Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાણાની ભૂમિ પર હિન્દુ આસ્થાનું વારંવાર અપમાન: હવે હનુમાનજીની મુર્તિ પર 786...

    મહારાણાની ભૂમિ પર હિન્દુ આસ્થાનું વારંવાર અપમાન: હવે હનુમાનજીની મુર્તિ પર 786 અને ઉર્દુ લખેલી કાપલી ચોટાડી

    હનુમાનજીનું અપમાન કરતી ઘટનાનો તાત્કાલિક ઉકેલ લાવવા ગ્રામજનોએ પૉલિસને આરોપી પકડવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

    - Advertisement -

    મહારાણા પ્રતાપની ભૂમિ રાજસ્થાન હમણાં હિન્દુઓની આસ્થા સાથે રમત રમવાનું કેન્દ્ર બની ગયું છે. થોડા દિવસ પહેલા જ 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું જેના કારણે આખા દેશના હિન્દુઓ એ સખત પ્રતિક્રિયા આપી હતી. હજુ આ ઘટનાના પડઘા શાંત પડ્યા જ ના હતા ને હજુ એક મુદ્દો સામે આવ્યો છે. રાજસ્થાનના કોટા જિલ્લાના અયાન ગામમાં એક હનુમાન મંદિરમાં હનુમાનજીની મુર્તિ પર 786 અને કેટલીક ઉર્દુ લીટીઑ લખેલી કાપલી ચોટાડવાની ઘટના સામે આવી છે. જો કે હજુ સુધી ઉર્દુમાં શું લખ્યું છે તે જાણી શકાયું નથી. મંદિરનું નામ રાધે શ્યામ વૈષ્ણવ જાણવા મળ્યું છે.

    આ ઘટના ગઈ રાત્રે બની હોવાનું મનાય છે. સૌથી પહેલા આ ઉર્દુ કાપલી પૂજારીને નજરે પડી હતી. પૂજારીએ આ કાપલી જોયા બાદ ગામના લોકો ને જણાવ્યુ હતું. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા લોકો મંદિર પાસે ભેગા થઈ ગયા હતા. પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે આવી પહોચ્યું હતું વધુ તંગદિલીના વધે તેના માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ગામજનો એ પોલીસ પ્રશાસનને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે આ કૃત્ય કરનારની જલ્દી પોલીસ ધરપકડ કરે.

    ગ્રામજનોના દબાણ થકી પોલીસે કેસ નોધ્યો હતો. ત્યારે કોટા જિલ્લા ગ્રામ્ય એસપી કવિન્દ્રસિંહ સાગર એ જણાવ્યુ હતું કે “આ મામલે અમે કેસ નોધી તપાસ ચાલુ કરી છે. બધા લોકોને શાંતિની અપીલ કરી છે.” આ હરકત કોઈ અસમાજિક ત્તવો દ્વારા હિન્દુઓને ઉશ્કેરીને માહોલ બગાડવાનો પ્રયત્ન જણાઈ રહ્યો છે. જોકે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોચીને હનુમાનજીની મુર્તિ પર ચોટાડેલી કાપલી ઉખાડી દીધી હતી. હવે પોલીસ પ્રશાસન ગુનેગારને જલ્દી પકડી જેલના હવાલે કરે તેની રાહ જોવાઈ રહી છે.

    - Advertisement -
    કોટા પોલીસે ટ્વિટર પર આ મામલે કેસ નોધવાની જાણ કરી હતી ( ફોટો સાભાર – ટ્વિટર )

    હાલના સમયમાં રાજસ્થાનથી વારંવાર હિન્દુઓની આસ્થા પર પ્રહારની ખબરો આવતી રહી છે. થોડા દિવસ પહેલા રામ દરબારનો પ્રવેશ દ્વાર તોડી પડાયો હતો, ત્યાર બાદ 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવ્યું હતું, તેના જ બે દિવસ બાદ એક ગૌશાળા તોડી પડાઈ હતી અને હવે હનુમંજીની મુર્તિનું અપમાન કરતો કિસ્સો સામે આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં