્યું કે, તેની બહેન પિંકી કૌશામ્બીમાં આવેલ શૉપ્રિક્સ મોલ ખાતે રેડ રોક્સ જિમમાં નોકરી કરતી હતી. ત્યાં શાકિબ પણ આવતો હતો. ત્યાં જ બંને વચ્ચે ઓળખ થઇ હતી ત્યારબાદ તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હતાં.

    મૂળ રીતે શાકિબ દિલ્હીના ગાઝીપુરમાં ડેરીનું કામ કરે છે. FIRનો ઉલ્લેખ કરતાં રાજુ ગુપ્તાએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો ઇજા થઇ હોવાનું સામે આવશે તો એ પ્રમાણે શાકિબ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ કેસનો બીજો આરોપી શાકિબનો અબ્બા મુસ્તફા ખાન હજુ પકડાયો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં