Saturday, November 30, 2024
More
    હોમપેજદેશ‘રાષ્ટ્ર સર્વપ્રથમ, તિરંગાનું અપમાન સાંખી નહીં લેવાય’: કોલકાતાની હોસ્પિટલે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર...

    ‘રાષ્ટ્ર સર્વપ્રથમ, તિરંગાનું અપમાન સાંખી નહીં લેવાય’: કોલકાતાની હોસ્પિટલે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર પર લગાવી રોક, ઢાકામાં ભારતીય રાષ્ટ્રધ્વજના અપમાન બાદ નિર્ણય

    હોસ્પિટલે કરેલી જાહેરાત બાદ તેમણે બાંગ્લાદેશી નાગરિકોને મેડિકલ સુવિધાઓ આપવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય અનિશ્ચિત સમય માટે લેવામાં આવ્યો છે. હોસ્પિટલે ભારતના રાષ્ટ્રધ્વજના અપમાન, હિંદુ મંદિરોમાં તોડફોડ અને હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોને લઈને આ નિર્ણય લીધો છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર અને હિંસા સતત ચાલુ છે. એક તાજી ઘટનામાં જ બાંગ્લાદેશમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો કિસ્સો સામે આવ્યો. આ ઘટનાઓ બાળ કોલકાતાની એક હોસ્પિટલે બાંગ્લાદેશી નાગરિકોનો ઈલાજ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મણિકતલા સ્થિત આ હોસ્પિટલે જાહેરાત કરી છે કે ભારતના અપમાનના કારણે તેઓ બાંગ્લાદેશના નાગરિકોની સારવાર નહીં કરે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના મણિકતલા ખાતે આવેલા જેએન રે હોસ્પિટલે શુક્રવારે (29 નવેમ્બર, 2024) એક જાહેરાત કરીને જણાવ્યું કે તેઓ આગામી સૂચના સુધી બાંગ્લાદેશી નાગરિકોના ઈલાજ કરવા પર રોક લગાવી રહ્યા છે. હોસ્પિટલે કરેલી જાહેરાત બાદ તેમણે બાંગ્લાદેશી નાગરિકોને મેડિકલ સુવિધાઓ આપવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય અનિશ્ચિત સમય માટે લેવામાં આવ્યો છે. હોસ્પિટલે ભારતના રાષ્ટ્રધ્વજના અપમાન, હિંદુ મંદિરોમાં તોડફોડ અને હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોને લઈને આ નિર્ણય લીધો છે.

    તિરંગાનું અપમાન નહીં ચલાવી લેવાય

    ઑપઇન્ડિયાએ સુભ્રાંશું ભક્તનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે,“અમારા માટે રાષ્ટ્ર સર્વપ્રથમ છે. બાંગ્લાદેશમાં હાલ જે પરિસ્થિતિ છે એ આપણે જાણીએ છીએ. ત્યાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેઓ આપણને શત્રુ ગણી રહ્યા છે. ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો શત્રુની મદદ શા માટે કરવી જોઈએ? તેમણે આપણા રાષ્ટ્રધ્વજનું ખૂબ જ ખરાબ રીતે અપમાન કર્યું છે અને આ કારણે જ અમે આ નિર્ણય લીધો છે કે અમે બાંગ્લાદેશી નાગરિકોનો ઇલાજ નહીં કરીએ.”

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે ભારતભરમાં 20% દર્દીઓ બાંગ્લાદેશથી આવે છે. માત્ર બંગાળ જ નહીં, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈ વગેરે શહેરોમાં પણ બાંગ્લાદેશીઓ ઘણા સારવાર માટે આવે છે. સાથે ઉમેર્યું હતું કે, તેમણે અન્ય હોસ્પિટલોને પણ આ પ્રકારે પોતાની રીતે નિર્ણય લેવા માટે તેમણે અપીલ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના સંચાલકોનું માનવું છે કે ભારતે તેમની (બાંગ્લાદેશની) સ્વતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારત અનેક રીતે તેમને મદદરૂપ થાય છે અને તે છતાં ત્યાંના નાગરિકોનું ભારત પ્રત્યેનું દ્વેષપૂર્ણ વર્તન સાંખી ન લેવાય. હોસ્પિટલ દ્વારા પશ્ચિમ બંગાળના અન્ય હોસ્પિટલોને પણ આ પ્રકારનો નિર્ણય લઈને બાંગ્લાદેશના નાગરિકોને સારવાર ન આપવા આગ્રહ કર્યો છે.

    નોંધવું જોઈએ કે લોકતંત્ર દ્વારા ચૂંટાયેલી શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદથી જ બાંગ્લાદેશના કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ હિંસા આચરી રહ્યા છે. તાજેતરમાં જ આ હિંસાનો વિરોધ કરી રહેલા ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ કરીને તેમને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. શુક્રવારે જુમ્માની નમાજ બાદ ફરી હિંસા થઈ હતી અને કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ હતી. આ દરમ્યાન ‘અલ્લાહુ અકબર’ના નારા પણ લગાવવામાં આવ્યા. સમગ્ર ઘટનામાં યુનુસ સરકારની પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હોવાની રાવ હિંદુઓ દ્વારા કરવામાં આવી રહી છે. કટ્ટરપંથીઓ પોતાના જ દેશના અલ્પસંખ્યક હિંદુઓના વિરોધમાં ભારતનો પણ વિરોધ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં