Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં રાષ્ટ્રપતિનું સંબોધન: સમાજને રાષ્ટ્ર નિર્માણ માટે...

    સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં રાષ્ટ્રપતિનું સંબોધન: સમાજને રાષ્ટ્ર નિર્માણ માટે આગળ આવવા કર્યું આહ્વાન

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોળી સમાજને ગઈકાલે વિડીયો દ્વારા સંબોધન કર્યું હતું જેમાં તેમણે કોળી સમાજને સ્પર્શ કરતા વિવિધ વિષયો અંગે ચર્ચા કરી હતી.

    - Advertisement -

    સુરતમાં 14 તારીખે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજમાં દાદા ભગવાન મંદિરમાં આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વર્ચ્યુયલ વિડીયો સ્વરૂપે સંબોધન કરવામાં આવ્યું હતું. કોળી સમાજનો આ ખૂબ મોટો કાર્યક્રમ હતો જેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.

    સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. દેશના 18 રાજ્યમાં અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે. સાંસદ, ધારાસભ્ય, ડોક્ટર, એન્જિનીયર ,આઇ.એ.એસ, આઇ.પી.એસ સહિત સમાજના અગ્રણી આગેવાનોએ 14 મી મેના રોજ સાંજે 5:00 કલાકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિશ્વમાં કોળી સમાજની વસ્તી 20 કરોડ જેટલી માનવમાં આવે છે.

    પોતાના પહેલાથી રેકોર્ડ કરેલ સંબોધનમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે જો તેઓ સભાને વ્યક્તિગત રીતે સંબોધિત કરી શકતા તો તેઓ વધુ ખુશ થતાં. પરંતુ તેમના બંધારણીય પદની જવાબદારીઓને કારણે, તેમને આ સમયે વિદેશો સાથે ભારતના પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે જમૈકા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાની આધિકારિક મુલાકાત માટે જવું પડ્યું હતું.

    - Advertisement -

    અખિલ ભારતીય કોળી સમાજની શરૂઆતથી જ પોતાના જોડાણને યાદ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે “આ સમાજની સુવર્ણ જયંતિની ઉજવણી વ્યક્તિગત રીતે તેમના માટે ખૂબ જ સંતોષકારક અને સુખદ સિદ્ધિ છે. કોઈપણ સંસ્થાના નિર્માણ અને વિકાસ માટે ઘણી મહેનત અને સમર્પણની જરૂર પડે છે. તેથી, આપણા બધા માટે એ ગૌરવની વાત છે કે આજે આપણે સૌ સાથે મળીને આગળ વધીને અખિલ ભારતીય કોળી સમાજની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. વધુ સંતોષ એ છે કે આ સમાજના સભ્યોએ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.”

    રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે “આપણી અગાઉની પેઢીના દીર્ઘદ્રષ્ટા લોકોએ સમાજને દિશા આપવા માટે નાના પગલાં ઉઠાવ્યા હતા. ત્યારપછીની પેઢીઓ આગળ વધી.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવા પેઢી કોળી સમાજની ઓળખ અને ગૌરવને વધુ ઊંચા સ્તરે લઈ જશે અને સમાજના સભ્યો આધુનિકતા, સંવેદનશીલતા, માનવતાની સેવા અને દેશભક્તિના ઉદાહરણ રજૂ કરતા રહેશે. તેમણે કોળી સમાજના દરેક સભ્યને પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી હતી કે તેઓ પોતાના સમાજની પ્રતિષ્ઠા તો વધારશે જ પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપતા રહેશે.

    નોંધનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પોતાના કોળી સમાજ સાથેનો સંબંધ હમેશા અકબંધ રહ્યો છે. કોળી સમાજ દ્વારા જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ માટે કોવિંદને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે તેઓ જરૂર હાજરી આપતા હોય છે. ઉપરાંત કોળી સમાજ દ્વારા અવારનવાર રાષ્ટ્રપતિનું સન્માન પણ કરવામાં આવતું હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં