Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઇસ્લામ કબૂલ કર નહીં તો મારી નાંખીશ’: સાજીદ પઠાણે હિંદુ યુવતીને ધમકી...

    ‘ઇસ્લામ કબૂલ કર નહીં તો મારી નાંખીશ’: સાજીદ પઠાણે હિંદુ યુવતીને ધમકી આપી, પોલીસ ફરિયાદ બાદ ધરપકડ

    યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લઈને જેલમાં ધકેલી દીધો.

    - Advertisement -

    મહારાષ્ટ્રના હિંગોલીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાજીદ પઠાણ નામના ઈસમે હિંદુ વિદ્યાર્થીનીને ઇસ્લામ કબુલ કરાવવા મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સ્થાનિક પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

    મળતા અહેવાલો અનુસાર ફરિયાદ કરનાર યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે 21 વર્ષની છે અને BA ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ દરમિયાન તેની સાજીદ રફીક ખાન પઠાણ સાથે મિત્રતા થઈ હતી. જે પછી સાજીદે યુવતીને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. તે સમયગાળા દરમિયાન યુવતીના પરિવારે તેના લગ્ન બીજે નક્કી કરી દેતા સાજીદ યુવતીને ઉઠાવીને લઇ ગયો હતો. જે પછી તેણે યુવતી પાસે કોઈ રીતે લિવ-ઈન બોન્ડ પણ સાઈન કરાવી લીધો હતો.

    અહેવાલો અનુસાર આરોપી યુવતીને લઈને ઔરંગાબાદ, પરભણી, ફરીદાબાદ અને દિલ્હી લઇ ગયો હતો. આ દરમિયાન યુવતીએ લગ્ન કરવાની વાત કરતા આરોપી કોઈ ને કોઈ બહાનું કાઢીને તેની વાત ટાળતો રહેતો હતો. ત્યારબાદ સાજીદે યુવતીને ધર્માંતરણ કરવા પણ દબાણ કર્યું હતું. અહેવાલો મુજબ સાજીદ પઠાણે હિંદુ વિદ્યાર્થીનીને ઇસ્લામ કબુલ કરાવવા મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન સાજિદે તેની મરજી વિરુદ્ધ પીડિતાનું યૌન શોષણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    પીડિતાનો આરોપ છે કે મહારાષ્ટ્ર પરત ફર્યા બાદ જ્યારે તેણે ફરીથી લગ્ન કરવાની વાત કરી ત્યારે સાજિદે તેણે કહ્યું કે જો તે ઈસ્લામ કબૂલ કરશે તો જ તે પીડિતા સાથે લગ્ન કરશે. પરંતુ પીડિતા આ માટે તૈયાર નહોતી. પીડિતાના ના પાડવા પર આરોપી સાજિદે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    અહેવાલો અનુસાર પીડિતા તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાજિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અખાડા બાલાપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પંઢરી નાથ બોધનપોડે જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદ પર અમે એટ્રોસિટી અને બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપી સાજિદ પઠાણની ધરપકડ કરી છે. સાજિદને 23 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં