Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનું શિક્ષણ મોડેલ: સુરતની સરકારી શાળાઓએ સતત ત્રીજા વર્ષે પ્રાઈવેટ શાળાઓને પાછળ...

    ગુજરાતનું શિક્ષણ મોડેલ: સુરતની સરકારી શાળાઓએ સતત ત્રીજા વર્ષે પ્રાઈવેટ શાળાઓને પાછળ છોડી, એડમિશન માટે ક્ષમતા કરતાં ત્રણ ગણા આવેદન

    સુરતની સરકારી શાળાઓમાં મળતા ઉત્તમ શિક્ષણને કારણે હવે ખાનગી શાળાઓમાં ભણતા બાળકો અહીં એડ્મિશન માટે લાઈન લગાવી રહ્યા છે. અહીં એડ્મિશન મેળવવા ક્યાંક વેઈટીંગ લીસ્ટ તો ક્યાંક લકી ડ્રો ચાલી રહ્યા છે.

    - Advertisement -

    સુરત મહાનગર પાલિકા સંચાલિત સમિતિની સરકારી શાળાઓમાં છેલ્લા 3 વર્ષથી એડમિશન માટે જબરો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં આ વર્ષે પણ એડમિશનની કેપેસિટી કરતાં ત્રણ ગણી અરજી આવી છે. સુરતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં ખાનગી શાળાઓને લજાવે તેવી હોય છે. જેને લઈને વાલીઓ આ શાળાઓમાંપોતાના બાળકનું એડમિશન લેવા તલપાપડ બન્યા છે.

    સામાન્ય રીતે સરકારી અથવા તો સમિતિની સ્કૂલોમાં બાળકોને અભ્યાસ અર્થે મૂકતા પહેલા વાલીઓમાં ખચકાટ જોવા મળતો હોય છે. જો કે સુરતની શિક્ષણ સમિતિની ઉતરાણ સ્થિત સરકારી શાળા નંબર 354માં સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લાગે છે. છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે આ સરકારી શાળા ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે. અહી વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે આતુર હોય છે. એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ 1400 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે 4042 થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે. 

    સુરતના જ પાલનપોરમાં આવેલી સરકારી શાળા નં. 318 માં, એક બોર્ડ લટકાવવામાં આવ્યું હતું જેમાં માહિતી આપવામાં આવી હતી કે પ્રવેશ ફક્ત બાલમંદિરમાં તેમજ ધોરણ 1, 4 અને 5 માં આપવામાં આવશે. જો કે, થોડા જ દિવસોમાં, શાળા તેની સંપૂર્ણ ક્ષમતા પર પહોંચી ગઈ અને હવે પ્રતિક્ષાયાદીમાં 83 બાળકો છે.

    - Advertisement -

    કેટલીક શાળાઓ તેમના બાળકો માટે પ્રવેશ મેળવવા માંગતા વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવા માટે કહી રહી છે. સરકારી શાળા નંબર 334, 346 અને 355માં, 1000-1100ની ક્ષમતા સામે 4200 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. પરિણામે, ડ્રો સિસ્ટમ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાકીના લોકોને આગામી વર્ષમાં ફરીથી અરજી કરવાનું કહેવામાં આવશે. આ શાળાઓમાં અમુક શિક્ષકોના બાળકો પણ અભ્યાસ કરે છે. કેટલીક શાળાઓમાં, લોકોને તેમના બાળકોને પ્રવેશ અપાવવા માટે ભલામણની જરૂર પડે છે.

    મોટા વરાછા વિસ્તારમાં ભારે માંગને કારણે ફાયર સ્ટેશન ઉપરાંત ગુજરાતી માધ્યમની શાળા બનાવવામાં આવી હતી. આ શાળાએ 720 બેઠકોની ક્ષમતા સામે 3000 પ્રવેશ ફોર્મ મેળવ્યા છે. આ જ કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની શાળા માટે 225 બેઠકોની ક્ષમતા સામે 1000 ફોર્મ પ્રાપ્ત થયા છે. હવે અહી પણ બાળકોને લકી ડ્રો કરીને એડમિશન આપવામાં આવશે.

    વાલીઓનું માનવું છે કે ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરતું રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. શિક્ષણ સમિતિનું સ્તર સતત સુધરતું હોવાથી લોકો પોતાના બાળકોને ખાનગી સ્કુલમાંથી શિક્ષણ સમિતિની સ્કુલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. આચાર્ય અને નિરીક્ષકો પણ બાળકોને સમિતિની સ્કુલમાં ભણાવે છે. 

    ઓનલાઈન એડમિશનના ઇન્ચાર્જ રમાબેન કહે છે કે, સમિતિની શાળાના ધો.1માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે. ઉપરાંત સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આ ઉપરાંત સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યાં છે ઉપરાંત શિક્ષણ સમિતિ અપડેટ થઈ રહી છે.

    આમ સુરતની સરકારી શાળાઓ સુવિધાઓ અને શિક્ષણના સ્તરમાં સ્થાનિક પ્રાઈવેટ શાળાઓને પછાડતી થઈ છે. આની પહેલાના વર્ષોમાં પણ સુરતની સરકારી શાળાઓ દ્વારા બહાર પડાતી એડમિશન નોટિફિકેશન બાદ એડમિશન માટે લાંબી કતારો જોવા મળતી જ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં