રાજધાની દિલ્હીમાં એક જઘન્ય હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષીય કિશોરીની એક સાહિલ નામના યુવકે સરાજાહેર ચાકુ મારીને હત્યા કરી નાંખી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
દિલ્હીમાં બનેલી આ ભયાવહ ઘટના શહેરના શાહબાદ ડેરી વિસ્તારની છે. મૃતક યુવતીની ઓળખ સાક્ષી જ્યારે આરોપીની ઓળખ સાહિલ (પિતાનું નામ સરફરાઝ) તરીકે થઇ છે. જાણવા મળ્યા અનુસાર, બંને વચ્ચે પ્રેમ સબંધ હતો અને તાજેતરમાં જ ઝઘડો થયો હતો. ત્યારબાદ સાહિલે યુવતી પર સરાજાહેર ચાકુ વડે હુમલો કરીને હત્યા કરી નાંખી હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ઈસમ કિશોરીને ચાકુ વડે મારતો જોવા મળે છે. ઉપરાછાપરી 20 જેટલા ઘા વાગ્યા બાદ કિશોરી ઢળી પડે છે. ત્યારબાદ આરોપી ઈસમ તેને પથ્થર વડે મારતો જોવા મળે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બની ત્યારે ત્યાં આસપાસથી લોકો પસાર થઇ રહ્યા હતા અને તેમની વચ્ચે આ બધું બન્યું હતું.
Disturbing visuals ‼️
— BALA (@erbmjha) May 29, 2023
Man named Sahil (father's name Sarfaraz ) stabbed a minor Hindu girl multiple times, leaving her in a pool of blood in Delhi.
People stood watching & nobody came forward to save her. Minor girl succumbed to injuries during treatment.
Horrible horrible… pic.twitter.com/1WpMVTUGVT
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક અને આરોપી સાહિલ બંને વચ્ચે પ્રેમ સબંધ હતો પરંતુ ગઈકાલે તેમનો ઝઘડો થઇ ગયો હતો. કિશોરી તેની બહેનપણીના ભાઈની બર્થ-ડે પાર્ટીમાં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યારે સાહિલે અચાનક તેને રસ્તે રોકીને ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પથ્થર વડે ઘા કર્યા હતા. પોલીસે સાહિલ સામે IPCની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલ તે ફરાર છે અને શોધખોળ ચાલી રહી છે.
ઘટના બાદ કોઈકે પોલીસને જાણ કરતાં એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે કિશોરી ગલીમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એક યુવકે તેને રોકી અને બંને વચ્ચે બોલાચાલી થઇ. ત્યારબાદ હત્યાના ઇરાદે આવેલા ઈસમે ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને તાબડતોડ અનેક ઘા કરી દીધા હતા. એટલાથી મન ન ભરાયું તો તેણે પથ્થર વડે હુમલો કર્યો હતો.
હુમલા બાદ કિશોરીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પરંતુ બચી શકી ન હતી. તેના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાહિલ સામે આઇપીસીની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.