Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆપ નેતા દિપક મદાને કેજરીવાલ સરકારના મંત્રીના ઘર આગળ કર્યા ધરણા: કહ્યું...

    આપ નેતા દિપક મદાને કેજરીવાલ સરકારના મંત્રીના ઘર આગળ કર્યા ધરણા: કહ્યું “મારે ચૂંટણી નથી લડવી મારા 1.15 કરોડ રૂપિયા પાછા આપો

    દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા દિપક મદાને દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર આરોપ મૂક્યો છે કે તેમણે પોતાની પાસેથી MCDની ટીકીટ માટે દોઢ કરોડ રૂપિયા લીધા હતા અને હવે તે પરત આપતા નથી.

    - Advertisement -

    ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કથિત દાવો કરતાં કેજરીવાલ સરકારના મંત્રી પર જ AAP નેતા દિપક મદાન દ્વારા MCDના આવનારા ઈલેકશન માટે ભ્રષ્ટાચાર કરી ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. દિપક મદાનનું કહેવું છે કે “કેજરીવાલ સરકારના મંત્રી સત્યેંદ્ર જૈન એ તેમની પાસે થી ટિકિટ આપવાની શરતે 1.15 કરોડ રૂપિયા પડાવ્યા હતા. કુલ રકમ 1.5 કરોડ નક્કી કરાઇ હતી. ઈલેકશન પાછળ જતાં મે 35 લાખ રૂપિયા બાકી રાખ્યા હતા તો હવે મને હેરાન કરવામાં આવે છે.”

    પ્રચાર સમયનું દિપક મદાન નું પોસ્ટર (સાભાર: દિપક મદનની ફેસબુક વોલ પરથી)

    દિપક મદાન પોતાની ફેસબુક પ્રોફાઈલ પરથી તારીખ 20-04-22ના રોજ 6.00 કલાક સુધી લાઈવ રહ્યા હતા. આ આખું લાઈવ બ્રોડકાસ્ટ તેમણે સત્યેન્દ્ર જૈનના ઘર બહાર જઈને કર્યું હતું. લાઈવ બ્રોડકાસ્ટમાં તેઓ એ ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે “તેઓ સત્યેન્દ્ર જૈનને 2020થી ઓળખે છે. તેઓ એ આવનારા એમસીડીના ઈલેકશન માટે ટિકિટ આપવાની વાત કરી કહ્યું હતું કે એમ તો ટિકિટના 2 કરોડ રૂપિયા ભાવ છે પરંતુ તમારા માટે 1.5 કરોડ રૂપિયામાં કરી આપીશ, જેમાં મે 1.15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ ઈલેકશન કેન્સલ થતાં મેં બાકીના 35 લાખ રૂપિયા આપ્યા નહીં તેના કારણે હવે મને હેરાન કરવામાં આવે છે. હવે મારે ઈલેકશન લડવું નથી એટલે મને મારા 1.15 કરોડ રૂપિયા પાછા જોઈએ છે.”

    ભાજપા નેતા કપિલ મિશ્રાની ટ્વિટ.

    ભાજપા નેતા અને સોસિયલ મીડિયા પર એક્ટિવ એવા કપિલ મિશ્રા એ એક ટ્વિટ કરીને દિપક મદાન પર કટાક્ષ કર્યો હતો. એક મહિના પહેલા દિપક મદાને ફસબુક પોસ્ટ પર કાશ્મીરી પંડિતોના દુઃખને અવાજ આપતી ફિલ્મ The Kashmir Filesના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પાસે ફિલ્મની કમાણી અંગે હિસાબ માંગ્યો હતો. તે પોસ્ટ નો સ્ક્રીન શોર્ટ લઈને કપિલ મિશ્રા એ કટાક્ષ કર્યો હતો કે 20 માર્ચે કશ્મીર ફાઇલનો હિસા માંગતા હતા ને હવે સત્યેન્દ્ર જૈન પાસે પોતાના 1.15 કરોડ માંગે છે. આ ટ્વિટ સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી હમેશા દિલ્લી મોડલની વાત કરે છે તો શું આવનારા ઇલેકશનમાં ગુજરાતમાં પણ આવી રીતે ટિકિટ વેચીને ગુજરાત માથી પૈસાનું ઉઘરાણું કરશે? આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓએ આ પ્રકારના પ્રશ્નોનો જાહેરમાં સામનો કરવો પડે તો નવાઈ નહીં. આમ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘણા બધા વિવાદોમાં પહેલેથી જ ફસાઈ ચૂકી છે એવામાં આ રીતે કોઈ નવો ફણગો ફૂટે તો તે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના વિરુદ્ધ જઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં