Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ સગીરાને ફોસલાવી, અપહરણ કરીને રેપ કર્યો: FIR બાદ મોરબીના બિલાલની ધરપકડ,...

    હિંદુ સગીરાને ફોસલાવી, અપહરણ કરીને રેપ કર્યો: FIR બાદ મોરબીના બિલાલની ધરપકડ, બહેનોને ઉપાડી લઇ જવાની ધમકી પણ આપી હતી

    આખરે ત્રાસી ગયેલી સગીરાએ તાજેતરમાં તેના પરિવારને સમગ્ર બાબતે જાણ કરતાં તેની માતા પોલીસ મથકે પહોંચી હતી અને આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    મોરબીમાં એક મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને ફોસલાવીને ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવતાં પોલીસે FIR દાખલ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ઈસમે પીડિતાને ઉપાડી લઇ જઈને રેપ કર્યો હતો અને ત્યારબાદ ધમકી આપી હતી. 

    આરોપીની ઓળખ બિલાલ આદમ માણેક (ઉંમર- 22 વર્ષ) તરીકે થઇ છે. પીડિત સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી બિલાલ તેનો પીછો કરતો હતો અને આંટાફેરા કરતો રહેતો હતો. એક દિવસ તે તેને લલચાવી-ફોસલાવીને વિસીપરા ખાતેના પોતાના મકાને લઇ ગયો હતો અને જ્યાં બળાત્કાર કર્યો હતો. 

    - Advertisement -

    એક જ વખત નહીં પરંતુ ચાર વર્ષમાં બિલાલે અનેક વખત સગીરા સાથે બળાત્કાર કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, તેણે સગીરાને તેની બહેન અને પિતરાઈ બહેનને ઉપાડી લઇ જવાની પણ ધમકી આપી હતી અને ‘મારા માણસોને લઈને ઘરે આવીશ અને જોઈ લઈશ’ તેમ કહીને પણ તેને ધમકાવી હતી. 

    આખરે ત્રાસી ગયેલી સગીરાએ તાજેતરમાં તેના પરિવારને સમગ્ર બાબતે જાણ કરતાં તેની માતા પોલીસ મથકે પહોંચી હતી અને આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે FIR થયા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 

    કચ્છમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો હતો

    બે દિવસ પહેલાં કચ્છના ભુજમાં એક સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી, ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યાનો કેસ નોંધાયો હતો. આ મામલે FIR દાખલ થયા બાદ આરોપી હુસૈન સમેજાની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ભુજમાં રહેતી 15 વર્ષીય પીડિતા છેલ્લા બે દિવસથી ગુમ હતી અને તેનો પરિવાર શોધી રહ્યો હતો. કોઈ પત્તો ન લાગતાં પરિજનોએ પોલીસનું શરણ લીધું હતું અને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી ભુજ શહેર બી ડિવિઝન પોલીસે પીડિતાની શોધખોળ હાથ ધરી હતી. 

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હુસૈન સમેજા નામનો ઈસમ સગીરાને ઉપાડીને લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને મળી ગયા બાદ ભુજ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી અને બીજી તરફ પીડિતાની બહેને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં