Tuesday, October 22, 2024
More
    હોમપેજગુજરાત6000 પાના, 100 સાક્ષીઓના નિવેદનો અને માત્ર 17 દિવસનો સમય: ભાયલી સામૂહિક...

    6000 પાના, 100 સાક્ષીઓના નિવેદનો અને માત્ર 17 દિવસનો સમય: ભાયલી સામૂહિક બળાત્કાર કેસમાં વડોદરા પોલીસે કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ

    તૈયાર કરાયેલ ચાર્જશીટમાં લગભગ 100 જેટલા સાક્ષીઓના નિવેદનો, FSL રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં ઉલ્લેખિત પુરાવા આરોપીઓને સજા અપાવવા પુરતા છે.

    - Advertisement -

    વડોદરામાં (Vadodra) બનેલા ભાયલી સામૂહિક બળાત્કાર (Bhayli Gang Rape) મામલે પોલીસે ચાર્જશીટ(Charge Sheet) દાખલ કરી દીધી હતી. નવરાત્રિના બીજા નોરતે બનેલી ઘટના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી દીધી હતી. ગુનેગારોને બને એટલી વહેલી તકે સજા મળે તે માટે પોલીસે 6,000 પાનાની ચાર્જશીટ POCSO કોર્ટમાં (POCSO Court) રજૂ કરી હતી. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પોલીસે આ અગાઉ આરોપીઓના પહેલા 2 દિવસ અને પછી 4 દિવસ એમાં કુલ 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરી શકાય એ માટે 17 જ દિવસમાં 6000 જેટલા પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર તૈયાર કરાયેલ ચાર્જશીટમાં લગભગ 100 જેટલા સાક્ષીઓના નિવેદનો, FSL રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં ઉલ્લેખિત પુરાવા આરોપીઓને સજા અપાવવા પુરતા છે. 21 ઓક્ટોબરે પોલીસે આ ચાર્જશીટ POCSO કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકારે જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલની નિમણૂક કરી હતી.

    - Advertisement -

    શું હતી સમગ્ર ઘટના

    સમગ્ર ઘટના નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે બની હતી. 11માં ધોરણમાં અભ્યાસ કરી 16 વર્ષની સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેનાથી થોડે દૂર નશાની હાલતમાં 5 મુસ્લિમ યુવકો બેઠા હતા. તેમાંથી 2 ત્યાંથી નીકળી ગયા બાદ મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ યુવકોએ બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

    ઘટના સામે આવ્યા બાદ તપાસ અને કાર્યવાહી માટે SITની રચના કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી તેમના પહેલા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પુરા થતા 10 ઓક્ટોબરે બીજા 4 દિવસના રિમાન્ડ મેળવી તજવીજ શરૂ કરી હતી. ત્યારે ભાયલી સામૂહિક બળાત્કાર મામલે ચાર્જશીટ તૈયાર થઇ જતા ચાર્જશીટ POCSO કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે આગામી કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં