Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબળાત્કાર કેસમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતા રુહાબ મેમણની ધરપકડ: મદદના બહાને...

    બળાત્કાર કેસમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતા રુહાબ મેમણની ધરપકડ: મદદના બહાને મિત્રતા કરી યુવતી સાથે રેપ કર્યો, ધમકી પણ આપી હતી

    કોલેજમાં એડમિશન વખતે આરોપી રૂહાબે તેની મદદ કરી હતી. ત્યારબાદ તેણે પીડિતા સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    છત્તીસગઢમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતા રુહાબ મેમણે વિદ્યાર્થીની સાથે બળાત્કાર હોવાના અહેવાલો મળ્યા છે. ધરપકડ કરાયેલો આરોપી રુહાબ ભૂતકાળમાં NSUIનો પ્રદેશ મહાસચિવ પણ રહી ચૂક્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે ભાનુ પ્રતાપપુરની પેટાચૂંટણીમાં પણ પાર્ટીએ તેને અગત્યની જવાબદારી સોંપી હોવાનો ખુલાસો થયો હતો. હાલ પોલીસે રૂહન મેમણની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    અહેવાલો અનુસાર પીડિતા કાંકેરની જ એક કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં એડમિશન વખતે આરોપી રૂહાબે તેની મદદ કરી હતી. ત્યારબાદ તેણે પીડિતા સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, એડમિશન દરમિયાન જ તેણે તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપી એની સાથે અવારનવાર ફોન પર વાત કરતો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે જંગલમાં લઇ જઈને NSUIના નેતા રુહાબ મેમણે વિદ્યાર્થીની પર બળાત્કાર આચર્યો હતો.

    વિદ્યાર્થીનીએ પોલીસને આપેલા નિવેદન મુજબ બુધવારે રુહાબે અભ્યાસ અને કોલેજ બાબતે વાતચીત કરવા તેને મળવા બોલાવી હતી, ત્યારબાદ બહાર જવાના બહાને પોતાની કારમાં બેસાડી હતી. ત્યારપછી તે યુવતીને બળજબરીથી સિંગારભાઠના જંગલોમાં લઇ ગયો હતો. જ્યાં રુહાબ મેમણે વિદ્યાર્થીની પર બળાત્કાર આચર્યો અને ત્યારબાદ તેને કોઈને આ વાત ન કહેવા માટે ધમકી પણ આપી હતી. પરંતુ વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ કરતાં ગુરુવારે જ રુહાબને ઝડપી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે રુહાબ મેમણની કરતૂતોની જાણ NSUIને પહેલેથી જ હતી, પણ ઘટના બાદ તેને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક એસપી શલભ સિન્હાનું આ બાબતે કહેવું છે કે વિદ્યાર્થીનીની ફરિયાદ પર FIR નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં