સુરતના ((Surat) સૈયદપુરામાં (Saiyadpura) ગણેશ પંડાલ પર મુસ્લિમો દ્વારા પથ્થ્મારા (Stone Pelting) બાદ નજીકના વિસ્તાર વરિયાવી બજાર (Variyavi Bajar) વિસ્તારમાં પણ ગણપતિ પંડાલ (Ganpati Pandal) પર કાંકરીચાળો કર્યાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે કાંદા-બટાટા અને પથ્થર ફેંકવામાં આવી રહ્યા હતા. સૈયદપુરામાં બનેલી ઘટના હજી તાજી જ છે ત્યારે સુરતમાં ફરીથી ગણપતિ પંડાલને નિશાનો બનાવવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સુરતના વરિયાવી બજાર ખાતે સમગ્ર ઘટના છેલ્લા 3 દિવસથી ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે 10 સપ્ટેમ્બરની રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ 3 રાત્રિથી ઊંઘ્યા નથી, કારણ કે રાત્રિના સમયે જ પંડાલ પર કાંદા-બટાટા ફેંકવામાં આવી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલાએ ABP ન્યુઝ સાથે વાત કરતા કહ્યું હતું કે “3 રાત્રિથી અમારે ઉજાગરા છે, કાંદા-બટાટા ફેંકે, પથ્થર ફેંકે. આજે 8 વાગ્યાથી ફેંકવાનું શરુ કર્યું હતું. આ બધો ફરતે મોમેડીયન એરિયા અને વચ્ચે અમારી સોસાયટી છે. ત્યારે અમે શું કરીએ?”
ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ 2 દિવસ પહેલા પણ પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યારે પોલીસ સમજાવટના પગલે મામલો થાળે પડી ગયો હતો. ત્યારે ફરીથી આવી ઘટના બનતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. ઑપઇન્ડિયાએ સ્થાનિક પીઆઇ અને તેમના ઉપરી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વ્યસ્તતાના કારણોસર તેમની સાથે પૂરતી વાતચીત થઈ શકી નહીં.
છેલ્લા 5-6 દિવસમાં બીજી વાર ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકવાની ઘટના સામે આવતા લોકો શહેરના બીજા ગણેશ પંડાલની સુરક્ષાની માંગણી કરી રહ્યા છે, અને દરેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત કરવા માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ અગાઉ સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી.
આ સિવાય ભરૂચમાંથી પણ મુસ્લિમોએ દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી હતી. ભરૂચના ગોકુળનગર વિસ્તારમાં હિંદુઓએ ના પાડ્યા છતાં મુસ્લિમો દ્વારા તેમના ઘર પર મઝહબી ઝંડા અને તોરણો લગાવતા મારામારી થઇ હતી. પોલીસને જાણ થતા ઘટનામાં સામેલ આરોપીઓને ઘરમાંથી કાઢીને ડીટેઈન કરવામાં આવ્યા હતા.