Thursday, April 25, 2024
More
  હોમપેજક્રાઈમસગીરે તોડી જનેઉ, પઢવા લાગ્યો નમાજ: પ્રયાગરાજમાં ગાઝિયાબાદ જેવી ધર્માંતરણની 'ગેમ' રમાઈ,...

  સગીરે તોડી જનેઉ, પઢવા લાગ્યો નમાજ: પ્રયાગરાજમાં ગાઝિયાબાદ જેવી ધર્માંતરણની ‘ગેમ’ રમાઈ, માસ્ટરમાઇન્ડ શાહનવાઝ ઉર્ફે બદ્દો મહારાષ્ટ્રમાંથી ઝડપાયો

  જ્યારે તે મજારો પર જતો ત્યારે તે ઉર્દૂમાં લખેલી પ્રાર્થનાઓને ચુંબન કરતો હતો. તેણે તેના પિતાની ઈ-રિક્ષામાં મંદિરનો ફોટો કાઢ્યો અને તેના પર મસ્જિદનું સ્ટીકર ચોંટાડ્યું. જ્યારે પરિવારની સમજાવટની તેના પર કોઈ અસર ન થઈ, ત્યારે તેને પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલના મનોચિકિત્સકોને બતાવવામાં આવ્યો.

  - Advertisement -

  ગાઝિયાબાદ બાદ હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી પણ ઓનલાઈન ગેમ દ્વારા સગીરનું બ્રેઈનવોશ કરવાનો મામલો સામે આવ્યો છે. આ 16 વર્ષનો છોકરોની હવે તેના પરિવારના સભ્યો માનસિક સારવાર કરાવી રહ્યા છે. કહેવાય છે કે છોકરાએ જનેઉ તોડીને નમાઝ પઢવાનું શરૂ કરી દીધું હતું. તેણે જાળીદાર ટોપી પહેરવા માંડી હતી. બીજી તરફ, ગાઝિયાબાદ ધર્માંતરણ રેકેટનો માસ્ટરમાઈન્ડ શાહનવાઝ ખાન ઉર્ફે બદ્દો રવિવારે (11 જૂન, 2023) મહારાષ્ટ્રના થાણેથી ઝડપાયો હતો.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલો કેસ પ્રયાગરાજના ઝાલવા વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય હિંદુ છોકરાનો છે જે છેલ્લા 6 વર્ષથી તેના માતા-પિતા અને 4 અન્ય ભાઈ-બહેનો સાથે અહીં રહે છે. મૂળભૂત રીતે આ પરિવાર ચિત્રકૂટનો છે. છોકરાના પિતા પરિવારનું ભરણપોષણ કરવા ઈ-રિક્ષા ચલાવતા હતા. છોકરાની માતાના કહેવા પ્રમાણે, થોડા સમયથી તેના પુત્રના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો છે. સગીર હિંદુ યુવકે જનેઉ તોડીને જાળીદાર ટોપી પહેરવાનું શરૂ કર્યું. વારંવાર મસ્જિદ જવાનું શરૂ કર્યું.

  જણાવવામાં આવી રહ્યું છે કે સગીર ઘરમાં કવ્વાલી સાંભળવા લાગ્યો હતો. જ્યારે તે મજારો પર જતો ત્યારે તે ઉર્દૂમાં લખેલી પ્રાર્થનાઓને ચુંબન કરતો હતો. તેણે તેના પિતાની ઈ-રિક્ષામાં મંદિરનો ફોટો કાઢ્યો અને તેના પર મસ્જિદનું સ્ટીકર ચોંટાડ્યું. જ્યારે પરિવારની સમજાવટની તેના પર કોઈ અસર ન થઈ, ત્યારે તેને પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલના મનોચિકિત્સકોને બતાવવામાં આવ્યો.

  - Advertisement -

  મનોચિકિત્સક પાસે જતા ભાંડો ફૂટ્યો

  જ્યારે મનોચિકિત્સકોએ છોકરા સાથે વાત કરી તો તેણે કહ્યું કે ચાર મુસ્લિમ છોકરાઓ તેનું ધર્માંતરણ કરવા માગે છે. તેઓ હિંદુ ધર્મ વિશે ભડકાવીને તેનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. તે આ મુસ્લિમ મિત્રોને મોબાઈલ ગેમિંગ એપ દ્વારા મળ્યો હતો.

  આ ચારેય છોકરાઓ પ્રયાગરાજના જ ચકિયા વિસ્તારના રહેવાસી હતા. થોડા સમય પહેલા ગોળીબારમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદનું ઘર આ ચકિયા વિસ્તારમાં આવે છે. ડૉક્ટરોએ છોકરાને દવાઓ આપી છે. હાલમાં પીડિત ખૂબ જ ડરી ગયેલ હોવાનું કહેવાય છે. આ મામલો સામે આવ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોઈ ધર્માંતરણ ગેંગ સક્રિય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આવા કેટલા છોકરાઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

  સાથે જ આ સગીર યુવકે ક્યારે જનેઉ તોડીને ઇસ્લામિક પ્રાર્થનાઓ શરૂ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

  ગાઝિયાબાદ ઓનલાઈન ગેમિંગ કન્વર્ઝન ગેંગ લીડરની ધરપકડ

  ગાઝિયાબાદ ઓનલાઈન ગેમિંગ કન્વર્ઝન કેસના મુખ્ય આરોપી શાહનવાઝની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી ગાઝિયાબાદ પોલીસે તેની ધરપકડ કરવામાં મુંબઈ પોલીસની મદદ માંગી હતી. કાર્યવાહીનો સંકેત મળતા જ શાહનવાઝ ફરાર થઈ ગયો હતો. રવિવારે (11 જૂન) મુંબઈ પોલીસને તેનું લોકેશન મુંબ્રાના અલીબાગ વિસ્તારમાં મળ્યું હતું. મુંબઈ પોલીસે તાત્કાલિક દરોડો પાડી શાહનવાઝની ધરપકડ કરી હતી.

  પૂછપરછ દરમિયાન શાહનવાઝે જણાવ્યું કે ડિસેમ્બર 2021માં તે પીડિત છોકરાને ઓનલાઈન ગેમ દરમિયાન મળ્યો હતો. થોડી વાર પછી બંને ગેમ જીતવાની ટ્રીક વગેરે વિશે વાત કરવા લાગ્યા. શાહનવાઝે ઝાકિર નાઈકના ભાષણના બહાને પીડિત છોકરા સાથે પહેલીવાર ધાર્મિક ચર્ચા કરી હતી. પોલીસે 23 વર્ષીય શાહનવાઝનો મોબાઈલ અને કોમ્પ્યુટર જપ્ત કર્યું છે.

  નોંધનીય છે કે ગાઝિયાબાદ પોલીસે 30 મેના રોજ એફઆઈઆર નોંધીને ઓનલાઈન કન્વર્ઝનના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્કના વાયર 4 રાજ્યોમાં જોડાયેલા જોવા મળ્યા હતા. આ કન્વર્ઝન રેકેટનો આરોપી ગેમના બહાને સગીર બાળકોને બ્રેઈનવોશ કરતો હતો. આ માટે પાકિસ્તાની મૌલાનાઓના વીડિયો બતાવવામાં આવ્યા હતા.

  કઈ રીતે ચાલે છે ગેમિંગ દ્વારા ધર્માંતરણનું નેટવર્ક

  ઉલ્લેખનીય છે કે, ઇસ્લામવાદીઓ ઓનલાઈન ગેમિંગના શોખીન ટીનેજ બાળકોને એટલે જ નિશાન બનાવતા હતા જેથી બાળમાનસ સાથે છેડછાડ કરીને ધર્માંતરણ કરાવવાનું તેમનું લક્ષ્ય સરળ બની જાય. આ મામલે ‘ફોર્ટનાઈટ’ અને ‘ડિસ્કોર્ડ’ એમ બે ઍપના નામ સામે આવ્યા છે. હવે ગેમિંગની આડમાં ઇસ્લામવાદીઓ કઈ રીતે ‘જેહાદ ગેમ’ રમે છે, એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા ઑપઇન્ડિયાએ એક ખાસ એક્સપ્લેનર પણ બનાવ્યું હતું જે આપ અહીં વાંચી શકો છો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં