Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગીતા જ્ઞાન’ આપવામાં ફરી ગડબડ કરી બેઠા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રાને...

    ‘ગીતા જ્ઞાન’ આપવામાં ફરી ગડબડ કરી બેઠા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રાને દ્રૌપદીના સ્વયંવર સાથે સરખાવી, સોશિયલ મીડિયા પર ફજેતી થઇ

    પત્રકારના સવાલનો જવાબ સીધી રીતે ન આપીને હિંદુ શાસ્ત્રો પરથી આપવા જતાં રાહુલ ગાંધીએ ગડબડ કરી નાંખી હતી.

    - Advertisement -

    ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળેલા રાહુલ ગાંધીએ આજે ફરી ગોટાળો વાળ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તેમની યાત્રાને જાણ્યે-અજાણ્યે દ્રૌપદીના સ્વયંવર સાથે જોડી દીધી હતી. તેમણે અર્જુનનું ઉદાહરણ તો આપ્યું, પરંતુ એ અડધું ખોટું હતું. 

    કોંગ્રેસે સ્વયં પોતાના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી રાહુલ ગાંધીનો આ વિડીયો શૅર કર્યો હતો. પાર્ટીએ સાથે રાહુલ ગાંધીના કથનને ટાંક્યું હતું જેમાં રાહુલે કહ્યું હતું કે અર્જુન માછલીની આંખ પર નિશાન લગાવી રહ્યા હતા ત્યારે તેમણે એ નહતું કહ્યું કે નિશાન લગાવ્યા પછી તેઓ શું કરશે. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જ્યારે અર્જુન માછલીની આંખમાં તીર મારી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, તીર માર્યા પછી તે શું કરશે? કહ્યું હતું? નહતું કહ્યું ને? આ વાર્તાનો અર્થ ગીતામાં પણ છે. તમે કામ કરો, જે થવું હશે તે થશે. ધ્યાન કામ પર આપો. યાત્રાનો પણ એ જ વિચાર છે. તમારો (પત્રકારનો) સવાલો સારો છે. યાત્રા પછી એક બીજું કામ થશે, પછી કદાચ એક બીજું કામ થશે. પછી તમને જવાબ મળી જશે.” 

    - Advertisement -

    પત્રકારના સવાલનો જવાબ સીધી રીતે ન આપીને હિંદુ શાસ્ત્રો પરથી આપવા જતાં રાહુલ ગાંધીએ ગડબડ કરી નાંખી હતી. વાસ્તવમાં, અર્જુન પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવર માટે ગયા હતા અને જ્યાં તેમણે માછલીની આંખ વીંધી હતી. અર્જુને માછલીની આંખ વીંધી તો તે પાછળ એક ચોક્કસ મકસદ હતો, તેમને તેમનું લક્ષ્ય પહેલેથી ખબર હતું. 

    રાહુલ ગાંધીનું આ ‘જ્ઞાન’ ટ્વિટર યુઝરોને પણ પચ્યું ન હતું અને તેમાંથી કેટલાકે તેમની મજાક ઉડાવી તો કેટલાકે સાચી સમજ આપી હતી. 

    જતન આચાર્યે લખ્યું કે, હિંદુ બનવાના પ્રયાસો કરતા રાહુલ ગાંધીને કોઈએ સમજાવવું જોઈએ કે અર્જુને કેમ માછલીની આંખ વીંધી હતી. સાથે તેમણે એમ પણ લખ્યું કે, માત્ર હિંદુ ગ્રંથોના પાત્રોનો ઉલ્લેખ કરવાથી કોઈ હિંદુ નથી બની જતું. 

    એક યુઝરે કહ્યું કે, ઓછામાં ઓછું કોઈ પ્રસંગનો સાચો અર્થ તો કાઢવો જ જોઈએ. 

    દર્શન પાઠકે રમૂજ કરતાં લખ્યું કે, રાહુલ ગાંધીની મનોરંજક ક્લિપ્સ વગર તેમનું વિક-એન્ડ અધૂરું લાગે છે. 

    અન્ય પણ કેટલાક યુઝરે સમજાવ્યું હતું કે શા માટે અર્જુને માછલીની આંખ વીંધી હતી. 

    જ્યારથી રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો યાત્રા’ શરૂ થઇ છે ત્યારથી આખી કોંગ્રેસ ઇકોસિસ્ટમ રાહુલની છબી સુધારવા માટે અને તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ કોઈકને કોઈક રીતે રાહુલ ગાંધી આવી ગડબડો કરીને આ મહેનત ઉપર પાણી ફેરવી મૂકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં