Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ“હશીમભાઈ જામનગર અને પોરબંદરના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવું અશક્ય છે” – ઓડિયો ક્લિપમાં...

    “હશીમભાઈ જામનગર અને પોરબંદરના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવું અશક્ય છે” – ઓડિયો ક્લિપમાં પાકિસ્તાની ડ્રગ માફિયાનો ફફડાટ સામે આવ્યો

    ગુજરાત પોલીસને મળેલી એક ઓડિયો ક્લીપમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની અને ઈરાની ડ્રગ્સ માફિયા ગુજરાત પોલીસથી અને કોસ્ટ ગાર્ડથી ફફડે છે.

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર તેના દરિયાઈ સીમા વિસ્તારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. આ તમામ ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયા કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસની જાગૃતતાને કારણે પકડાય છે. પરંતુ એક ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપ જે ગુજરાત પોલીસના કબજામાં છે તેમાં એ જાણવા મળ્યું છે કે આ માફિયાઓ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસથી રીતસર ફફડે છે.

    પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગના સરદાર સાથે એક ડ્રગ માફિયાની વાતચીતમાં આ પ્રમાણે સાંભળવામાં આવ્યું હતું.

    “જુઓ હશીમભાઈ, મેં કેટલાક લોકો સાથે મુલાકાત કરી પણ કોઇપણ ડ્રગ્સ સાથે દરિયો ખેડવા માટે તૈયાર નથી. ફક્ત 190 માઈલ્સ જ નહીં પરંતુ ભારતીય દળો (કોસ્ટ ગાર્ડ) 400 માઈલ્સ સુધી પેટ્રોલિંગ કરે છે અને છેક આંતરરાષ્ટ્રીય સીમા સુધી જાય છે. માલ (ડ્રગ્સ) સાથે દરિયામાં જવું અશક્ય છે.”

    - Advertisement -

    પોતાના સરદાર સાથે ફોન પર વાત કરતા આ ડ્રગ્સ માફિયા એમ પણ કહે છે કે, “પૈસા કોને નથી જોઈતા? પણ આપણામાં જે સહુથી બહાદુર લોકો છે જેમાં ખલાસીઓ અને ડ્રગ્સની હેરફેર કરનારાઓ છે એ લોકો પણ ડ્રગ્સ લઇ જવા તૈયાર નથી. ભારતની પોલીસ અને સુરક્ષા દળોથી બચવાનો 1% પણ ચાન્સ નથી.

    આ ડ્રગ્સ માફિયા છેલ્લે એમ પણ કહે છે કે અહીંથી જેવું ડ્રગ્સથી લદાયેલું જહાજ નીકળે છે કે ભારતીય પોલીસને તેની માહિતી મળી જતી હોય છે.

    ભારતની દરિયાઈ સીમાઓમાં ખાસ કરીને ગુજરાતના દરિયાથી છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સ ઘુસાડવાના પાકિસ્તાનના પ્રયાસો જારી છે, પરંતુ લગભગ દર વખતે આ પ્રકારના પ્રયાસોમાં તેમને નિષ્ફળતા જ મળી છે. કેટલાક દાખલાઓમાં જો ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ કાંઠેથી મેઈન લેન્ડમાં ઘુસી પણ જાય છે તો પણ ગુજરાત પોલીસનું ઈન્ટેલીજન્સ તેને પકડી પાડે છે.

    એક સમાચાર અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસનું ઓપરેશન સતત ચાલતું રહે છે અને રાત્રે પણ આ ઓપરેશન ચાલતું જોવા મળે છે. એવું જાણવા મળ્યું છે કે હાલના સમયમાં 10 ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં કરાંચીના સહુથી મોટા ડ્રગ્સ માફિયાના પુત્રને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

    દેશના સુરક્ષા દળો એવું સ્પષ્ટપણે માને છે કે પાકિસ્તાન આ રીતે દેશમાં પોતાના ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સ ઘુસાડીને ભારતના યુવાનોને તેની લત લગાડવા માંગે છે અને એ રીતે તેને નબળું બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાલમાં તો આ ડ્રગ્સ ભારતમાં ઘૂસે એ પહેલાં જ તેને ઝડપી લેવામાં આવે છે અને સમુદ્રમાં જ ઘણીવાર આમનેસામને ફાયરીંગ પણ થતું હોય છે.

    છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ 30 પાકિસ્તાની, 17 ઈરાની, બે અફઘાન અને એક નાઈજીરિયન નાગરિકની ધરપકડ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં