Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશ: ફિરદૌસ ખાને 21 વર્ષીય યુવતીને ફોસલાવીને 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું,...

    મધ્યપ્રદેશ: ફિરદૌસ ખાને 21 વર્ષીય યુવતીને ફોસલાવીને 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું: ફરિયાદ બાદ ધરપકડ

    ફિરદૌસ યુવતીને પ્રેમની લાલચ આપીને ખંડવા લઇ ગયો હતો અને ત્યાં રેલવે સ્ટેશન પરથી એક ટ્રેનમાં બેસીને બંને જબલપુર ગયા હતા.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં ખંડવામાં એક યુવતીને ફોસલાવીને લઇ જઈને દુષ્કર્મ આચરવાનો તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. લવજેહાદ કેસ મામલે પોલીસે ફિરદૌસ ખાન નામના ઈસમ વિરુદ્ધ ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ સહિત દુષ્કર્મ અને અન્ય ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. 

    ખંડવાના ટિટગાંવની એક 21 વર્ષીય યુવતીને તેના જ ગામમાં રહેતા ફિરદૌસ ખાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે કહેતો હતો કે તે યુવતીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ગત 1 જુલાઈના રોજ ફિરદૌસે તેને ગામમાં એક સ્થળે બોલાવી હતી અને ત્યાંથી તેને ફોસલાવીને બળજબરીથી ભગાડી લઇ ગયો હતો. બીજી તરફ, યુવતી ગાયબ થઇ જતાં પરિજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. 

    ફિરદૌસ યુવતીને પ્રેમની લાલચ આપીને ખંડવા લઇ ગયો હતો અને ત્યાં રેલવે સ્ટેશન પરથી એક ટ્રેનમાં બેસીને બંને જબલપુર ગયા હતા. પીડિતાએ નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે તેની સાથે ન ગઈ તો તે તેના આખા પરિવારને જાનથી મારી નાંખશે. 

    - Advertisement -

    ફિરદૌસ યુવતીને ખંડવાથી બુરહાનપૂર, ભોપાલ અને ત્યાંથી જબલપુર લઇ ગયો હતો. જ્યાં તેણે એક વ્યક્તિના ઘરે પીડિતાને રાખી હતી અને લગભગ 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તેણે તે તેના મામાનું ઘર હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ જણાવ્યું છે કે, તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું તેમજ કંઈક પીણું પણ પીવડાવવામાં આવ્યું હતું. 

    પીડિતા પરત આવ્યા બાદ પરિવારને જાણ કરતાં પીડિતાના પિતાએ પોલીસ મથકે ફિરદોસ મકબુલ ખાન સામે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ અને બળાત્કારની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આખરે 21 દિવસની શોધખોળ બાદ પોલીસ આરોપીને શોધી કાઢવામાં સફળ રહી હતી. મધ્યપ્રદેશમાં લવજેહાદ કેસ મામલે આરોપીની ધરપકડ કરીને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક અહેવાલમાં સામે આવ્યું હતું કે ઉત્તર પ્રદેશના બરેલીમાં આ વર્ષે 7 મહિનામાં લવજેહાદના કુલ 46 જેટલા કેસ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર, 6 મહિનામાં લગભગ 250 સગીરોના કેસ સામે આવ્યા છે, જેમાંથી 46 યુવતીઓ એવી હતી જેમને મુસ્લિમ યુવકો ફોસલાવીને ભગાડી લઇ ગયા હતા. એટલે કે દર મહિને લગભગ સાત આવી યુવતીઓને લવ જેહાદનો શિકાર બનાવવામાં આવી. 

    રિપોર્ટ અનુસાર, નિવેદનમાં આઠ યુવતીઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકોએ પોતાને હિંદુ તરીકેની ઓળખ આપીને સબંધો બાંધ્યા હતા અને તેમણે પ્રેમજાળમાં ફસાઈને ઘર છોડ્યા બાદ હકીકત સામે આવી હતી. પાંચ યુવતીઓને ઘરમાં ચોરી કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘર છોડવા પહેલાં તેમને ઘરેણાં અને રોકડા પૈસા લઇ આવવા માટે કહેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં