Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ કહ્યું હતું- પાકિસ્તાનને કટોરો લઈને ફરવા મજબુર કરી દીધું, હવે...

    પીએમ મોદીએ કહ્યું હતું- પાકિસ્તાનને કટોરો લઈને ફરવા મજબુર કરી દીધું, હવે આ વિડીયો શૅર કરી રહ્યા છે ત્યાંના નેતાઓ, કહ્યું- પાક. સરકારને શરમ આવવી જોઈએ

    પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે રાજસ્થાનના બાડમેરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે આ વાત કહી હતી અને પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

    - Advertisement -

    ગરીબી, ભૂખમરો, બેકારી જેવી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમતા પાડોશી દેશ પાકિસ્તાનની હમણાં હાલત ખરાબ છે. લોકો પ્રાથમિક સુવિધા માટે પણ વલખાં મારી રહ્યા છે. ત્યાં સરકાર બદલાઈ પણ દેશનું અને દેશના લોકોનું ભાગ્ય બદલાયું નથી. જેના કારણે અગાઉની સરકારમાં રહેલી પાર્ટીઓ હાલની સરકારને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણી રહી છે. જેના માટે હવે પાકિસ્તાનના નેતાઓ પીએમ મોદીનો જૂનો વિડીયો શૅર કરવાનો ચાલુ કર્યો છે. 

    આમ તો પાકિસ્તાન પ્રત્યે કડક વલણ રાખવાના કારણે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકાઓ થતી રહે છે, પરંતુ હાલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફના નેતાઓ વડાપ્રધાન મોદીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે અને તેમની સરકાર પર નિશાન સાધી રહ્યા છે. 

    પીએમ મોદીનો આ વિડીયો જૂનો છે, જેમાં તેમણે પાકિસ્તાન વિશે ટિપ્પણી કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે તેઓ રાજસ્થાનના બાડમેરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે આ વાત કહી હતી અને પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું હતું કે, “આપણે પાકિસ્તાનનું બધું ઘમંડ તોડી નાંખ્યું. તેને વાટકો લઈને દુનિયાભરમાં ફરવા માટે મેં મજબુર કરી દીધું છે.” 

    પાકિસ્તાન તરફથી મળતી પરમાણુ હુમલાની ધમકીઓને લઈને તેમણે કહ્યું હતું કે, “આપણે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાનું બંધ કરી દીધું છે. છાશવારે પકિસ્તાન પરમાણુ બૉમ્બની ધમકી આપતું હતું, તો આપણી પાસે જે ન્યુક્લિયર બૉમ્બ છે એ દિવાળી માટે રાખ્યા છે? આતંકના આકાઓને પાઠ ભણાવવા માટે આપણે તેમના ઘરમાં ઘૂસીને મારીએ છીએ.”

    પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી આઝમ ખાને પીએમ મોદીનો આ વિડીયો ટ્વિટ કરીને લખ્યું કે, ભારતના વડાપ્રધાન મોદી શું કહે છે તે સાંભળવું જોઈએ. તેમણે પાકિસ્તાની સરકારને લઈને કહ્યું કે, તેમણે શરમ અનુભવવી જોઈએ. સાથે તેમણે પાકિસ્તાનના લોકોને અપીલ કરી હતી કે દેશ બચાવવો હોય તો તેઓ ઇમરાન ખાનને ફરીથી સત્તા પર લાવે. જોકે, અહીં ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનના સમયમાં પણ પાકિસ્તાની હાલતમાં બહુ ફેર પડ્યો ન હતો. 

    એ પણ નોંધવું જોઈએ કે પાકિસ્તાનમાં હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો લોટ માટે પણ વલખાં મારી રહ્યા છે. લોકો કામધંધા મૂકીને લોટ લેવા માટે લાઈનમાં લાગ્યા હતા તો આ જ માથાકૂટમાં અમુકના જીવ પણ ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં