Friday, April 19, 2024
More
    હોમપેજક્રાઈમટ્વિટરે કન્હૈયા લાલના હત્યારાઓને 'ઈસ્લામના વાઘ' ગણાવનારા યુઝર સામે પગલાં લેવાનો નકારો...

    ટ્વિટરે કન્હૈયા લાલના હત્યારાઓને ‘ઈસ્લામના વાઘ’ ગણાવનારા યુઝર સામે પગલાં લેવાનો નકારો કર્યો

    નૂપુર શર્માના સમર્થનમાં પોસતા કરનાર ઉદયપુરના દરજી કન્હૈયા લાલની હત્યા કરનાર નરાધમોને ટ્વિટર પર ઇસ્લામના વાઘ ગણાવાયા. ટ્વિટરે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ના પાડી હોવા છતાય અંતે તેની અકાઉન્ટ ડિલીટ થયું.

    - Advertisement -

    30 જૂનના રોજ, ટ્વિટર યુઝર @kansaratva એ એક ટ્વિટર યુઝર, કે જેણે કન્હૈયા લાલના હત્યારાઓને ‘ઈસ્લામના વાઘ’ તરીકે બિરદાવ્યા હતા, વિશે સબમિટ કરેલી ફરિયાદના જવાબમાં ટ્વિટર પરથી મળેલા ઈમેલના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા. પોતાના ટ્વિટમાં, @kansaratva એ કહ્યું, “મને ટ્વિટર ઈન્ડિયા પાસેથી એવી કોઈ અપેક્ષા કેમ નથી કે તે ક્યારેય કરોડરજ્જુ ઉગાડશે. મને આ ટ્વીટની જાણ કરતા પહેલા એક સ્ક્રિનશોટ લેવાનું યાદ છે પરંતુ આ ઘણા બધામાંથી એક છે જેના માટે ટ્વિટરનો પ્રતિભાવ સમાન રહ્યો છે.”

    તેમણે જે ટ્વીટની જાણ કરી હતી તે ટ્વિટર યુઝર, @Haiderrrrrr3 દ્વારા કરવામાં આવી હતી, જેણે રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના હિંદુ દરજીની નિર્દયતાથી હત્યા કરનાર બે ઈસ્લામવાદીઓનો વીડિયો શેર કર્યો હતો, માત્ર ભુતપૂર્વ ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા નુપુર શર્મા સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવા બદલ. હૈદરે પોતાના ટ્વીટમાં લખ્યું, “આ ખરેખર ‘ઈસ્લામના વાઘ’ છે. ભગવાન પણ કાયરોને નફરત કરે છે, આખરે ભારતીય મુસ્લિમો મોદી સામે ઊભા થયા છે.”

    @kansaratva ની ફરિયાદના જવાબમાં ટ્વિટરે કહ્યું હતું કે તેમને તેની ટ્વીટમાં તેના નિયમોનો ભંગ કરનાર કંઈપણ વાંધાજનક મળ્યું નથી.

    - Advertisement -

    જો કે, આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધીમાં, ટ્વિટર દ્વારા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

    હૈદરનું ખાતું સસ્પેન્ડ થયું. ફોટો : ટ્વિટર

    નોંધનીય છે કે એકાઉન્ટનું લોકેશન ‘દિલ્હી’ હતું, પરંતુ સંશોધક અજયેન્દ્ર ઉર્મિલા ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. એક ટ્વિટમાં, ત્રિપાઠીએ પુરાવા તરીકે બહુવિધ સ્ક્રીનશોટ પ્રકાશિત કર્યા. એક સ્ક્રીનશૉટમાં, તેણે એકાઉન્ટમાંથી આર્કાઇવ કરેલા ટ્વીટ્સમાંથી એકમાં લાહોર તરીકે તેનું સ્થાન બતાવ્યું.

    અન્ય સ્ક્રીનશોટમાં, જંગલીઓને ઈસ્લામના વાઘ કહેનાર ટ્વિટર યુઝરે તેના મોબાઈલમાંથી એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં પાકિસ્તાની મોબાઈલ નેટવર્કનું નામ દેખાય છે.

    ત્રિપાઠીએ લોકોને પાકિસ્તાની પ્રોપગેંડામાં ન પડવા વિનંતી કરી. તેણે કહ્યું, “હૈદરની આઈડી લાહોરથી ઓપરેટ કરવામાં આવી રહી હતી, જોકે લોકેશન દિલ્હી દર્શાવે છે. પાકિસ્તાની પ્રોપગેંડામાં ન પડો કારણ કે તેઓ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયત્ન કરશે.”

    કન્હૈયા લાલની હત્યા

    28 જૂનના રોજ, રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની તરફેણમાં કથિત પોસ્ટને લઈને કન્હૈયા લાલ નામના હિન્દુ વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ પોસ્ટ કથિત રીતે કન્હૈયા લાલના ફોન પરથી તેમના પુત્ર દ્વારા વીડિયો ગેમ રમતી વખતે અકસ્માતથી કરવામાં આવી હતી.

    તેના પાડોશી નાઝિમે કન્હૈયા લાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી. નાઝિમે કન્હૈયા લાલનો નંબર, ફોટોગ્રાફ અને સરનામું તેમના સમુદાય જૂથોને પણ લીક કર્યું હતું. જામીન પર છૂટ્યા બાદ પણ તેને ધમકીઓ મળતી રહી હતી.

    પોતાના જીવના ડરથી કન્હૈયા લાલે છ દિવસ માટે પોતાની દુકાન બંધ કરી દીધી અને સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કર્યો. તેને રક્ષણ આપવાને બદલે, પોલીસે તેને ઇસ્લામવાદીઓ સાથે સમાધાન કરવા કહ્યું જે તેને ધમકી આપી રહ્યા હતા. છ દિવસ પછી, જ્યારે તેણે તેની દુકાન ખોલી, ત્યારે બે ઇસ્લામવાદીઓ ગ્રાહક તરીકે આવ્યા અને તેનું માથું કાપી નાખ્યું. મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ઘૂસ તરીકે ઓળખાતા બે હુમલાખોરોની પોલીસે રાજસમંદમાં ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ NIA દ્વારા આ કેસનો કબજો લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં