Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાત્રે 9વાગ્યા પછી પાકિસ્તાનમાં પૈસા ચૂકવીને પણ કંઈ નહીં મળેઃ વીજળીના દરમાં...

    રાત્રે 9વાગ્યા પછી પાકિસ્તાનમાં પૈસા ચૂકવીને પણ કંઈ નહીં મળેઃ વીજળીના દરમાં રૂ.8/યુનિટનો વધારો, એક જ સપ્તાહમાં બે વાર રેલ ભાડું વધાર્યું

    પાકિસ્તાન મોંઘવારી સાથે આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેની સાથે જ ત્યાં ઉર્જા સંકટ પણ શરૂ થઈ ગયું છે.

    - Advertisement -

    રાત્રે 9વાગ્યા પછી પાકિસ્તાનમાં પૈસા ચૂકવીને પણ કંઈ નહીં મળે, પરીસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે અને તેની સાથે વડાપ્રધાન શાહબાઝ શરીફની મુશ્કેલીઓ પણ વધી રહી છે. લોકોને ચા પીવામાં ઘટાડો કરવાની અપીલ કર્યા બાદ હવે ઉર્જા સંકટને પહોંચી વળવા પાકિસ્તાનમાં કામકાજના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. પંજાબ અને સિંધ બાદ ઈસ્લામાબાદમાં પણ રાત્રે 9 વાગ્યા પછી બજારો અને શોપિંગ મોલ બંધ થઈ જશે, રાત્રે 9વાગ્યા પછી પાકિસ્તાનમાં પૈસા ચૂકવીને પણ કંઈ નહીં મળે.

    ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે પોતાના આદેશમાં કહ્યું છે કે તમામ દુકાનો, શોપિંગ મોલ, બેકરી અને કન્ફેક્શનરી, ઓફિસ, સ્ટોર રૂમ, ગોડાઉન અને પશુ બજારો રાત્રે 9 વાગ્યે બંધ કરી દેવામાં આવે. આ ઉપરાંત મેરેજ હોલ, માર્કી અને એક્ઝિબિશન હોલનો સમય રાત્રે 10:00 વાગ્યા સુધી મર્યાદિત રહેશે.

    આદેશમાં વધુ લખ્યું છે કે તમામ વાણિજ્યિક અથવા ઔદ્યોગિક સંસ્થાઓ, રેસ્ટોરાં, ક્લબ, તંદૂર, ખાણીપીણી, કાફે, સિનેમા, થિયેટર અથવા જાહેર મનોરંજનના અન્ય સ્થળો અને જાહેર ઉદ્યાનો રાત્રે 11:30 વાગ્યેથી બંધ રહેશે. જો કે, હોસ્પિટલો, પ્રયોગશાળાઓ, ક્લિનિક્સ, ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સ, પેટ્રોલ પંપ, દૂધની દુકાનો અને અન્ય આવશ્યક વ્યવસાયોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે .

    - Advertisement -

    ડીઝલ અને ફર્નેસ ઓઈલમાંથી ઉત્પાદિત થતી વીજળીની ઊંચી કિંમતને કારણે વીજળી વિતરણ કંપનીઓએ જુલાઈના બિલમાં યુનિટ દીઠ રૂ. 7.96થી વધુના વધારાની માગણી કરી છે . સેન્ટ્રલ પાવર પરચેસિંગ એજન્સી (CPPA) એ પાવર સેક્ટર રેગ્યુલેટરને એક અરજી સબમિટ કરી છે કે મે મહિના દરમિયાન વિવિધ સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદનની કુલ કિંમત રૂ. 13.8969 પ્રતિ યુનિટ હતી.

    તે જ સમયે, તેલની વધતી કિંમતો અને અન્ય નાણાકીય સમસ્યાઓના કારણે, પાકિસ્તાન રેલ્વેએ શનિવારે (18 જૂન 20222) તમામ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનોના ભાડામાં 5 ટકા અને તમામ માલવાહક ટ્રેનોના ભાડામાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં ભાડામાં આ બીજો વધારો છે.

    આ અઠવાડિયાની શરૂઆતમાં, રેલ્વે મંત્રીએ ઇંધણના ભાવમાં વધારાના બહાને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં 10 ટકા અને માલગાડીના ભાડામાં 15 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી . આ રીતે મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકોનું જીવન દયનીય બની ગયું છે.

    પાકિસ્તાન મોંઘવારી સાથે આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેની સાથે જ ત્યાં ઉર્જા સંકટ પણ શરૂ થઈ ગયું છે. અગાઉ, ત્યાંના આયોજન અને વિકાસ પ્રધાન અહેસાન ઈકબાલે 14 જૂન 2022ના રોજ કહ્યું હતું કે પાકિસ્તાનીઓ દરરોજ તેમના ચાના વપરાશમાં ‘એક કે બે કપ’ ઘટાડો કરી શકે છે, કારણ કે ચાની આયાત સરકાર પર વધારાનું નાણાકીય દબાણ લાવી રહી છે. તેણે કહ્યું હતું કે, “આપણે જે ચા આયાત કરીએ છીએ તે ઉધારીમાં આયાત કરીએ છીએ.”

    પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થો, તેલ, ગેસથી લઈને દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં વિદેશી હૂંડિયામણનો ભંડાર હવે માત્ર બે મહિનાની આયાત જેટલો બાકી છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ફેબ્રુઆરીના અંતમાં $16.3 બિલિયન (રૂ. 1274 બિલિયન) થી ઘટીને મે મહિનામાં $10 બિલિયન (રૂ. 781 બિલિયન) થઈ ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં