Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભેંસના શીંગડા ભેંસને ભારેઃ હંમેશા બીજા સામે હિંસા કરતી શિવસેના હવે પોતાના...

    ભેંસના શીંગડા ભેંસને ભારેઃ હંમેશા બીજા સામે હિંસા કરતી શિવસેના હવે પોતાના જ લોકોને ધમકી આપવા પર ઉતરી

    શિવસેનાના રાજ્ય સભા સાસંદ સંજય રાઉતના પહેલાથી જ ધમકીના સુર રહ્યા છે પરંતુ તેના થી પણ એક ડગલું આગળ વધીને મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મંત્રી સુભાષ દેસાઈએ ખુલીને ધમકી આપી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર રાજ્યમાં હમણાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આરોપ પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. બધા પક્ષો સામેવાળો જ જવાબદાર છે તેવું સાબિત કરવા મથામણ કરી રહ્યો છે ત્યારે શિવસેના અંદરો અંદર જ લડી મરવા પર ઉતરી આવી છે. શિવસેનાના નેતાએ શિંદે જૂથને ધમકી આપી છે.

    શિવસેનાના ઊભા બે ભાગ પડી ગયા છે જેમા એક ભાગ જે લોકો પોતાને બાલા સાહેબના સાચા વારસ ગણાવી રહ્યા છે તે એકનાથ શિંદેનું ગ્રુપ અને બીજુ મહા વિકાસ અગાડી સરકારને સમર્થિત ઉદ્ધવ ઠાકરેનુ ગ્રુપ.

    હાલની સ્થિતિમાં એકનાથ શિંદે ગ્રુપ મજબૂત સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કારણ કે તેમની પાસે શિવસેનાના ૩૫ થી ૪૦ ધારાસભ્યો હોવાનો દાવ કરી રહ્યા છે. એકનાથ શિંદે ગ્રુપની મજબૂત સ્થિતિથી અકળાઈને ઉદ્ધવ ઠાકરે ગ્રુપ ધમકી પર ઉતરી આવ્યું છે.

    - Advertisement -

    શિવસેનાના રાજ્ય સભા સાસંદ સંજય રાઉતના પહેલાથી જ ધમકીના સુર રહ્યા છે પરંતુ તેના થી પણ એક ડગલું આગળ વધીને મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મંત્રી સુભાષ દેસાઈએ શિંદે જૂથને ધમકી આપી છે.

    સુભાષ દેસાઈએ બળવાખોર ધારાસભ્યોને ધમકી આપતા કહ્યું કે, ‘શિવસેના એટલુ વિશાળ સંગઠન છે કે અમે એરપોર્ટને 24 કલાક, 48 કલાક, 72 કલાક કે તમે કહો ત્યાં સુધી ઘેરી રાખી શકીએ છીએ.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘જો છત્રપતિ શિવાજીની તલવાર દુશ્મનોને ડરાવે છે તો એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો મુંબઈ આવતા ડરશે નહીં તો બીજું શું કરશે.’

    હાલમાં એકનાથ સિંદે ગ્રુપના ધારાસભ્યો આસામના ગુવાહાટી ખાતે એક હોટલમાં રોકાયા છે. સાથે જ કાનુની લડાઈ પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે. સુપ્રીમ કોર્ટે એક આદેશ આપીને શિંદે જૂથના ધારાસભ્યોને મોટી રાહત આપી છે અને ડેપ્યુટી સ્પીકરની નોટિસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જેથી ત્યાં સુધી તેમની વિરુદ્ધ બરખાસ્તની કાર્યવાહી થઇ શકશે નહીં.

    બીજી તરફ, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય બની છે અને દેવેન્દ્ર ફડનવીસ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આગામી એક-બે દિવસમાં ફ્લોર ટેસ્ટ પણ થઇ શકે તેમ છે જેથી ટૂંક સમયમાં મહારાષ્ટ્રનું ચિત્ર સ્પષ્ટ થશે તેમ લાગી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં