Monday, October 21, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનપ્રેમમાં પાગલ ‘ક્રાઈમ પેટ્રોલ’ની એક્ટ્રેસ શબરીને હિંદુ પ્રેમીના ભત્રીજાનું કર્યું અપહરણ: પોલીસે...

    પ્રેમમાં પાગલ ‘ક્રાઈમ પેટ્રોલ’ની એક્ટ્રેસ શબરીને હિંદુ પ્રેમીના ભત્રીજાનું કર્યું અપહરણ: પોલીસે સાડા ત્રણ વર્ષના બાળકને બચાવી આરોપીની કરી ધરપકડ

    જયારે બૃજેશ સિંઘના પરિવારને આ સબંધોની જાણ થઇ તો પરિવારે બંનેના લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. ત્યારે તેનો બદલો લેવા એક્ટ્રેસ શબરીને બૃજેશ સિંઘના સાડા વર્ષના ભત્રીજાનું અપહરણ કરી લીધું હતું

    - Advertisement -

    મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) 20 ઓક્ટોબરે સાડા 3 વર્ષના બાળકના અપહરણ કરવા મામલે ક્રાઈમ પેટ્રોલ (Crime Patrol) ધારાવાહિકની એક્ટ્રેસની (Actress) ધરપકડ કરી હતી. તેની ઓળખ શબરીન (Shabreen) તરીકે કરવામાં આવી હતી. આરોપ છે કે એક્ટ્રેસ શબરીને પ્રેમી બૃજેશ સિંઘ અને તેના પરિવાર સાથે બદલો દેવા તેના સાડા 3 વર્ષના ભત્રીજાનું અપહરણ કરી લીધું હતું. પોલીસ ફરિયાદ થતાં પોલીસે એક્ટ્રેસને પાલઘર જિલ્લામાંથી દબોચી તેની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

    સમાજમાં થતા ગુનાઓ પ્રત્યે જાગૃત કરતી ક્રાઈમ સિરીઝ ક્રાઈમ પેટ્રોલમાં શબરીન કામ કરી ચૂકી છે. તે બૃજેશ સિંઘ નામક વ્યક્તિ સાથે પ્રેમમાં હતી. જયારે બૃજેશ સિંઘના પરિવારને આ સબંધોની જાણ થઇ તો પરિવારે બંનેના લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. ત્યારે તેનો બદલો લેવા એક્ટ્રેસ શબરીને બૃજેશ સિંઘના સાડા વર્ષના ભત્રીજાનું અપહરણ કરી લીધું હતું. જેના પુરાવા પણ પોલીસને મળ્યા હતા.

    આ મામલે મીડિયા સાથે વાત કરતા વાલીવ પોલીસે કહ્યું હતું કે, “ભલે તે ક્રાઈમ પેટ્રોલ જેવા અપરાધિક ધારાવાહિક અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત સિરિયલમાં કામ કરી ચૂકી હોય છતાં શબરીન બ્રિજેશ સિંઘ પર એટલી મોહિત થઈ ગઈ હતી કે તે શું કરી રહી છે તેનું ભાન ગુમાવી ચૂકી હતી.” આ મામલે બૃજેશ સિંઘ પણ સામેલ છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે (19 ઓક્ટોબર) શબરીન બૃજેશ સિંઘના ભત્રીજા પ્રિન્સની શાળાએ પહોંચી અને દવા લેવા લઇ જવાના બહાને બાળકને સાથે લઇ ગઈ હતી. જયારે પ્રિન્સ બપોર સુધી તેના ઘરે પરત ન પહોંચ્યો ત્યારે પરિવારે શાળામાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે કોઈ મહિલા તેને દવાખાને લઇ જવાના બહાને સાથે લઇ ગઈ છે.

    મહારાષ્ટ્ર પોલીસે CCTV ફૂટેજ તપાસમાં શબરીન અને અન્ય એક મહિલા પ્રિન્સને રીક્ષામાં બેસાડીને લઇ જતા દેખાયા હતા. તપાસ દરમિયાન પોલીસે મોબાઈલ લોકેશન સહિતની વસ્તુઓ તપાસી ત્યારે શબરીનનું ઠેકાણું મળ્યું હતું. પ્રિન્સને નાયગાવના એક ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. બાળકને બચાવીને પોલીસે શબરીનની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં