આગામી મહિને દિલ્હી નગર નિગમની ચૂંટણી થનાર છે ત્યારે રાજ્યની શાસક પાર્ટી આમ આદમી પાર્ટીએ શુક્રવારે (11 નવેમ્બર 2022) સ્ટાર પ્રચારકોની એક યાદી જારી કરી હતી. આ યાદીમાં કુલ 30 નામો સામેલ કરવામાં આવ્યાં છે. જેમાંથી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તેવું નામ હતું- રાજેન્દ્ર પાલ ગૌતમ. આ એ જ નેતા છે જેમણે હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં સામેલ થઈને હિંદુવિરોધી શપથ લીધી હતી.
Aam Aadmi Party releases a list of 30 star campaigners for Delhi Municipal Corporation elections. AAP’s Rajendra Pal Gautam, who resigned as minister over his presence at a religious conversion event, features in the list. pic.twitter.com/RrGVRePJXj
— ANI (@ANI) November 11, 2022
આમ આદમી પાર્ટીએ ત્રીસ સ્ટાર પ્રચારકોની અધિકારીક યાદી જાહેર કરી તેમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું નામ 22મા ક્રમે જોવા મળી રહ્યું છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનિષ સિસોદિયા, સંજય સિંઘ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંઘ વગેરે નેતાઓ પણ સામેલ છે.
આ યાદીમાં ‘આપ’ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમનું નામ જોઈને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો છે અને સવાલ ઉઠાવ્યા છે. દિલ્હી ભાજપના નાયબ પ્રધાન વીરેન્દ્ર સચદેવે કહ્યું કે, હવે તો સ્પષ્ટ થઇ ગયું છે કે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ આખો કાર્યક્રમ અરવિંદ કેજરીવાલજીના નિર્દેશ પર જ થયો હતો. નહીં તો ગૌતમજી ‘આપ’ના સ્ટાર પ્રચારક ન હોત.
अब तो साफ़ हो गया है कि हिन्दू देवी देवताओं के ख़िलाफ़ पूरा कार्यक्रम केजरीवाल जी के निर्देश पर ही हुआ था। वरना गौतम जी “आप” के स्टार प्रचारक नहीं होते! @BJP4India @BJP4Delhi https://t.co/oKeJOPEWlU
— Virendra Sachdeva (@Virend_Sachdeva) November 11, 2022
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં હિંદુઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત, એક શપથ પણ લેવડાવવામાં આવી હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
વિડીયોમાં સંભળાય છે કે મંચ પરથી એક વ્યક્તિ લોકોને શપથ લેવડાવે છે. જે કહે છે કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”
આ ઘટના બાદ દેશભરમાંથી ભારે વિરોધ થયો હતો અને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલનો પણ ગુજરાતીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારબાદ રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.