Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડાપ્રધાન મોદી 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરશે લોકાર્પણ; 28 મેના રોજ સૌરાષ્ટ્રની...

    વડાપ્રધાન મોદી 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરશે લોકાર્પણ; 28 મેના રોજ સૌરાષ્ટ્રની જનતાને મળશે પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યલક્ષી ભેટ

    હોસ્પિટલનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો. આ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ નગરજનો સારવાર મેળવી શકશે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે જસદણ તાલુકાની પ્રથમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ કે.ડી.પરવડીયા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભરત બોઘરાએ પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને રાજકોટ જિલ્લામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું.

    મળતી માહિતી મુજબ, હોસ્પિટલનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો. આ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ નગરજનો સારવાર મેળવી શકશે. ભાજપે જાહેરાત કરી છે કે 200 પથારીની હોસ્પિટલનું 28 મેના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટે, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભરત બોઘરાની આગેવાની હેઠળના રાજકોટ જિલ્લામાં હોસ્પિટલની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો.

    હોસ્પિટલની સ્થાપના માટે રૂ. 40 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું અને કાશીબેન દામજી પરવડિયા પરિવાર દ્વારા સૌથી વધું, રૂ. 7.51 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલનું નામ પરિવારના નામ પરથી રાખવામાં આવ્યું છે કારણ કે તેઓએ હોસ્પિટલના નિર્માણમાં સૌથી મોટી રાશીનું દાન કર્યું હતું. કાશીબેનના પરિવારના દાનને કારણે જિલ્લાના સ્થાનિકોને હોસ્પિટલમાંથી ઉચ્ચ કક્ષાના આરોગ્યલક્ષી લાભો અને સારવાર મળી શકશે.

    - Advertisement -

    તાજેતર માં જ મંગળવારે રાજકોટના સરકીટ હાઉસ ખાતે હોસ્પીટલના ઉદ્ઘાટન સમારોહ અંગે ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો, નવ જિલ્લાના અધિકારીઓ અને રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આખી બેઠકનું નેતૃત્વ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ કરી રહ્યા હતા. આ સાથેજ ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે 200 પથારીની હોસ્પિટલનું 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

    તમામ મેડીકલ સુવિધાઓથી સંપૂર્ણ સુસજ્જ આ હોસ્પિટલ નજીવા દરે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડશે જેથી સમાજનો કોઈપણ વર્ગ આ હોસ્પીટલમાં સમાન સેવાઓ મેળવી શકે. વધુમાં, રાજ્ય સરકારની મુખ્ય મંત્રી અમૃતમ (MA) આરોગ્ય વીમા યોજના તેમજ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આરોગ્ય વીમા યોજના હેઠળ સારવાર મેળવતા દર્દીઓને પણ મફતમાં સારવાર મળશે. .

    ઉદ્ઘાટન સમારોહમાં કોવિડ-19 રોગચાળા પછી સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રથમ પ્રવાસ હશે. આ ઉપરાંત હોસ્પિટલના લોકાર્પણનો લાભ લેવા રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાંથી 3 લાખ લોકો ઉમટી પડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં