Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતારિક ફતેહે હિંસા માટે મૌલવીઓને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- તેમને મારપીટ સિવાય કશું...

    તારિક ફતેહે હિંસા માટે મૌલવીઓને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- તેમને મારપીટ સિવાય કશું સૂઝતું નથી, મુસ્લિમ યુવતીઓને હિંદુ સાથે લગ્ન કરવાની અપીલ કરી

    કેનેડા સ્થિત મુસ્લિમ વિચારક અને લેખક તારીક ફતેહે નુપુર શર્માના તાજેતરના નિવેદન બાબતે પોતાનાં બેબાક વિચાર એક ન્યૂઝ વેબસાઈટને આપ્યા છે.

    - Advertisement -

    લેખક અને વિચારક તારિક ફતેહે પયગંબર મોહમ્મદ પર ટીપ્પણીનો આરોપ લગાવીને નૂપુર શર્મા વિરુદ્ધ થઇ રહેલાં વિરોધ પ્રદર્શનો અને હિંસાના ઘટનાક્રમો અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કેનેડામાં રહેતા પાકિસ્તાની મૂળના વિદ્વાન તારિક ફતેહ ઈસ્લામના ઈતિહાસ પરના સંશોધન માટે જાણીતા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતનું વર્તમાન મુસ્લિમ નેતૃત્વ હાલના સમયને અનુરૂપ નથી, તે ન તો ‘ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન (FOE)’ને માન્યતા આપે છે અને ન તો કોઈ ટીકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

    તેમણે સમગ્ર વિશ્વમાં મુસ્લિમોના પાછળ પડવા પાછળનું પણ આ જ કારણ દર્શાવ્યું હતું. નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે તેમણે કહ્યું કે, ભલે તેમની કહેવાની રીત સાચી ન હતી પરંતુ તેમણે શિવલિંગ પર કરવામાં આવી રહેલી વાંધાજનક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ નેતૃત્વ હજુ પણ 12મી સદીમાં જીવે છે, જ્યાં તેઓ લૂંટ, શિરચ્છેદ, પથ્થરમારો અને ઘરો સળગાવવામાં જ માને છે. વર્તમાન મુસ્લિમ નેતૃત્વની નિરાશા ગણાવતા તારિક ફતેહ કહે છે કે અત્યારે જે હિંસા થઈ રહી છે તે દેશને વિભાજીત કરતી શક્તિઓનું જ કાવતરું છે.

    દૈનિક ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરતા તારિક ફતેહે કહ્યું કે ભારતનું મુસ્લિમ નેતૃત્વ પોતાને ઉમ્મા સાથે જોડે છે અને તે દેવબંદી મૌલવીઓના હાથમાં છે. તેમણે કહ્યું કે હવે ઔરંગઝેબ કે તૈમૂર જેવા મુઘલો આવવાના નથી. આ બધા ક્યારના મૃત્યુ પામ્યા છે. તેમણે હિંસા માટે મદરેસાઓ અને મસ્જિદોમાંથી બહાર આવતા નેતાઓ અને દેવબંદી મૌલવીઓને જવાબદાર ઠેરવ્યા હતા. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે જ્યાં સુધી ‘કાફિર’ શબ્દનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી ભારતનો મુસ્લિમ ભારતીય બની શકશે નહીં. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કાફિર કોણ છે – હિંદુ, ખ્રિસ્તી અને યહૂદી? તેમણે ઉકેલ જણાવ્યો કે મુસ્લિમોને એવા નેતૃત્વની જરૂર છે, જે રાજકારણ અને ધર્મને અલગ રાખે. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી તમામ હિંદુઓને મારી નાખવામાં ન આવે અને મંદિરો તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી કયામત નહીં આવે.

    તારિક ફતેહના મતે મુસ્લિમો ભારતને કબજે કરવાના દૃષ્ટિકોણથી જુએ છે. યુપીમાં તોફાનીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરવાનું વધુ સારી રીતે જાણે છે, બિનજરૂરી ખલેલ પહોંચાડવી એ મુસ્લિમોની ભૂલ છે.  આરબ દેશોએ ઉઠાવેલા વાંધા મામલે ભારતમાં રહીને ઉજવણી કરનારાઓ અંગે તેમણે કહ્યું કે, તેમને પોતાના માનવા મુશ્કેલ થઇ જાય છે.  તેમણે કતર પર નિશાન સાધતા કહ્યું કે જે દેશમાં લઘુમતીઓને મતદાનનો પણ અધિકાર નથી તેઓ ભારતને જ્ઞાન આપી રહ્યા છે.

    અસદુદ્દીન ઓવૈસીને છોડીને આરિફ મોહમ્મદ ખાન જેવા નેતાઓને આગળ લાવવાની હિમાયત કરતા તેમણે કહ્યું કે જ્યારે શેખ લોકો હૈદરાબાદથી બાળકીઓની ખરીદી કરીને લઇ જાય છે, ત્યારે ઓવૈસી જેવા લોકો મૌન રહે છે. આવા નેતાઓ પર પોતાની મરજી મુજબ બંધારણનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ ભારતને ઈસ્લામિક રાજ્ય માને છે. તારિક ફતેહે કહ્યું કે મૌલવીઓને મારપીટ સિવાય કંઈ સમજાતું નથી. તેમણે પાકિસ્તાનમાં લઘુમતી વિરોધી ઘટનાઓનું ઉદાહરણ આપ્યું.

    તારિક ફતેહે કહ્યું, “ઈસ્લામમાં રમખાણોની શરૂઆત પયગંબર મોહમ્મદના મૃત્યુથી થઈ હતી. નબીને 18 કલાક સુધી દફનાવી શકાયા ન હતા. જાગૃતિના કારણે હવે મુસ્લિમો પૂર્વ-મુસ્લિમ બની રહ્યા છે. જે મુસ્લિમ કટ્ટરપંથીઓના કારણે પાકિસ્તાન બન્યું, તેઓ અહીં જ રહી ગયા. પયગમ્બરે ક્યારેય ભારતને કબજે કરવા કહ્યું નથી. અહીંના મુસ્લિમો કતાર પ્રત્યે વફાદારી ધરાવે છે, જેની કોઈ હેસિયત નથી. પીએમ મોદીએ તેમના 8 વર્ષના શાસનમાં મુસ્લિમો વિરુદ્ધ કંઈ કહ્યું નથી. કાશી-મથુરાના વિવાદને ખતમ કરવા માટે મુસ્લિમોએ પોતે પહેલ કરવી જોઈએ.

    તારિક ફતેહે કહ્યું કે દરેક મુસ્લિમ છોકરીએ હિંદુ છોકરા સાથે લગ્ન કરવા જોઈએ. તેમણે દિલીપ કુમાર જેવા સારા મુસ્લિમોનું ઉદાહરણ આપ્યું. તેણે શાહરૂખ ખાન અને આમિર ખાનને અપીલ કરી કે તેઓ મૌલવીઓને તેમના ઘરે જવા કહે. આમિર ખાનની પત્ની કિરણ રાવે ભારતમાં ડર લાગવા અંગે કહ્યું હતું. જેની પર તારિક ફતેહે તેમને વિશ્વના અન્ય મુસ્લિમોની હાલત જોવાની સલાહ આપી. નસીરુદ્દીન શાહને બુદ્ધિશાળી ગણાવતા તેમણે કહ્યું કે તેઓ દબાણમાં આવીને ક્યારેક ખોટા નિવેદનો આપી દે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં