Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસૌરવ ગાંગુલીએ અટકળોનો અંત આણ્યો; કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું કાર્ય શરુ...

    સૌરવ ગાંગુલીએ અટકળોનો અંત આણ્યો; કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું કાર્ય શરુ કરવા જઈ રહ્યા છે

    પૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી રાજીનામું આપવાની અટકળોનો ત્યારે અંત આવ્યો હતો જ્યારે તેમણે ખુદે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

    - Advertisement -

    ‘દાદા’ના હુલામણા નામે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈકાલે એક ભેદી ટ્વિટ કરીને તેમની રાજકારણમાં સંભવિત એન્ટ્રી અંગે અટકળો શરુ કરાવી દીધી હતી. પૂર્વ કપ્તાન જે હાલમાં BCCIના પ્રમુખ પણ છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ રાજકારણમાં જોડાય તેવી અફવા ટ્વિટર પર આગની જેમ ફેલાઈ ગઈ હતી, પરંતુ મોડી સાંજે સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યુમાં આ તમામ અટકળોનો અંત આણી દીધો હતો.

    રિપોર્ટર્સ સાથે વાતચીત કરતા તેમણે ખુલાસો કર્યો હતો કે તેમની યોજના એક એજ્યુકેશનલ એપ લોન્ચ કરવાનો છે અને તેઓ BCCIના પ્રમુખપદેથી રાજીનામું આપવાના નથી.

    જ્યારે એક પત્રકારે પૂછ્યું કે શું આને અમે ‘મહારાજ’ દ્વારા નાખવામાં આવેલી ગુગલી કહી શકીએ? ત્યારે તેના જવાબમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તેઓ અફવાઓ વિષે સાંભળીને હતપ્રભ થઇ ગયા હતા. ગાંગુલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તેઓ નાની નાની વાતોને પકડીને તેને મોટી બનાવી દેતા હોય છે. તે ફક્ત એક સામાન્ય ટ્વિટ હતી અને તેમાં રાજીનામાં જેવી કોઈજ બાબત ન હતી.”

    - Advertisement -

    સૌરવ ગાંગુલીએ એક ભેદી ટ્વિટ દ્વારા પોતાના જીવનનું ‘નવું પ્રકરણ’ શરુ થવા અંગે અટકળોનું બજાર ગરમ કરી દીધું હતું

    BCCI પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ગઈકાલે ટ્વિટર પર જાહેર કર્યું હતું કે તેઓ પોતાના જીવનનું એક ‘નવું પ્રકરણ’ શરુ કરવા જઈ રહ્યા છે. તેમણે એમ જણાવ્યું હતું કે 2022 તેમની કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ કરે છે અને તેમણે આ સમય દરમ્યાન પોતાને મળેલા સન્માન, સમર્થન અને પ્રેમ બદલ તમામનો આભાર માન્યો હતો.

    આ સામાન્ય સંદેશથી સૌરવ ગાંગુલી પોતે કોઈ નવું સાહસ કરવા જઈ રહ્યા છે અને તેનાથી અસંખ્ય લોકોને લાભ થવાનો છે એમ કહેવા માંગતા હતા. પરંતુ કેટલાક ટ્વિટર  યુઝર્સ અને મેઈન સ્ટ્રીમ મિડિયાએ આ નિવેદનને એક જુદું જ સ્વરૂપ આપીને સૌરવ ગાંગુલી BCCIના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે એમ જાહેર કરી દીધું હતું.

    જો સૌરવ ગાંગુલીની એ ટ્વિટને ધ્યાનથી જોવામાં આવે તો તેમાં રાજીનામું અથવાતો BCCI શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં ન હતો. થોડા સમય બાદ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરવી પડી હતી કે ‘દાદા’ રાજીનામું આપવા નથી જઈ રહ્યા. સૌરવ ગાંગુલીના ખુલાસા બાદ એ સ્પષ્ટ થાય છે કે તેમની આવનારી વૈશ્વિક એજ્યુકેશનલ એપ દ્વારા તેઓ અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ થશે એમ પોતાની એ ટ્વિટમાં કહેવા માંગતા હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં