Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાગપતના પાદરી આલ્બર્ટની 11 વર્ષની બાળકી પર બળાત્કારના આરોપસર ધરપકડ થઇ

    બાગપતના પાદરી આલ્બર્ટની 11 વર્ષની બાળકી પર બળાત્કારના આરોપસર ધરપકડ થઇ

    ઉત્તર પ્રદેશના બાગપતમાં ચર્ચમાં સાઈકલ ફેરવવા ગયેલી બાળકી પર પાદરીએ બળાત્કાર કર્યો હોવાનો જઘન્ય મામલો સામે આવતાં ઉત્તર પ્રદેશ પોલીસે કાર્યવાહી હાથમાં લીધી છે.

    - Advertisement -

    ગત શનિવારે (23 એપ્રિલ) ઉત્તર પ્રદેશના બાગપતના ચાંદીનગરમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપ હેઠળ ઉત્તર પ્રદેશ પોલીસે એક ખ્રિસ્તી પાદરીની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ અનુસાર આરોપીનું નામ આલ્બર્ટ છે જે 67 વર્ષનો છે અને તે તમિલનાડુના કન્યાકુમારી ખાતે આવેલા એક ચર્ચમાં પાદરી છે. શુક્રવારે આ બાળકી જ્યારે ચર્ચમાં સાઈકલ ફેરવવા ગઈ હતી ત્યારે આ પાદરી તેની પાસે ગયો હતો અને તેને પૈસા આપવાની લાલચ આપીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. ત્યારબાદ આરોપ અનુસાર તેણે બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી અને તેનો બળાત્કાર કર્યો હતો.

    ભોગ બનનાર બાળકીના નિવેદન અનુસાર, પાદરીએ તેના કપડાં ફાડી નાખ્યા હતા અને પછી તેને અભદ્ર ફિલ્મો દેખાડી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ પાદરીએ તેને મૂંગા રહેવાની ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે જો તે મૂંગી નહીં રહે તો તેણે તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે. જો કે બીજા દિવસેજ બાળકીએ પોતાના માતાપિતાને આ બાબતની જાણ કરી દીધી હતી. તુરંત બાદ બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    પાદરી આલ્બર્ટ વિરુદ્ધ પોલીસે POSCO (Prevention of Child Sexual Offenses) એક્ટ હેઠળ FIR નોંધી છે. પોલીસ સુપ્રિટેન્ડેન્ટ નીરજ જદૌન અનુસાર પાદરી આલ્બર્ટને પોલીસ ફરિયાદના આધારે પકડી લેવાનો હતો અને ભોગ બનનાર બાળકીનો મેડિકલ ટેસ્ટ પણ કરી લેવામાં આવ્યો હતો. આરોપી પાદરી તેમજ ભોગ બનનાર બાળકી આ બંનેના DNA રિપોર્ટ્સના સેમ્પલ્સ લઇ લેવામાં આવ્યા છે અને તેને વધુ એનાલિસીસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં કડક હાથે કામ લેવાનું વચન પણ આપ્યું છે.

    - Advertisement -

    આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક 42 વર્ષના પાદરીએ ચાર વર્ષ સુધી 17 સ્ત્રીઓનું જાતીય શોષણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર આ પાદરી કિશોરો તેમજ મહિલાઓને મજુરી અને છેતરપિંડી જેવા ગેરકાયદેસરના કાર્યો કરવા માટે મજબુર કરતો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલા ચર્ચમાંથી ભાગી ગઈ અને પોલીસ અધિકારીઓનો તેણે સંપર્ક કર્યો હતો. 3 ફેબ્રુઆરી 2021ના દિવસે ભોગ બનનારી એક મહિલાએ પાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પાદરીને અંબાટી અનિલ કુમાર ઉર્ફે પ્રેમ દાસ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વિજયવાડાના ક્રિશ્નાલંકાનો રહેવાસી હતો અને તે રેલવેમાં TTEનું કાર્ય કરતો થતો. 2015માં તેણે પ્રેમ સ્વરૂપી મીનીસ્ટ્રીઝ’ નામનું એક ટ્રસ્ટ ઉભું કર્યું હતું જેમાં તે પાદરી બન્યો અને તેણે બે માળનું ચર્ચ પણ સ્થાપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં