Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ યુવતી ફસાવવા અતીક બન્યો આરવ, સોશિયલ મીડિયામાં તિલકવાળા મુકતો ફોટા: 'ધ...

    હિંદુ યુવતી ફસાવવા અતીક બન્યો આરવ, સોશિયલ મીડિયામાં તિલકવાળા મુકતો ફોટા: ‘ધ કેરાલા સ્ટોરી’ જોયા બાદ યુવતીએ મુક્યો પડતો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

    તેણે હિંદુ યુવતીને સાથે રહેવા મજબુર કરવા માટે આપઘાત કરવાનું ખોટું તરકટ પણ રચ્યું હતું, જેમાં તેણે 3 વાર ખાનગી દવાખાનામાં અને 1 વાર યુવતીના ઘર પાસે ઝેરી દવા પી લીધી હોવાનું નાટક કરી યુવતી અને તેના પરિવારને માનસિક પ્રતાડના આપી હતી.

    - Advertisement -

    ધ કેરાલા સ્ટોરી ફિલ્મ રીલીઝ થયા બાદ હિંદુ યુવતીઓમાં તેનો ખાસ્સો એવો પ્રભાવ જોવા મળી રહ્યો છે. અનેક યુવતીઓ પોતે ફિલ્મ જોઈ વધુ જાગૃત અને સચેત બની હોવાના નિવેદનો આપતા અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા રહે છે. તેવામાં ભરૂચમાં ધ કેરાલા સ્ટોરી જોઈ હિંદુ યુવતીએ હિંદુ હોવાનો ઢોંગ રચનાર અતીક સૈયદ સાથેના સબંધો પર પુર્ણવિરામ મૂકી દીધું છે.

    મળતી માહિતી અનુસાર ભરૂચ સ્ટેશન વિસ્તારમાં રહેતા અતીક સૈયદ નામના મુસ્લિમ યુવકે શક્તિનાથ વિસ્તારમાં રહેતી એક હિંદુ યુવતીને ફસાવી અને રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. આટલું જ નહીં તેણે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો હોવાનું તુત રચીને આરવ પરમાર નામ પણ રાખી લીધું હતું. જોકે હિંદુ યુવતીએ તાજેતરમાં રીલીઝ થયેલી ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોતા જ મુસ્લિમ યુવક સાથે પોતાના સબંધો પૂર્ણ કરી દીધા હતા.

    મીડિયા રીપોર્ટ અનુસાર ભરૂચમાં હિંદુ યુવતીએ અતીક સૈયદને જાકારો દેવાની આ ઘટનામાં વિસ્તૃત માહિતી તેવી છે કે અતીક સૈયદે હિંદુ યુવતીને ફસાવ્યા બાદ વડોદરા ખાતે તેની સાથે રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. પરંતુ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોયા બાદ યુવતીએ મુસ્લિમ યુવક સાથે રહેવાનું માંડી વાળતાં અતીક યુવતીને સાથે રાખવા માટે દબાણ ઉભું કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયામાં સતત પોતાના તિલક વાળા ફોટા અને પોતે હિંદુ હોવાના દાવાઓ કરતી પોસ્ટ અપલોડ કરી રહ્યો છે.

    - Advertisement -

    તો બીજી તરફ હિંદુ યુવતીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈને પોતાના માતાપિતા સમક્ષ તેનાથી મોટી ભૂલ થઈ ગઈ હોવાનું સ્વીકાર્યું છે, અને કહ્યું હતું કે “અતીકે મને ફોસલાવીને લગ્ન કર્યા છે અને હવે મને સાથે રહેવા દબાણ કરે છે.” યુવતીએ પોતાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માતાપિતાની મદદ માંગી હતી.

    પોતે હિંદુ હોવાનું તરકટ કરી દવા પીવાનું નાટક કર્યું

    મીડિયા રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર અતીક સૈયદે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે સપનામાં મહાદેવ આવ્યાં હોવાનું કહીને પોતે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો હોવાનું કહી રહ્યો છે. તેણે હિંદુ યુવતીને સાથે રહેવા મજબુર કરવા માટે આપઘાત કરવાનું ખોટું તરકટ પણ રચ્યું હતું, જેમાં તેણે 3 વાર ખાનગી દવાખાનામાં અને 1 વાર યુવતીના ઘર પાસે ઝેરી દવા પી લીધી હોવાનું નાટક કરી યુવતી અને તેના પરિવારને માનસિક પ્રતાડના આપી હતી.

    હવે તેણે પોતાના પ્રોફાઈલમાં પોતે હિંદુ ધર્મ અપનાવ્યો હોવાની વાતો કરી છે, તો બીજી તરફ અતીક પોતાના ઘરે પણ આ મામલે ધમપછાડા કરતો હોવાના કારણે તેના અબ્બુએ પોલીસ મથકે અરજી કરતા હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં