Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્ય21 વર્ષ, ટ્રેનનો સળગતો S6 ડબ્બો અને જીવતા હોમાયેલા 59 હિંદુઓ: અમદાવાદના...

    21 વર્ષ, ટ્રેનનો સળગતો S6 ડબ્બો અને જીવતા હોમાયેલા 59 હિંદુઓ: અમદાવાદના એ બે પરિવારની આપવિતી કે જેમણે ગોધરા હત્યાકાંડમાં પોતાનું સર્વસ્વ ગુમાવ્યું

    પરંતુ એ પણ એક તથ્ય છે કે આ બે પરિવારો સિવાય તે 59 મૃતકોમાંથી દરેકના પરિવારોને ક્યારેય ભરપાઈ ન કરી શકાય તેવી ખોટ પડી હતી. જેન કારણે આજે 21 વર્ષો વીતી જવા છતાંય આ પરિવારી તે ગોઝારા હુમલાના આઘાતમાંથી બહાર આવી નથી શક્યા.

    - Advertisement -

    27 ફેબ્રુઆરી 2002નો એ ગોઝારો દિવસ કોઈ ગુજરાતી કે કોઈ જ હિંદુ ક્યારેય નહિ ભૂલી શકે કે જયારે ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ઉભી રખાઈ હતી અને તેના S6 ડબ્બાને મુસ્લિમ ટોળાએ આગને હવાલે કરી દીધો હતો અને તેમાં 59 હિંદુઓ જીવતા હોમાયા હતા. જેને આજે પણ સૌ ‘ગોધરા હત્યાકાંડ’ ના નામે ઓળખે છે.

    તે સમયે ઇસ્લામિક જેહાદી હુમલાનો ભોગ બનેલા આ હિંદુ પરિવારો હજુ સુધી એ આઘાતમાંથી ઉભરી નથી શક્યા. ઘણા એવા પરિવારો છે કે જેના મુખ્ય મોભીઓ મૃત્યુ પામ્યા હોય, ઘણા એવા છે જેના હવે કોઈ રણી-ધણી નથી રહ્યા તો કેટલાક પરિવારોનું તો આખું અસ્તિત્વ જ પૂરું થઇ ગયું છે.

    આજે અહીં આપણે અમદાવાદના એવા જ 2 પરિવારો વિષે વાત કરીશું કે જેમણે ગોધરા કાંડમાં પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું.

    - Advertisement -

    વસ્ત્રાલનો સોની પરિવાર કે જેની અસ્તિત્વ જ પૂરું થઇ ગયું

    27 ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસમાં વસ્ત્રાલના સુરેલીયા એસ્ટેટ પાસે રહેતા સોની પરિવારના 2 મુખ્ય મોભી હોમાયા હતા. પરિવારના મોભી મનસુખભાઇ કાનજીભાઈ સોની અને તેમના 22 વર્ષના દીકરા જેસલકુમાર મનસુખભાઇ સોનીએ આ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    પિતા સ્વ.મનસુખભાઇ સોની (ડાબે), પુત્ર સ્વ.જેસલ સોની (જમણે)

    નોંધનીય છે કે આ ગોધરા હત્યાકાંડ સમયે જેસલ સોનીની દીકરી માત્ર 6 મહિનાની હતી અને તેમના લગ્નને પણ વધુ સમય નહોતો થયો. એક જ દિવસે પરિવારની વહુ અને સાસુ વિધવા બન્યા હતા.

    પુત્રવધુની ઉંમર હજુ નાની હોવાથી તેને સમાજની રૂહે બીજે પરણાવવામાં આવી હતી અને થોડા સમય બાદ પરિવારના એકમાત્ર સદસ્ય એવા જેસલના માતા અને મનસુખભાઇ પત્નીનું માંદગીથી મૃત્યુ થયું હતું.

    આમ, જોવા જઈએ તો આ ગોધરા કાંડે અમદાવાદના આ સોની પરિવારનું નામોનિશાન મિટાવી દીધું હતું.

    રામોલનો પંચાલ પરિવાર જેમાં રહી ગઈ માત્ર 15 વર્ષથી નાની 4 દીકરીઓ

    સોની પરિવાર જેવી જ એક દર્દનાક વાત રામોલનાં પંચાલ પરિવારની પણ છે. ગોધરા કાંડના દિવસે તે ટ્રેનના એ ડબ્બામાં પંચાલ પરિવારના 5 સભ્યો હતો. પતિ હર્ષદભાઈ હરગોવિંદભાઈ પંચાલ, પત્ની નીતાબેન હર્ષદભાઈ પંચાલ અને તેમની 3 દીકરીઓ પ્રતીક્ષા, છાયા અને ગાયત્રી. તેમની અન્ય 3 દીકરીઓની ઉંમર ઘણી નાની હોવાથી ઘરે જ રહી હતી.

    ઇસ્લામિક કટ્ટરપંથીઓના એ હુમલામાં પતિ પત્ની અને તેમની બે દીકરીઓ પ્રતીક્ષા અને છાયા મૃત્યુ પામ્યા હતા અને ગાયત્રી કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહી હતી.

    પંચાલ પરિવારના 4 સભ્યો આ આગમાં હોમાયા હતા.

    આમ ગોધરા હત્યાકાંડ બાદ પંચાલ પરિવારમાં કોઈ મોભી બચ્યું નહીં. માત્ર માતા પિતા વગરની 4 એવી દીકરીઓ બચી હતી જેમની ઉંમર 15 વર્ષથી નાની હતી. જેમના માટે હવે જીવન અન્યો જેવું રહ્યું નહોતું.

    અહીં આપણે માત્ર આ ગોધરા હત્યાકાંડ વખતે પીડિત બનેલા માત્ર 2 પરિવારની જ વાત કરી છે. પરંતુ એ પણ એક તથ્ય છે કે આ બે પરિવારો સિવાય તે 59 મૃતકોમાંથી દરેકના પરિવારોને ક્યારેય ભરપાઈ ન કરી શકાય તેવી ખોટ પડી હતી. જેન કારણે આજે 21 વર્ષો વીતી જવા છતાંય આ પરિવારી તે ગોઝારા હુમલાના આઘાતમાંથી બહાર આવી નથી શક્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં