Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRSSના 6 કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી આપનાર રાજ મોહમ્મદને ગણતરીના કલાકોમાં ઝડપ્યો,...

    RSSના 6 કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી આપનાર રાજ મોહમ્મદને ગણતરીના કલાકોમાં ઝડપ્યો, ફાંકો માર્યો હતો કે બ્લાસ્ટ રોકી શકો તો રોકીલો; તામિલનાડુથી યુપી લાવવામાં આવશે

    વોટ્સએપ ગ્રુપમાં આરએસએસના 6 કાર્યાલયોને ઉડાવવાની ધમકી આપનાર અને થાય એ કરી લેવાનો ફાંકો ધરાવનાર વ્યક્તિને તમિલનાડુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.

    - Advertisement -

    RSSના 6 કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની યુપી પોલીસના કહેવા પર તામિલનાડુ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ રાજ મોહમ્મદ તરીકે થઈ છે. પોલીસે તેને તમિલનાડુમાંથી ઝડપી લીધો હતો. વાસ્તવમાં, થોડા સમય પહેલા, લખનૌના મડિયાનવ પોલીસ સ્ટેશનમાંલખનૌ અને ગોંડા સ્થિત 2 સહીત કર્ણાટકમાં 4 RSSના કુલ 6 કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

    રાજ મોહમ્મદ સંબંધિત માહિતી શેર કરતી વખતે, UP ATSએ કહ્યું કે આ કેસ IPCની કલમ 507, IT એક્ટની કલમ 66 (f) હેઠળ નોંધવામાં આવ્યો હતો. ATS દ્વારા નંબર ચેક કરવામાં આવતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપીનું લોકેશન તામિલનાડુમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાંની આંતરિક સુરક્ષા શાખાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હવે યુપી એટીએસની સંયુક્ત ટીમ રાજ મોહમ્મદ સાથે તામિલનાડુ જવા રવાના થઈ છે. ત્યાંથી લાવ્યા બાદ આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવશે.

    નોંધનીય છે કે આ પહેલા RSSના કાર્યાલયોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ દેશના ઘણા શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. લખનૌમાં સંઘ કાર્યાલયને નિશાન બનાવવાની ધમકી આપતો સંદેશ સોમવારે (6 જૂન, 2022) રાત્રે 8 વાગ્યે WhatsApp દ્વારા આવ્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાનીમાં સ્થિત મડિયાનવ પોલીસ સ્ટેશનની પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી અને સાયબર સેલ મેસેજ મોકલનારને ટ્રેસ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    ધમકીના મેસેજનો સ્ક્રીનશોટ (સાભાર Opindia Hindi)

    અહેવાલો અનુસાર, ‘અલ અન્સારી ઇમામ રાઝી ઉન મહેંદી’ નામના વ્હોટ્સએપ ગ્રૂપે કન્નડ, અંગ્રેજી અને હિન્દીમાં લખનૌમાં બે અને કર્ણાટકમાં RSSની 4 કાર્યાલયોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સંઘ કાર્યકર્તા આમંત્રણ લિંક દ્વારા જૂથમાં જોડાયો, જ્યાં તેણે ધમકી જોઈ અને અવધ પ્રાંતના એક અધિકારીને આ સંબંધમાં જાણ કરી. ત્યારબાદ આરએસએસના વરિષ્ઠ અધિકારીઓને આ અંગેની માહિતી મળી અને આ માહિતી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં