ગાંધીનગરના એક મુસ્લિમ યુવકે એક હિંદુ યુવતીના પિતાને ધમકી આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર 22માં રહેતી એક હિંદુ યુવતી સાથે યુવક દીવાન કાસમે રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. મેરેજ સમયે મુસ્લિમ યુવકે યુવતીએ પહેરેલા સોનાના દાગીના પણ લઈ લીધા હતા. તેણે યુવતીના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. તેણે તેમની પુત્રીને લઈને લઈને સેક્ટર 29 મસ્જિદ પાસે આવવા કહ્યું હતું અને આમ ન કરવા પર ટોળું લઈ આવીને બળજબરીથી નિકાહ પઢાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને યુવતીના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર ગાંધીનગર સેક્ટર 22માં રહેતા અને એક સરકારી કચેરીમાં નોકરી કરતાં હિંદુ યુવતીના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં દીવાન કાસમ નામના મુસ્લિમ યુવાન સામે ગુનો નોંધવા માટે અરજી કરી હતી. તેમની અંદાજિત 18 વર્ષીય પુત્રી ગત 31 જુલાઈના રોજ ઘરે મોડી આવી હતી. ઘરમાં આવતા તેને માતાપિતાએ મોડી આવ્યાનું કારણ પૂછતાં તેણે બહેનપણીના જન્મદિવસની ઉજવણીમાં ગઈ હોવાનું કહ્યું હતું. તે સમયે યુવતીને પહેરાવવામાં આવેલા સોનાના દાગીનામાં બે બુટ્ટી, વીંટી અને ચાંદીની સેરો તેની પાસે જોવા મળી ન હતી. માતા-પિતા દ્વારા વારંવાર પૂછવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે 19 ઓગસ્ટના રોજ તેમના ઘરે એક કાગળ આવ્યો હતો. જેમાં દીકરીએ દીવાન કાસમ નામના મુસ્લિમ યુવક સાથે રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હોવાનું સામે આવ્યું હતું.
જાનથી મારી નાખવાની ધમકી આપી
માતાપિતાએ યુવતીને લગ્ન રદ કરવાનું કહેતા યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ આ બાબત તેણે દીવાન કાસમ સુધી પહોંચાડી દેતા, કાસમે યુવતીના પિતાને ગાંધીનગરના સેક્ટર 22 આયુર્વેદિક હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. પિતા મળવા ગયા તે દરમિયાન દીવાન કાસમ ધમકી આપતા કહેવા લાગ્યો હતો કે, “તમારી દીકરી મારી પત્ની છે, તેને કોઈ ત્રાસ આપવો નહીં. મારે તેની સાથે કાયદેસરના મૌલવી પાસે નિકાહ પઢવાના છે. તમે બધા તૈયાર થઈને આવી જજો અને મુસ્લિમ જ્ઞાતિના રીવાજ મુજબના કપડાં, 5 તોલા દાગીના લઈને આવજો. તમારી દીકરીના દાગીના પણ મારી પાસે છે, દાગીના બાબતે મારી પત્ની એટલે કે તમારી દીકરીને કઈ પૂછતાં પણ નહીં. નહીં તો હું તમને ત્રણેય જણાને રાત્રે ઘરમાં આવીને જાનથી મારી નાખીશ.”
ગાંધીનગરમાં નોંધાઈ લવ જેહાદની ફરિયાદ, યુવતીના પિતાને મારી નાંખવાની ધમકીનો આરોપ#LoveJihad #Gujarat #News pic.twitter.com/tz8w5p3YAw
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2023
આવી ધમકી આપતા લાચાર પિતાએ દીવાન કાસમ નામના મુસ્લિમ યુવક વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા અરજી આપી હતી. પિતાએ ડર વ્યક્ત કર્યો હતો કે, કાસમ તેમના ઘરે આવીને દીકરીનું અપહરણ કરીને લઈ જશે. હાલ આ સમગ્ર બનાવને ધ્યાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.