Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: યુવકે નૂપુર શર્માના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ, વસીમ, નિસાર, અલ્તાફ સહિતના...

    મહારાષ્ટ્ર: યુવકે નૂપુર શર્માના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ, વસીમ, નિસાર, અલ્તાફ સહિતના ટોળાએ ઘરમાં ઘૂસીને મારપીટ કરી

    પીડિત યુવકે ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની સાથે મારામારી કરતી વખતે મુસ્લિમો એમ પણ કહી રહ્યા હતા કે ‘શું પેલી તારી બહેન લાગે છે કે તું એનો સપોર્ટ કરે છે?’ ‘તને પણ એની જેમ જ કાપી દઇશું અમે.’ આ રીતે કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સ્ટેટસ પોસ્ટ કરવા બદલ યુવક પર હુમલો કરી તેને માર મારવાનો મામલો સામે આવ્યો છે. 26 વર્ષીય યુવકને માર મારનાર આરોપીઓ તેના મુસ્લિમ મિત્રો છે. 

    ઘટના મહારાષ્ટ્રના સોલાપુરની છે. પીડિત યુવક નરેન્દ્ર શ્રીરામના કહેવા પ્રમાણે, તેણે નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટ્સ મૂક્યું હતું, જેના કારણે તેના મિત્રોએ જ મારપીટ કરી હતી. નરેન્દ્રએ વસીમ પઠાણ, નિસાર સૈયદ, અલ્તાફ શેખ, નોહિદ અને અન્ય પાંચથી છ લોકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો છે.

    સોલાપુરના MIDC પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાના આરોપમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું કે ફરિયાદી નરેન્દ્ર શ્રીરામે 11 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં એક વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેના કારણે તેના કેટલાક મિત્રો ગુસ્સે થઈ ગયા અને તેની સાથે ગાળાગાળી કરી હતી. મિત્રોએ વિરોધ કરતા નરેન્દ્રએ માફી માંગી હતી અને વડીલોએ પણ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. 

    - Advertisement -

    પરંતુ તે પછી પણ તેના મિત્રોએ અન્ય લોકોને ઉશ્કેર્યા અને 13 જૂનના રોજ ચાર મુખ્ય આરોપીઓ સાથે અન્ય લોકો તેની શોધમાં ઘરે આવ્યા હતા અને તેની મારપીટ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસે નિસાર સૈયદ, નૌહિદ, વસીમ પઠાણ, અલ્તાફ શેખ અને અન્ય અજાણ્યા લોકો સામે કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

    થોડા દિવસો પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા ગામમાં રહેતા પ્રેમ વસાવા નામના એક હિન્દુ યુવાને 6 જૂનના દિવસે ફેસબુક પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ #ISupportNupurSharma સાથે મૂકી હતી. જે બાદ 12 જૂનના દિવસે ઇસ્લામવાદીઓ દ્વારા એમના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાર બાદ મોડી રાતે તેમણે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    પીડિત યુવકે ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની સાથે મારામારી કરતી વખતે મુસ્લિમો એમ પણ કહી રહ્યા હતા કે ‘શું પેલી તારી બહેન લાગે છે કે તું એનો સપોર્ટ કરે છે?’ ‘તને પણ એની જેમ જ કાપી દઇશું અમે.’ આ રીતે કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

    નોંધનીય છે કે અગાઉ, ABVP કાર્યકર્તા કાર્તિની મંગળવારે (14 જૂન 2022) તમિલનાડુની કોઈમ્બતુર પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કાર્તિએ ગયા મહિને ટીવી ન્યૂઝ ડિબેટ દરમિયાન ઈસ્લામના પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલી ‘વાંધાજનક ટિપ્પણી’નો વીડિયો શૅર કર્યો હતો. વિડીયો શૅર કરતા તેણે લખ્યું હતું કે, “હું વારંવર કહીશ. નૂપુર શર્માએ એ જ કહ્યું છે, જે લખ્યું છે. તેમણે ખોટું શું કહ્યું છે?”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં