Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામ : ગૌમાંસ લઈને શાળાએ પહોંચી મહિલા આચાર્ય, બાળકોમાં વહેંચવા પણ કહ્યું;...

    આસામ : ગૌમાંસ લઈને શાળાએ પહોંચી મહિલા આચાર્ય, બાળકોમાં વહેંચવા પણ કહ્યું; સ્થાનિકોની ફરિયાદ બાદ ધરપકડ

    આસામની એક શાળાના આચાર્યે મધ્યાહ્ન ભોજન સમયે બાળકોને બીફ પીરસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ સ્થાનિકોની ફરિયાદ પછી તેમની અટકાયત કરવામાં આવી હતી.

    - Advertisement -

    આસામ રાજ્યના ગોલપરા જિલ્લાની એક સરકારી શાળામાં ફરજ બજાવતાં મહિલા આચાર્યની બપોરના ભોજનમાં ગૌમાંસ લાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમનું નામ દલીમા નેસા છે અને તેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. આચાર્ય વિરુદ્ધ સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી, જે બાદ મંગળવારે (17 મે 2022) તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 14 મે 2022 (શનિવાર)ની છે. 

    રિપોર્ટ અનુસાર, આચાર્ય દલીમા નેસા ઘરેથી ગૌમાંસ રાંધીને શાળાએ લઇ ગયાં હતાં. તેમણે શાળામાં મધ્યાહન ભોજન બનાવનારા કર્મચારીઓને આપીને તેને બાળકોમાં વહેંચવા માટે પણ કહ્યું હતું. જેમાં ઘણા હિંદુ બાળકો પણ સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસામના આ આરોપી આચાર્યની ઉંમર 56 વર્ષ છે. 

    પોલીસને આપવામાં આવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, દલીમાની હરકતથી શાળાના બાકીના કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. શિક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આચાર્ય વિરુદ્ધ બ્લોક સ્તરેથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, બે દિવસ સરકારી રજાઓના કારણે દલીમાનો સસ્પેન્શન ઓર્ડર જારી થઇ શક્યો ન હતો. 

    - Advertisement -

    અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આચાર્ય લંચમાં ચિકન અને ગૌમાંસ બંને લઈને આવ્યાં હતાં. આ માણસ બહારથી પ્રોગ્રામમાં આવતા લોકોને પીરસવામાં આવી રહ્યું હતું. જોકે, બહારથી આવતા લોકો અને મહિલા આચાર્ય એક જ સમુદાયના છે. જોકે, રસોઈયાએ પીરસવાનો ઇનકાર કરી દીધો હતો. પછીથી આ વાત અન્ય સ્ટાફને પણ ખબર પડી હતી અને જોતજોતામાં આખી શાળામાં અને બહાર વાત ફેલાઈ ગઈ હતી. જે બાદ સ્કૂલ મેનેજમેન્ટ સમિતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. 

    હાલ આચાર્ય ન્યાયિક હિરાસતમાં છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, દલીમા છેલ્લા દોઢ વર્ષથી આચાર્ય છે. તેમની નિવૃત્તિને આડે ચાર વર્ષ બાકી રહ્યાં છે. દલીમા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 153-A (બે સમુદાયો વચ્ચે દ્વેષ ફેલાવવો) અને કલમ  295-A (કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    આ મામલે ગોલપરાના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, “ધરપકડ બાદ તેમને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં કોર્ટે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતાં. હાલ આગળની તપાસ ચાલી રહી છે.”

    અહીં નોંધવું જોઈએ કે આસામમાં હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં નવી સરકાર બન્યા બાદ જુલાઈ 2021 માં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે અનુસાર હિંદુ, જૈન અને શીખ બહુમતી વિસ્તારો અને ધાર્મિક વિસ્તારોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં