મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “આજે આસામની દીકરીઓ માટે ઐતિહાસિક દિવસ છે. આસામ વિધાનસભાએ મુસ્લિમ વિવાહ પંજીકરણ બિલ 2024ને પાસ કરી દીધું છે. આ નવો કાયદો લાગુ થયા બાદ સગીરા સાથે વિવાહનું રજીસ્ટ્રેશન એક કાયદાકીય અપરાધ ગણવામાં આવશે. આ સિવાય મુસ્લિમ વિવાહનું રજિસ્ટ્રેશન હવે કાજી નહીં પરંતુ સરકાર કરશે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “અમારી સરકારનો એક જ ઉદ્દેશ્ય છે કે દીકરી મુસ્લિમ હોય કે હિંદુ તેની સાથે અન્યાય થવો જોઈએ નહીં.” તેમણે આસામની જનતાને અપીલ કરી હતી કે તેઓ પણ આ કાયદા માટે લીધેલા નિર્ણય અંગે સરકારને સહકાર આપે. તેમણે એમ પણ લખ્યું હતું કે આ પ્રથા હવે ઇતિહાસનાં પુસ્તકો સુધી જ મર્યાદિત રહેવી જોઈએ, આધુનિક સમયમાં તેનું કોઈ જ સ્થાન નથી.”
आज असम की बेटियों के लिए एक ऐतिहासिक दिन है। असम विधानसभा ने मुस्लिम विवाह पंजीकरण विधेयक 2024 को पारित कर दिया है। इस नए कानून के लागू होने के बाद नाबालिका से विवाह की पंजीकरण एक कानूनी अपराध माना जाएगा। इसके अलावा, मुस्लिम विवाह की पंजीकरण अब काज़ी नही, सरकार करेगी।
— Himanta Biswa Sarma (@himantabiswa) August 29, 2024
हमारी… pic.twitter.com/PDznvSpYcd
મંત્રી જોગેન મોહને રજૂ કર્યું હતું બિલ
ઉલ્લેખનીય છે કે 22 ઑગસ્ટે મંત્રી જોગેન મોહન દ્વારા આસામ મુસ્લિમ નિકાહ અને તલાક રજિસ્ટ્રેશન અધિનિયમ 1935 અને આસામ નિરસન અધ્યાદેશ 2024ને સમાપ્ત કરવા માટે આસામ નિરસન બિલ 2024 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતો. તેમણે વિધેયક રજૂ કરવાના ઉદ્દેશ્ય અને તેની પાછળના કારણને રજૂ કરતાં કહ્યું હતું કે, પુરુષોમાં 21 વર્ષથી ઓછી વય ધરાવતા અને મહિલાઓમાં 18 વર્ષથી ઓછી આયુ ધરાવતા લોકોના નિકાહ રજિસ્ટર થવાની શક્યતાઓ નહીં રહે. તેમના જણાવ્યા અનુસાર આ પહેલા જૂના નિયમોમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હતી જેમાં સગીર વયના બાળકોના નિકાહ પર નજર રાખી શકાય, તેના દુષ્પ્રભાવ સ્વરૂપ કોર્ટમાં મોટી સંખ્યામાં આ પ્રકારના કેસ વધ્યા હતા.
બિલ રજૂ થયું ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “1935ના કાયદા અનુસાર આસામના મુસલમાનોના નિકાહ અને તલાકનું રજિસ્ટ્રેશન સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું હતું અને તેમાં વાલીઓને સગીર બાળકોના નિકાહ રજિસ્ટ્રેશન કરવાનું આવેદન આપવાનો અધિકાર હતો. નવા કાયદાથી મુસ્લિમ નિકાહ અને સંચાલન પર કોઈ જ અસર નહીં થાય. તેમાં માત્ર કાઝીઓની જગ્યાએ હવે સરકારી અધિકારીઓ દ્વારા નિકાહનું અને તલાકનું રજિસ્ટ્રેશન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેની સાથે-સાથે સગીર બાળકોના નિકાહ રજિસ્ટ્રેશન પર પણ રોક લગાવવામાં આવી છે.”