Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંમત હોય તો તાજમહેલ, લાલ કિલ્લા ને મંદિર બનાવીને દેખાડો, મહેબુબા મુફ્તિનો...

    હિંમત હોય તો તાજમહેલ, લાલ કિલ્લા ને મંદિર બનાવીને દેખાડો, મહેબુબા મુફ્તિનો પડકાર, આ પહેલા બોલ્યા હતા કે ધારા 370 હટશે તો કશ્મીર ભારતથી અલગ થશે

    જ્ઞાનવાપી મસ્જીદ અને કુતુબ મીનારની ચર્ચા વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ લાલ કિલ્લા અને તાજમહાલને હાથ પણ લગાડી જોવાની ધમકી ઉચ્ચારી છે.

    - Advertisement -

    વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના પણ સર્વેની માંગ ઉઠી છે. પક્ષકારોનું માનવું છે કે તાજમહેલના 20 બંધ ઓરડાને ખોલવામાં આવે, કારણકે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મુર્તિઓ હોવાની સંભાવનાઓ છે, જેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન પીડીપીની ચેરમેન અને જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ તાજમહેલને લઈને ભાજપ સરકારને મોટો પડકાર ફેંક્યો છે. મહેબુબા મુફ્તી ફરી વિવાદોમાં ઘેરાયા .

    મહેબૂબા મુફ્તિએ કહ્યું છે કે જો એમનામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને દેખાડે, પછી જોઈએ છીએ કે કેટલા લોકો ભારતમાં તેને જોવા આવે છે, મહેબૂબાએ કહ્યું હતું કે ભાજપ લોકોને નોકરીઓ નથી અપાવી શકતું, મોંઘવારી ઉપર પણ કાબુ નથી કરી શકતા. દેશની સંપતી વેચાઈ રહી છે, દેશ આજે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ચુક્યો છે, પરંતુ આ લોકોને આ વાતની જરા પણ ચિંતા નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

    મહેબુબાએ આગળ જણાવ્યું કે મુઘલોના સમયે જે વસ્તુઓ બની છે, જેમકે તાજમહેલ, મસ્જિદો, કિલ્લાઓ આલોકો તેની પાછળ પડીને તેને બગાડવા ઈચ્છે છે, તેનાથી તેમને કશું નથી મળવાનું. મહેબૂબાએ સરકાર પર આરોપ લગાવ્યો કે આ તમામ વિવાદો માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવા માટે ઉભા કરવામાં આવી રહ્યાં છે, આ બાબતે મુફ્તિ કહે છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મુસ્લિમોની પાછળ લગાવી દેવામાં આવ્યા છે. જે પૈસા લુટીને વિદેશ ભાગી ગયા છે તેમને પકડવાના બદલે એ જગ્યાઓનો વિરોધ કરવા માંગેછે જેનું નિર્માણ મુઘલો દ્વારા કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જણાવી દઈએ કે મંગળવાર (10 મે 2022) ના રોજ ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, આ દરમ્યાન હિંદુ સંગઠનોએ વિરોધ દર્શાવતા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માંગ કરી હતી. ‘યુનાઇટેડ હિંદુ ફ્રંટ’ તરફથી કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની અપીલ કરવામાં આવી છે. યુનાઇટેડ હિંદુ ફ્રંટનું કહેવું છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે, આ મિનારનું નિર્માણ 27 જૈન અને હિંદુ મંદિરોને ધ્વસ્ત કરીને કરવામાં આવ્યો હતો.

    જોકે મહેબૂબા મુફ્તિ તરફથી આવા નિવેદનો પહેલાં પણ આવી ચુક્યા છે, કેન્દ્ર પર તે હંમેશા નિશાન તાકતાં રહેતા હોય છે. આ ઉપરાંત પણ ઘણી વાર તે વિવાદાસ્પદ નીવેદનો આપતા રહ્યાં છે. થોડા દિવસો પહેલાંજ પાકિસ્તાની તરફેણમાં રાગ આલાપતા કહ્યું હતું કે કશ્મીરમાં શાંતિ સ્થાપવા પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરુરી છે, અને એટલે સુધી પણ કહ્યું હતું કે ઘાટીમાં ફોજી કાફલા વધારવાથી કશું નથી થવાનું.

    જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ 2019 લોકસભા ચુંટણી વખતે ધમકી આપી હતી કે જો કોઈએ સંવિધાનની ધારા 370 હટાવી તો જમ્મુ કશ્મીર ભારતથી અલગ થઈ જશે, મહેબૂબા મુફ્તિએ એ પણ ધમકી આપી હતી કે જો કોઈ ધારા 370 અને 35 – A હટાવવાની કોશિશ કરશે, તેમના હાથ કાપી નાંખવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં